Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જેતપુરમાં 2 દિવસ માટે શહેરીજનોને પાણી કાપ સહન કરવો પડશે, જાણો કેમ

જેતપુરમાં બે દિવસ માટે પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. પાણી કાપના કારણે બે દિવસ સુધી અંદાજે દોઢ લાખ લોકો પાણી વગર ટળવળશે. લાઈન રીપેરીંગની કામગીરી કરવાની હોવાથી માટે 1લી અને 2જી મેના રોજ પાણી પુરવઠો બંધ રહેશે અને સમગ્ર શહેરના તમામ વિસ્તારને પાણીકાપની અસર થશે એક બાજુ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે ત્યારે આટલી ગરમીમાં પાણીની જરૂરિયાત વધુ રહે તે સ્વાભાવિક બની જાય છે. પરંતુ જેત
જેતપુરમાં 2 દિવસ માટે શહેરીજનોને પાણી કાપ સહન કરવો પડશે  જાણો કેમ
Advertisement
જેતપુરમાં બે દિવસ માટે પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. પાણી કાપના કારણે બે દિવસ સુધી અંદાજે દોઢ લાખ લોકો પાણી વગર ટળવળશે. લાઈન રીપેરીંગની કામગીરી કરવાની હોવાથી માટે 1લી અને 2જી મેના રોજ પાણી પુરવઠો બંધ રહેશે અને સમગ્ર શહેરના તમામ વિસ્તારને પાણીકાપની અસર થશે 
એક બાજુ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે ત્યારે આટલી ગરમીમાં પાણીની જરૂરિયાત વધુ રહે તે સ્વાભાવિક બની જાય છે. પરંતુ જેતપુરવાસીઓને પાણી માટે વલખાં પડી શકે છે.બે દિવસ માટે શહેરીજનોને તરસ્યા રહેવું પડી શકે છે કારણ કે તારીખ 1 અને 2 મે નાં રોજ શહેરમાં પાણી કાપ રહેશે.પાણી કાપને લઈને સોસાયટીઓમાં પાણી નહીં મળે. જેતપુર નગરપાલિકા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
જેતપુર નગરપાલિકાની યાદીમાં જણાવ્યા મુજબ ભાદર ડેમની નજીક લીલાખા ગામ પાસે મેઈન લાઈન રિપેરિંગ કામગિરી સબબ 1 અને 2 મે એમ બે દિવસ પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે.અને જે 3 મે નાં રોજ આ કામગિરી પૂર્ણ થયા બાદ પાણીનો પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે, જેથી શહેરમાં પાણી વિતરણ કરવામાં આવશે 
આ કામગીરીને કારણે પુરા શહેરમાં પાણીની તગીની અસર વર્તાશે કારણ કે જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા એક તો જનતાને ત્રણ દિવસે પાણી 45 મિનિટ આપવામાં આવી રહ્યું છે, જેથી આ બે દિવસ પાણી કાપને લઈને શહેરમાં છતે પાણીએ પાણી કાપ વેઠવાનો  વારો આવ્યો છે
Tags :
Advertisement

.

×