Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચીન નહીં સુધરે, 2 દિવસમાં 2 વાર પાકિસ્તાનના 2 આતંકવાદીને બચાવ્યાં

સંયુક્ત રાષ્ટ્ર (United Nations)માં, ભારત (India) અને અમેરિકા (America)એ પાકિસ્તાન (Pakistan)સ્થિત આતંકવાદી  લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદને બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર ચીન (China) દ્વારા ફરી એકવાર રોક લગાવાઇ છે. 2 દિવસમાં બીજી વખત ભારત અને અમેરિકા સામે ચીન અવરોધ બન્યું છે.  46 વર્ષીય હાફિઝ તલ્હા સઈદ આતંકવાદી જૂથ લશ્કરનો અગ્રણી નેતા અને 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાàª
04:18 AM Oct 20, 2022 IST | Vipul Pandya
સંયુક્ત રાષ્ટ્ર (United Nations)માં, ભારત (India) અને અમેરિકા (America)એ પાકિસ્તાન (Pakistan)સ્થિત આતંકવાદી  લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદને બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર ચીન (China) દ્વારા ફરી એકવાર રોક લગાવાઇ છે. 2 દિવસમાં બીજી વખત ભારત અને અમેરિકા સામે ચીન અવરોધ બન્યું છે.  46 વર્ષીય હાફિઝ તલ્હા સઈદ આતંકવાદી જૂથ લશ્કરનો અગ્રણી નેતા અને 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો પુત્ર છે. આ વર્ષે એપ્રિલમાં તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો.
ચીને પ્રસ્તાવને બ્લોક કર્યો
રિપોર્ટ્સ મુજબ ચીને હાફિઝ તલાહ સઈદને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિમાં સામેલ કરવાના પ્રસ્તાવને બ્લોક કરી દીધો છે. બે દિવસમાં બીજી વખત ચીને ભારત અને અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે. ચીને પાકિસ્તાન સ્થિત આતંકવાદીને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને અટકાવી દીધો છે.
હાફિઝ તલાહ સઈદ ભારતીયોના હિતોની વિરુદ્ધ કામ કરે છે
ભારતના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે હાફિઝ તલાહ સઈદ લશ્કર-એ-તૈયબા (LeT) માં ભરતી, ભંડોળ એકત્ર કરવામાં અને આયોજન કરવામાં અને ભારતમાં અને અફઘાનિસ્તાનમાં ભારતીય હિતોમાં હુમલાઓ કરવામાં સક્રિય રીતે સામેલ છે. તે સમગ્ર પાકિસ્તાનમાં લશ્કરના વિવિધ કેન્દ્રોની સક્રિયપણે મુલાકાત લઈ રહ્યો છે અને ભારત, ઈઝરાયેલ, યુનાઈટેડ સ્ટેટ્સ અને અન્ય પશ્ચિમી દેશોમાં ભારતીય હિતો વિરુદ્ધ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાફિઝ તલ્હા સઈદ લશ્કરનો વરિષ્ઠ નેતા છે અને આતંકવાદી સંગઠનની મૌલવી વિંગનો વડા છે.
ચીને મહમૂદને પણ બચાવ્યો
ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ 42 વર્ષીય મહમૂદને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને પણ અવરોધિત કર્યો હતો. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ડિસેમ્બર 2016 માં LeTના ભંડોળ એકત્રીકરણ અને સપોર્ટ નેટવર્કને વિક્ષેપિત કરવા એક કાર્યવાહીના ભાગ રૂપે મહમૂદ તેમજ અન્ય એક LeT નેતા મુહમ્મદ સરવરનું નામ આપ્યું હતું.મહમૂદે લશ્કર-એ-તૈયબાની માનવતાવાદી અને ભંડોળ એકત્ર કરતી સંસ્થા ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન (FIF)ના વાઇસ-ચેરમેન તરીકે સેવા આપી હતી. 2014 માં, મેહમૂદ કરાચીમાં FIF નો નેતા હતો. ઓગસ્ટ 2013માં મહમૂદની ઓળખ લશ્કર-એ-તૈયબાની પ્રકાશન પાંખના સભ્ય તરીકે થઈ હતી.
મહમૂદની ધરપકડ પણ કરાઇ હતી
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના અહેવાલ મુજબ મહમૂદ અગાઉ સાજિદ મીરની આગેવાની હેઠળની લશ્કર-એ-તૈયબાની વિદેશી ઓપરેશન્સ ટીમનો ભાગ હતો. ઓગસ્ટ 2013માં મહમૂદની બાંગ્લાદેશમાં ઇસ્લામિક સંગઠનો સાથે ગુપ્ત સંબંધો હોવા બદલ ધરપકડ કરવામાં આવી હતી 

ચીન ચાર મહિનામાં પાંચમી વખત અવરોધ બન્યું
ચાર મહિનામાં આ પાંચમી વખત છે જ્યારે ચીને 1267 અલ કાયદા પ્રતિબંધ સમિતિ શાસન હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓને નિયુક્ત કરવાના પ્રસ્તાવને અવરોધિત કર્યો છે. આ વર્ષે જૂનમાં, ચીને છેલ્લી ઘડીએ ભારત અને અમેરિકા દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને બ્લેકલિસ્ટ કરવાના સંયુક્ત પ્રસ્તાવને અટકાવી દીધો હતો. મક્કી હાફિઝ સઈદનો સાળો છે. ત્યારપછી ઓગસ્ટમાં ચીને ફરીથી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વરિષ્ઠ નેતા અબ્દુલ રઉફ અઝહરને બ્લેકલિસ્ટ કરવાના અમેરિકા અને ભારતના પ્રસ્તાવને અટકાવ્યો હતો.
વિદેશમંત્રીએ શું કહ્યું હતું
વિદેશ મંત્રી એસ જયશંકરે સપ્ટેમ્બરમાં યુએન જનરલ એસેમ્બલીના ઉચ્ચ સ્તરીય સત્રને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, "જે લોકો UNSC 1267 પ્રતિબંધ વ્યવસ્થા પર રાજનીતિ કરે છે, ક્યારેક તો જાહેર કરાયેલા આતંકવાદીઓના બચાવ પણ કર્યા, તેઓ પોતાના જોખમ પર આવુ કરે છે. મારો વિશ્વાસ કરો, તેઓ ના તો પાતાના હિતોને આગળ વધારે છે અને ના તો પોતાની પ્રતિષ્ઠાને... 
આ પણ વાંચો--બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને આપ્યું રાજીનામુ, જાણો શું છે કારણ
Tags :
AmericaChinaGujaratFirstIndiaPakistanterroristUN
Next Article