Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેલોસી તાઈવાન પહોંચ્યા બાદ ચીન ગુસ્સામાં, વિદેશ મંત્રીએ કહ્યું- કેટલાક અમેરિકનો આગ સાથે રમી રહ્યા છે

ચીનની લાખો ધમકીઓ બાદ પણ અમેરિકન સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનના પ્રવાસે પહોંચી ગયા છે. ચીન આ મુલાકાતનો વિરોધ જ નથી કરી રહ્યું પણ અમેરિકાને લાલ આંખ બતાવવાની કોશિશ પણ કરી રહ્યું છે. આ દરમિયાન નેન્સી પેલોસી આજે સવારે તાઈવાનની સંસદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને તાઈવાનના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ પ્રોપિટિયસ ક્લાઉડ્સ વિથ à
પેલોસી તાઈવાન પહોંચ્યા બાદ ચીન ગુસ્સામાં  વિદેશ મંત્રીએ કહ્યું  કેટલાક અમેરિકનો આગ સાથે રમી રહ્યા છે
ચીનની લાખો ધમકીઓ બાદ પણ અમેરિકન સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનના પ્રવાસે પહોંચી ગયા છે. ચીન આ મુલાકાતનો વિરોધ જ નથી કરી રહ્યું પણ અમેરિકાને લાલ આંખ બતાવવાની કોશિશ પણ કરી રહ્યું છે. આ દરમિયાન નેન્સી પેલોસી આજે સવારે તાઈવાનની સંસદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને તાઈવાનના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ પ્રોપિટિયસ ક્લાઉડ્સ વિથ સ્પેશિયલ ગ્રેડ કોર્ડન'થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે, ચીન આ મુલાકાતથી ખૂબ જ નારાજ જોવા મળી રહ્યું છે. 
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે રાત્રે તાઈવાન પહોંચ્યા હતા. જોકે, આ પહેલા ચીને અનેક વખત વિરોધ વ્યક્ત કર્યો હતો તેમ છતા પેલોસી તાઈવાન પહોંચ્યા. આ દરમિયાન નેન્સી પેલોસીએ કહ્યું છે કે, દુનિયામાં લોકશાહી અને નિરંકુશતા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. કારણ કે ચીન ટેકો મેળવવા માટે તેના સોફ્ટ પાવરનો ઉપયોગ કરે છે. આપણે તાઇવાન વિશે તેની તકનીકી પ્રગતિ વિશે વાત કરવાની જરૂર છે. 
લોકોએ તાઇવાનને વધુ લોકશાહી બનાવવાની હિંમત બતાવવી જોઈએ. અમને હંગામાથી કોઇ જ ફરક પડતો નથી. બીજી તરફ નેન્સીના તાઈવાન પહોંચ્યાના થોડા સમય પછી, ચીનની સરકારી સમાચાર એજન્સી સિન્હુઆએ કહ્યું કે, ચીની સૈન્ય ગુરુવારથી રવિવાર સુધી તાઈવાનની આસપાસના જળક્ષેત્રમાં લશ્કરી અભ્યાસ કરશે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, તાઈવાન મુદ્દે અમેરિકાનો વિશ્વાસઘાત તેની રાષ્ટ્રીય વિશ્વસનીયતાને નષ્ટ કરી રહ્યો છે. કેટલાક અમેરિકનો આગ સાથે રમી રહ્યા છે. ચોક્કસ તે સારું પરિણામ નહીં આવે.
વન ચાઈના પોલિસી હેઠળ ચીન તાઈવાનને પોતાના દેશનો હિસ્સો માને છે. બીજી બાજુ, તાઈવાન પોતાને એક સ્વતંત્ર દેશ તરીકે વર્ણવે છે. ચીન નમાવીને તાઈવાનને તેના કબજા માટે મનાવવા માંગે છે. અહીં, અમેરિકા વન ચાઇના નીતિને તો સ્વીકારે છે, પરંતુ તાઇવાનને ચીનનો ભાગ માનતું નથી. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેને આ મુલાકાતના લગભગ 2 મહિના પહેલા કહ્યું હતું કે અમે વન ચાઇના પોલિસી પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ ચીન બળના ઉપયોગથી તાઇવાન પર પોતાનો અધિકાર જમાવી શકે નહીં. આ સાથે તેમણે કહ્યું હતું કે, તાઈવાનને લઈને ચીનનું આ પગલું નવા પ્રકારનું યુદ્ધ શરૂ કરશે.
યુએસ સ્પીકર નેન્સી પેલોસીએ સ્થાનિક મીડિયા સાથે વાત કરતા તાઈવાનની જનતાને સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, હું અહીં તાઈવાનના લોકોને સાંભળવા અને સાથે મળીને કેવી રીતે આગળ વધી શકીએ તે શીખવા આવી છું. આ સાથે તેમણે તાઇવાનને કોરોના મહામારીનો સફળતાપૂર્વક સામનો કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. આ સિવાય પેલોસીએ કહ્યું કે, અમે તાઈવાન સરકાર સાથે વાત કરીને પૃથ્વીને જળવાયુ સંકટથી બચાવવા માટે સાથે મળીને કામ કરીશું.
Advertisement
Tags :
Advertisement

.