Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચિરાગ પાસવાને નીતીશ કુમારની તુલના કંસ સાથે કરી

દેશમાં જ્યા એક તરફ આઝાદીના અમૃત કાળને ધ્યાને રાખી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વચ્ચે બિહારમાં રાજનીતિ ગરમાઇ છે. જોકે, બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભાજપ-જેડીયુ ગઠબંધન તૂટશે કે રહેશે તે અંગે આજે નિર્ણય લેવામાં આવી શકે છે. આ વચ્ચે ચિરાગ પાસવાને નીતીશ કુમાર પર કટાક્ષ કરતા તેમની તુલના કંસ સાથે કરી છે. મહત્વનું છે કે, જનતા દળ
ચિરાગ પાસવાને નીતીશ કુમારની તુલના કંસ સાથે કરી
દેશમાં જ્યા એક તરફ આઝાદીના અમૃત કાળને ધ્યાને રાખી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વચ્ચે બિહારમાં રાજનીતિ ગરમાઇ છે. જોકે, બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભાજપ-જેડીયુ ગઠબંધન તૂટશે કે રહેશે તે અંગે આજે નિર્ણય લેવામાં આવી શકે છે. આ વચ્ચે ચિરાગ પાસવાને નીતીશ કુમાર પર કટાક્ષ કરતા તેમની તુલના કંસ સાથે કરી છે. 
મહત્વનું છે કે, જનતા દળ યુનાઈટેડની આજે મહત્વની બેઠક મળવા જઈ રહી છે, જેમાં ભાજપ સાથે ગઠબંધનને લઈને મોટો નિર્ણય લેવાની અટકળો ચાલી રહી છે. નીતીશ કુમાર પાર્ટીના ધારાસભ્યો, સાંસદોને મળશે અને નક્કી કરશે કે શું ભાજપ સાથે સંબંધો તોડીને RJD સાથે સમાધાન થઈ શકે છે? કહેવામાં આવી રહ્યું છે કે જનતા દળ યુનાઇટેડની બેઠક બાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર મોટી જાહેરાત કરી શકે છે. આ સાથે જ મુખ્ય વિપક્ષી પાર્ટી RJDએ પણ પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. રવિવારે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે RCPને બીજા ચિરાગ પાસવાન તરીકે ગણાવ્યા પછી જમુઈના સાંસદ ચિરાગ પાસવાને નીતીશ કુમાર પર ઉગ્ર નિશાન સાધ્યું છે. ચિરાગ પાસવાને કહ્યું કે, કંસની જેમ પોતાની જાતને બચાવવા માટે નીતીશ કુમારે રાજકીય રીતે ઘણા લોકોને માર્યા છે. તેમણે કહ્યું કે, નીતીશ કુમાર કોઈની નજીક નથી. બિહારના લોકો બરબાદ થઈ ગયા છે.
ચિરાગે કહ્યું કે, 2024માં હારનો ડર એ રીતે પ્રવેશી ગયો છે કે મામા કંસ માતા દેવકીના દરેક પુત્રને મારી નાખતા ગયા. માત્ર પોતાની જાતને બચાવવા માટે. તેમણે કહ્યું કે, નીતીશ કુમારે પહેલા મારા પર અને હવે આરસીપી સિંહ પર હુમલો કર્યો. આ વખતે પાર્ટી બદલવાનું પણ કામે નહીં આવે. ચિરાગ પાસવાને કહ્યું કે, મુખ્યમંત્રી નીતીશ કુમારનો લાંબો ઈતિહાસ છે. તેમણે કહ્યું કે, શરદ યાદવની હાલત જુઓ. નીતીશ કુમારે પોતાના જ નેતાઓને કેવી રીતે હેરાન કર્યા, શું જનતા આ ભૂલી શકે છે. નીતીશ કુમારે પ્રશાંત કિશોર અને ઉપેન્દ્ર કુશવાહનું શું કર્યું? તે કોઈનાથી છુપાયેલું નથી.  ચિરાગ પાસવાને 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં નીતીશ કુમારની જેડીયુ દ્વારા લડવામાં આવેલી તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી મોટાભાગના ભાજપના બળવાખોરો હતા. જેના કારણે જેડીયુની સીટોની સંખ્યા ઘટી હતી અને તે પાંચ વર્ષ પહેલા 70ની સરખામણીમાં 45ની આસપાસ સીમિત રહી હતી.  
Advertisement
Tags :
Advertisement

.