બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બદલતા કચ્છની કહાની લખતી દિકરીઓ
દિકરીને (Girls) જો ઉડવા માટે ખુલ્લું આકાશ તથા સહયોગ આપવામાં આવે તો તે દરેકક્ષેત્રમાં પોતાના નામની પતાકા લહેરાવી શકે છે. આવી જ કૃષિ અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી એવા રબારી સમાજની બે દિકરીઓએ પરંપરા અને રૂઢીવાદની દિવાલો તોડીને આર્ચરી (Archery) જેવી ઓછી પ્રચલિત પરંતુ મહેનત માંગી લેતી રમતમાં સફળ તીર સાધીને છેક નેશનલ કક્ષા સુધી પોતાનું નામ દર્જ કરાવ્યું છે. અને ભવિષ્યમાં કપરી મહ
દિકરીને (Girls) જો ઉડવા માટે ખુલ્લું આકાશ તથા સહયોગ આપવામાં આવે તો તે દરેકક્ષેત્રમાં પોતાના નામની પતાકા લહેરાવી શકે છે. આવી જ કૃષિ અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી એવા રબારી સમાજની બે દિકરીઓએ પરંપરા અને રૂઢીવાદની દિવાલો તોડીને આર્ચરી (Archery) જેવી ઓછી પ્રચલિત પરંતુ મહેનત માંગી લેતી રમતમાં સફળ તીર સાધીને છેક નેશનલ કક્ષા સુધી પોતાનું નામ દર્જ કરાવ્યું છે. અને ભવિષ્યમાં કપરી મહેનતના બળે કોમનવેલ્થ અને ઓલિમ્પિક (Olympics) સુધી જવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે.
નાનપણથી રમત-ગમતમાં ખુબ હોંશિયાર
અહીં વાત કરવી છે અંજાર (Ajnar) તાલુકાના અજાપરની જિજ્ઞા રબારીની અને નવાગામની ચેતના રબારીની જેણે નાનપણ ગાયો-ભેંસો વચ્ચે વિતાવીને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. નાનપણથી રમત-ગમતમાં ખુબ જ હોંશિયાર હોવાથી માધાપર ખાતે સરકાર દ્વારા કાર્યરત ડિસ્ટ્રીકટ કક્ષાની સ્પોર્ટસ સ્કુલમાં એડમિશન પ્રાપ્ત થયું. જે બાદ આ બંને દિકરીઓને ઉડવા માટે ખુ્લ્લું ફલક અને મોકળું મેદાન મળી ગયું. બંને દિકરીઓની કાબેલિયતને ઓળખીને આર્ચરીમાં તાલીમ આપવામાં આવતા આજે 14 વર્ષની જિજ્ઞા અને 13 વર્ષની ચેતના નાનકડા ગામથી લઇને સમગ્ર ગુજરાતનું નામ દેશમાં રોશન કરી રહી છે. તાજેતરમાં કોફી વીથ કલેકટર કાર્યક્રમમાં બંને દિકરીનું ખાસ જિલ્લા સર્માહતાએ ખાસ સન્માન કરીને પ્રોત્સાહિત કરી હતી.
પરિવારનો સપોર્ટ
જિજ્ઞા રબારી (Jigna Rabari) જણાવે છે કે, માતા-પિતા પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ ભણતર અને રમત-ગમત ક્ષેત્રે મારી રૂચિ જોઇને આ ક્ષેત્રે આગળ વધવા મને ખુબ જ સહયોગ આપે છે. મોટાભાગે દિકરીઓને રમત-ગમતમાં કારકિર્દી બનાવવામાં સમાજ તથા વાલીઓની માનસિકતા નડતરરૂપ બનતી હોય છે. પરંતુ મારા પિતા નિરક્ષર હોવાછતાં પણ મારી પડખે ઉભા છે. મારી આર્ચરી ગેમમાં ધગશ અને નેશનલ સુધીની રમત જોઇને રૂપિયા એકલાખની કિંમતની આર્ચરી લઇ આપી છે.
રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા કવોલીફાઇડ
રીકવર આર્ચરીમાં હથોટી ધરાવતી જિજ્ઞા આર્ચરી ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા આંધ્રપ્રદેશ-વિજયવાડામાં આયોજીત રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજયને રી-પ્રેઝન્ટ કરીને કવોલીફાઇડ કર્યું હતું. તો ધો. 8માં અભ્યાસ કરતી ચેતના રબારી કમ્પાઉનડ આર્ચરી કેટેગરીમાં નેશનલ ગેમ રમીને કવોલીફાઇડ થઇ હતી. આ બંને દિકરીઓ આજે કચ્છ અને ગુજરાતનું ગૌરવ બનીને ઉભરી રહી છે અને આર્ચરીમાં આગળ વધી રહી છે. જે દર્શાવે છે કે, દિકરીઓને માત્ર પ્રોત્સાહન આપવામાં આવે તો તે ધારે તે કરી શકે છે.
સ્પોર્ટસ સ્કુલ તાલીમ
જિજ્ઞા અને ચેતના જણાવે છે કે, અમારા જેવા ગ્રામ્ય વિસ્તારની દિકરીઓ જે મોટાભાગે આગળનો અભ્યાસ કરવાના સપના પણ જોઇ શકતી નથી તેવી દિકરીઓમાં રમતની આવડત પારખીને તેને સ્પોર્ટસ સ્કુલમાં તમામ પ્રકારની તાલીમ, ફુડ તથા અભ્યાસ કરાવવાની સરકારની જહેમત અમારા માટે વરદાનરૂપ છે.
સરકારના અભિયાન
સરકારના બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત આ પ્રકારની અપાતી સવલતો તેમજ પ્રોત્સાહન થકી અમારી સમગ્ર જીંદગી બદલાઇ ગઇ છે અને ભવિષ્યમાં અનેક દિકરીઓને આ જ રીતે તકો મળતા તેઓ સોનેરી ભારતના સપના સાકાર કરવાના સપનામાં પોતાનું યોગદાન આપી શકશે. અમે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કરીએ છીએ જે રાજય અને દેશની દિકરીઓની માવતર બનીને ચિંતા કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement