Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શહેરના આ હાઈટેક પોલીસ સ્ટેશમાં શું સુવિધાઓ છે જાણવા માટે ક્લિક કરો

અમદાવાદમાં વધુ એક પોલીસ સ્ટેશનનું થયું લોકાર્પણ.ઘણા વર્ષોથી ડખે ચઢેલા બોડકદેવ પોલીસસ્ટેશનનું આખરે લોકાર્પણ થયું. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ લોકાર્પણ થયું.હાઈટેક પોલીસ સ્ટેશન એવા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સનું દુષણ ડામવા નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ,ડ્રોન યુનિટ અને સાયબર સેલ બનાવાયું છે.જ્યારે હર્બલ ગાર્ડન પોલીસ સ્ટેશનને નવો લુક પણ આપે છે. કેવું છે શહેરનું હા
શહેરના આ હાઈટેક પોલીસ સ્ટેશમાં શું સુવિધાઓ છે જાણવા માટે ક્લિક કરો
અમદાવાદમાં વધુ એક પોલીસ સ્ટેશનનું થયું લોકાર્પણ.ઘણા વર્ષોથી ડખે ચઢેલા બોડકદેવ પોલીસસ્ટેશનનું આખરે લોકાર્પણ થયું. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ લોકાર્પણ થયું.હાઈટેક પોલીસ સ્ટેશન એવા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સનું દુષણ ડામવા નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ,ડ્રોન યુનિટ અને સાયબર સેલ બનાવાયું છે.જ્યારે હર્બલ ગાર્ડન પોલીસ સ્ટેશનને નવો લુક પણ આપે છે. કેવું છે શહેરનું હાઈકેટ પોલીસ સ્ટેશન.
અત્યાધુનિક સાધનોથી સજ્જ હાઈટેક પોલીસ સ્ટેશન 
આ પોલીસ સ્ટેશન ટેકનોલોજી અને અત્યાધુનિક સાધનોથી સજ્જ હાઈટેક પોલીસ સ્ટેશન છે. સિન્ધુભવન રોડ પર ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. યુવાપેઢી ડ્રગ્સના રવાડે ચઢી રહી છે.જેથી ડ્રગ્સનું દુષણ દૂર કરવા નવા પોલીસ સ્ટેશનમાં નારકોટિક્સ ટાસ્ક ફોર્સ,ડ્રોન યુનિટ અને સાયબર સેલ યુનિટના પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા.સાથે જ એક ટીમને અહીં તહેનાત રખાઇ.જે સોશિયલ મિડીયામાં ચાલતી ટ્રેન્ડિંગ બાબતો પર ખાસ ધ્યાન રાખશે.કોઇ પણ બાબત કે વિવાદ સર્જે તેવો મુદ્દો હોય તો તે આ સોફ્ટવેરમાં સર્ચ કરતા તેમાં રેડ, ગ્રીન અને યલો રંગમાં માહિતી બતાવવામાં આવે છે.જે રેડ મતલબ નકારાત્મક, ગ્રીન  મતલબ પોઝિટિવ અને યલો એટલે નેચરલ સાઇન બતાવવામાં આવે છે.રેડ સિમ્બોલ બતાવતા જ પોલીસ ઝડપથી ત્યાં પહોંચી શકે અને કોઇ ઘના કે બાબત મોટુ સ્વરૂપ ન ઉભુ કરે તેનું ધ્યાન રાખી શકાશે.
પોલીસ સ્ટેશનને નવા સ્ટાફની ફાળવણી કરવામાં આવી.
બોડકદેવ પોલીસ સ્ટેશન સિંધુભવન રોડ પર આવેલા એક પ્લોટમાં બનાવવામાં આવ્યું.. પોલીસ સ્ટેશનને નવા સ્ટાફની ફાળવણી કરવામાં આવી.પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના લઈને શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં સોલા સાયન્સ સીટી રોડથી ભાડજ સર્કલ, ભાડજ સર્કલથી બોપલ રિંગ રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે..સાથે પકવાન ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા અને હેબતપુર ત્રણ રસ્તા સુધીનો હદ વિસ્તાર બોડકદેવ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રાખવામાં આવ્યો છે.આ વિસ્તારો પહેલા વસ્ત્રાપુર અને સોલા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતો હતો.સિન્ધુભવન રોડ પર કોમર્શિયલ અને રહેણાંક વિસ્તાર આવેલો છે.રોશનીથી જગમગતા આ વિસ્તારમાં ગુનાખોરી અને ખાસ ડ્રગ્સ તથા બાઇક કે કાર સ્ટંટ ની પ્રવૃત્તિ ડામવા આ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.જે ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં મદદરૂપ બની શકશે.આ ઉપરાંત હર્બલ ગાર્ડન પણ પોલીસ સ્ટેશનનું આકર્ષણ બન્યું છે.
પોલીસ સ્ટેશન શહેરીજનો માટે સુરક્ષાની ભેટ બની છે.
અમદાવાદમાં શરૂ થયેલા આધુનિક અને હાઈટેક પોલીસ સ્ટેશન ડ્રગ્સના દુષણને અટકાવવા ડ્રોન દ્વારા સતત મોનીટરીંગ તો કરશે પરંતુ નાર્કોટિક્સ ટાસ્ક કીટ દ્વારા ચેકીંગ કરીને ડ્રગ્સ લેનાર યુવકો પર વોચ રાખશે.. અમદાવાદમાં વધી રહેલી ગુનાખોરી અટકાવવા આ પોલીસ સ્ટેશન શહેરીજનો માટે સુરક્ષાની ભેટ બની છે..તો સાથે જ આગામી સયમાં અહીં પશ્ચિમ સાયબર ઓફિસ, ક્રાઇમ ડીસીપી પશ્ચિમ ઓફિસ જેેવી અનેક કચેરીઓ બનાવવાનું પ્લાનિંગ પણ પોલીસે કર્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.