Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચીની ફાઈટર પ્લેન ભારતની સીમામાં ઘુસ્યા, 10 કિમી સુધી અંદર આવ્યા

ચીને ફરીથી LAAC પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે. ચીનના વિમાન એલએસી પર નો ફ્લાય ઝોનમાં પ્રવેશ્યા હતા. ચીનના ફાઈટર જેટ 10 કિમી સુધી અંદર ઘૂસી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વી લદ્દાખમાં ચીની ફાઈટર પ્લેન જોવા મળ્યા હતા. ચીનની કાર્યવાહીને જોતા ભારતીય વાયુસેના પણ એલર્ટ પર છે.Chinese fighter jets continue attempts to provoke India on LAC in Eastern LadakhRead @ANI Story | https://t.co/GbHgAuMsOV#LAC #EasternLadakh #IndiaChina #India #China pic.twitter.com/tCXxKydpvo— ANI Digital (@ani_digital) July 24, 2022  ચીનના ફ
03:54 PM Jul 24, 2022 IST | Vipul Pandya

ચીને ફરીથી LAAC પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે. ચીનના વિમાન એલએસી પર નો ફ્લાય
ઝોનમાં પ્રવેશ્યા હતા. ચીનના ફાઈટર જેટ 10 કિમી સુધી અંદર ઘૂસી ગયા હતા. સૂત્રોના
જણાવ્યા અનુસાર પૂર્વી લદ્દાખમાં ચીની ફાઈટર પ્લેન જોવા મળ્યા હતા. ચીનની
કાર્યવાહીને જોતા ભારતીય વાયુસેના પણ એલર્ટ પર છે.

 

ચીનના ફાઈટર પ્લેન સતત આવા ઉલ્લંઘન કરી રહ્યા
છે. આ કૃત્ય ચીન દ્વારા છેલ્લા એક મહિનાથી સતત કરવામાં આવી રહ્યું છે. આ પહેલા
ભારતીય વાયુસેના પ્રમુખે પણ નિવેદન આપ્યું હતું કે ચીન દ્વારા ઉશ્કેરણીજનક
કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરની 16માં રાઉન્ડની
વાતચીત વચ્ચે ચીન સતત આવી હરકતો કરી રહ્યું છે. ભારતે આ વાતચીત દરમિયાન ચીન દ્વારા
આ પ્રકારના ઉલ્લંઘનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

ભારતીય વાયુસેના પણ તૈયાર છે

ભારતીય વાયુસેના તરફથી પહેલા જ કહેવામાં આવ્યું
છે કે જો ચીન તરફથી આવી કોઈ કાર્યવાહી થશે તો તેનો પણ તે જ રીતે જવાબ આપવામાં
આવશે. પૂર્વી લદ્દાખમાં ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ સંપૂર્ણ રીતે સક્રિય છે. તે
જ સમયે
, ભારતીય વિદેશ મંત્રાલય તરફથી એવું પણ
કહેવામાં આવ્યું હતું કે તેઓ ચીન દ્વારા કરવામાં આવી રહેલી ગતિવિધિઓ પર નજર રાખી
રહ્યા છે.


ચીન સતત ઉલ્લંઘન કરી રહ્યું છે

તમને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે એક
અઘોષિત સમજૂતી છે કે બંને દેશોના ફાઈટર જેટ
LAACના 10 કિમીના દાયરામાં નથી આવી શકતા અને હેલિકોપ્ટર 5 કિમીના
દાયરામાં આવી શકતા નથી
, પરંતુ ચીન તેની હરકતોને રોકી શકતું
નથી. અગાઉ જૂનમાં પણ પૂર્વી લદ્દાખ પાસે ચીનનું ફાઈટર જેટ જોવા મળ્યું હતું.
ત્યારથી ભારતીય વાયુસેના પણ એલર્ટ પર છે.

Tags :
borderChinesefighterplaneGujaratFirstIndiaIndiaChinaWarLAC
Next Article