જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષણ, એક આતંકીને સેનાએ ઠાર માર્યો
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડા સમયથી થઇ રહેલા ટાર્ગેટ કિલિંગ વચ્ચે આજે સેનાને મોટી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. જ્યારે હજુ પણ ઓપરેશન શરુ છે. ઉપરાંત આ જગ્યા પર હજુ પણ ત્રણથી ચાર આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે.મળતી માહિતી પ્રમાણે દક્ષિણ કાશ્મીરના અનંતનાગના વેરિનાગ કપરાન વિસ્તારમાàª
Advertisement
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડા સમયથી થઇ રહેલા ટાર્ગેટ કિલિંગ વચ્ચે આજે સેનાને મોટી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. જ્યારે હજુ પણ ઓપરેશન શરુ છે. ઉપરાંત આ જગ્યા પર હજુ પણ ત્રણથી ચાર આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે.
મળતી માહિતી પ્રમાણે દક્ષિણ કાશ્મીરના અનંતનાગના વેરિનાગ કપરાન વિસ્તારમાં શુક્રવારે સાંજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળતાની સાથે જ સેના અને પોલીસે તેમની ઘેરાબંધી કરી હતી. ઉપરાંત સમગ્ર વિસ્તારની નાકાબંધી પણ કરી હતી. તે સમયે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરતા સેનાએ પણ સામે જવાબ આપ્યો હતો. જેમાં એક આતંકવાદીનું એન્કાઉન્ટર થયું છે. આ સિવાય આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છુપાયેલા છે. જેથી સેનાનું સર્ચ ઓપરેશન પણ શરુ છે.
ગુરુવારે પરપ્રાંતિય મજૂરો પર હુમલો
ગુરુવારે બડગામમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા પરપ્રાંતિય મજૂરો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 1 કામદારનું મોત થયું હતું. જ્યારે એક મજૂર ખરાબ રીતે ઘાયલ થયો હતો. હુમલામાં જીવ ગુમાવનાર મજૂરનું નામ દિલખુશ છે. તે બિહારનો રહેવાસી હતો. બીજી તરફ બીજા મજૂરનું નામ રાજન છે, તે પંજાબનો રહેવાસી છે. આ પહેલા પણ સરકારી કર્મચારીઓ તથા પરપ્રાંતિય લોકોને આતંકી દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે.
સેના અને પોલીસનું અભિયાન
વર્તમાન સમયે જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓમાં વધારો થયો છે. જેને ડામવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો સતત ઓપરેશન ચલાવીને આતંકવાદીઓને ખતમ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલા ગત મહિનાની 28મી તારીખે સુરક્ષાદળોએ અનંતનાગમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના બિજબેહરાના ક્ષિતિપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતાં સુરક્ષાદળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો અને જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા.