Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

60 વર્ષમાં પહેલીવાર ચીનની વસ્તી ઘટી, જન્મદર ઘટતા ચિંતા, ટુંક સમયમાં બની શકે છે વૃદ્ધોનો દેશ

- 1961 પછી ચીનની વસ્તીમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો-  ચીનની 2022ના અંત સુધીની વસ્તી 1.41175 -  ચીનની 2021ની વસ્તી 1.41260 હતી -  મૃત્યુદર જન્મદર કરતા વધુ સામે આવ્યો -  જન્મદર 1 હજારે 6.77 -  મૃત્યુદર 1 હજારે 7.37 વર્ષ 1961 પછી ચીનની વસ્તીમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ચીનમાં હવે નકારાત્મક વસ્તી વૃદ્ધિ શરૂ થઈ છે. જણાવી દઈએ કે ચીનમાં મૃત્યુઆંક જન્મેલા બાળકોની સંખ્યા કરતા વધુ છે. ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્à
60 વર્ષમાં પહેલીવાર ચીનની વસ્તી ઘટી  જન્મદર ઘટતા ચિંતા  ટુંક સમયમાં બની શકે છે વૃદ્ધોનો દેશ
- 1961 પછી ચીનની વસ્તીમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો
-  ચીનની 2022ના અંત સુધીની વસ્તી 1.41175 
-  ચીનની 2021ની વસ્તી 1.41260 હતી 
-  મૃત્યુદર જન્મદર કરતા વધુ સામે આવ્યો 
-  જન્મદર 1 હજારે 6.77 
-  મૃત્યુદર 1 હજારે 7.37 

વર્ષ 1961 પછી ચીનની વસ્તીમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ચીનમાં હવે નકારાત્મક વસ્તી વૃદ્ધિ શરૂ થઈ છે. જણાવી દઈએ કે ચીનમાં મૃત્યુઆંક જન્મેલા બાળકોની સંખ્યા કરતા વધુ છે. ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર 2022ના અંતમાં દેશની વસ્તી 1.41175 અબજ હતી, જે 2021માં 1.41260 અબજ કરતાં ઓછી છે. ચીનમાં ઘણા દાયકાઓથી વસ્તી નિયંત્રણ નીતિ લાગુ કરવામાં આવી છે અને એવું માનવામાં આવે છે કે તે વસ્તી નિયંત્રણના પગલાંને કારણે દેશની વસ્તી ઘટી રહી છે. ચીનની સરકાર ઘટતી વસ્તીને લઈને ચિંતિત છે અને દેશની વસ્તી ફરીથી વધારવા માટે અનેક પગલાં લઈ રહી છે, પરંતુ કોઈ સકારાત્મક પરિણામ સામે આવી રહ્યું નથી.
વસ્તીમાં ઘટાડાને રોકવા માટે ચીનની સરકાર ઘણી નીતિઓ સાથે આવી છે, જે લોકોને એક કરતાં વધુ બાળકો માટે પ્રોત્સાહિત કરે છે, જેમાં આર્થિક અને સામાજિક સુરક્ષાનો સમાવેશ થાય છે, પરંતુ  ચીનની વસ્તી વધી રહી નથી. વર્ષ 2021માં ચીનમાં જન્મદર દર 1000 લોકો દીઠ 7.52 બાળકો હતો, પરંતુ ગયા વર્ષે તે ઘટીને 1000 લોકો દીઠ 6.77 બાળકો થયો હતો. આ કારણે ચીનની વસ્તીમાં 10 લાખથી વધુ બાળકો ઓછા જન્મ્યા હતા. એટલું જ નહીં, ચીનમાં મૃત્યુ દર પણ 1976 પછી સૌથી વધુ છે. 2022 માં ચીનમાં મૃત્યુ દર એક હજાર લોકો દીઠ 7.37 મૃત્યુ હતો.
વૃદ્ધ થતી વસ્તીને કારણે ચીનની સરકારી તિજોરી પર પણ બોજ વધી રહ્યો છે અને ચીનની સરકારે વૃદ્ધોની સંભાળ અને પેન્શન પર વધુ ખર્ચ કરવો પડે છે. નિષ્ણાતો માને છે કે આગામી સમયમાં આ ખર્ચ વધુ વધશે. ચીનના લોકોનું કહેવું છે કે ચીનમાં ઘરની વધતી કિંમતો, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે પર વધી રહેલા ખર્ચને કારણે લોકો હવે વધુ બાળકો પેદા કરવા માંગતા નથી. તમને જણાવી દઈએ કે ચીનની સરકારે વધતી વસ્તીને કારણે થોડા વર્ષો પહેલા વન ચાઈલ્ડ પોલિસી લાગુ કરી હતી. આ સાથે એક કરતાં વધુ બાળક જન્મે તો સજાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. હવે ચીનનો આ નિર્ણય તેના પર જ ભારે પડતો જણાય છે 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.