ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સરકારની સ્પષ્ટતા, UPI સર્વિસ માટે કોઇ ચાર્જ નહીં લગાવાય

નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે  'યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ' (UPI) લોકો માટે ઉપયોગી ડિજિટલ સેવા છે અને સરકાર તેના પર કોઈ ફી લાદવાનું વિચારી રહી નથી. ઉલ્લેખનિય છે કે દેશમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે  સરકાર UPI પેમેન્ટ પર ચાર્જ વસૂલવાની સિસ્ટમ લાવવા જઈ રહી છે.નાણાં મંત્રાલયનું આ નિવેદન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ના પેમેન્ટ સિસ્ટમમાં ચાર્જીસ અંગે ચર્ચા પેપરથી ઉદ્ભવેલી આશંકાઓને દૂ
05:48 AM Aug 22, 2022 IST | Vipul Pandya
નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે  'યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ' (UPI) લોકો માટે ઉપયોગી ડિજિટલ સેવા છે અને સરકાર તેના પર કોઈ ફી લાદવાનું વિચારી રહી નથી. ઉલ્લેખનિય છે કે દેશમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે  સરકાર UPI પેમેન્ટ પર ચાર્જ વસૂલવાની સિસ્ટમ લાવવા જઈ રહી છે.
નાણાં મંત્રાલયનું આ નિવેદન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ના પેમેન્ટ સિસ્ટમમાં ચાર્જીસ અંગે ચર્ચા પેપરથી ઉદ્ભવેલી આશંકાઓને દૂર કરે છે.  હાલમાં, UPI દ્વારા ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નથી.
નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરતા ટ્વિટ કર્યું કે UPI પર ચાર્જનો કોઈ વિચાર નથી. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, "UPI એ લોકો માટે ઉપયોગી સેવા છે, જે લોકોને મોટી સુવિધા આપે છે અને અર્થતંત્રની ઉત્પાદકતામાં વધારો કરે છે. સરકાર UPI સેવાઓ માટે કોઈ ચાર્જ લાદવાનું વિચારી રહી નથી. ખર્ચની વસૂલાત ચિંતા સેવા પ્રદાતાઓને અન્ય માધ્યમો દ્વારા મળવાની રહેશે.

દેશમાં યુપીઆઈના વધતા ઉપયોગ સાથે, રિઝર્વ બેંકે પેમેન્ટ સિસ્ટમ ચાર્જિસ પર સમીક્ષા પેપર બહાર પાડ્યું છે. આ પેપરમાં, UPI ટ્રાન્ઝેક્શન પર વસૂલવામાં આવતા વિશેષ ચાર્જ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ વસૂલવાનું કહેવામાં આવ્યું હતું. આ ચાર્જ ટ્રાન્સફર થયેલી રકમ પર આધાર રાખે છે. આ પેપરમાં મની ટ્રાન્સફરની રકમના હિસાબે એક બેન્ડ તૈયાર કરવો જોઈએ જેમાં બેન્ડ પ્રમાણે તમારી પાસેથી પૈસા લેવામાં આવે. આ પેપરમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે યુપીઆઈમાં ચાર્જીસ એક નિશ્ચિત દરે અથવા પૈસા ટ્રાન્સફરના હિસાબથી વસૂલવામાં આવે. 
સરકાર તરફથી આ સ્પષ્ટતા મીડિયા અહેવાલો પછી આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્રીય બેંક UPI સિસ્ટમ દ્વારા કરવામાં આવતા દરેક નાણાકીય વ્યવહારો પર ચાર્જ ઉમેરવાનું વિચારી રહી છે. આ અહેવાલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા હતા અને ઘણા લોકોએ આ અહેવાલ પર ભારત સરકારના હેન્ડલ માટે ખુલાસો પણ માંગ્યો હતો.
Tags :
ClarificationgovernmentGujaratFirstUPIservice
Next Article