Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાલનપુરમાં બાળકને માર મારવાનો મામલો, 8 સહિત 19 લોકોના ટોળા સામે ગુનો દાખલ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં બાળકને મસ્જિદમાં પુરી માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે 8 સહિત 19 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે, ભિક્ષાવૃત્તિ કરવા ગયેલા બાવરી ડેરાના 8 વર્ષના બાળક પર સ્થાનિક લોકોએ ચોરી કરવા આવ્યો હોવાની શંકા કરી હતી. જે બાદ તેને કેટલાક લોકો દ્વારા મસ્જિદમાં દોરડા સાથે બાંધી દેવામાં આવ્યો હતો. આ ઘટના જ્યારે લોકો
04:07 AM Apr 27, 2022 IST | Vipul Pandya
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં બાળકને મસ્જિદમાં પુરી માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે 8 સહિત 19 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો છે. 
મહત્વનું છે કે, ભિક્ષાવૃત્તિ કરવા ગયેલા બાવરી ડેરાના 8 વર્ષના બાળક પર સ્થાનિક લોકોએ ચોરી કરવા આવ્યો હોવાની શંકા કરી હતી. જે બાદ તેને કેટલાક લોકો દ્વારા મસ્જિદમાં દોરડા સાથે બાંધી દેવામાં આવ્યો હતો. આ ઘટના જ્યારે લોકોના જાણમાં આવી ત્યારે વાતવરણ ગંભીર બન્યું હતું. મહત્વનું છે કે, ગઠામણ વિસ્તારમાં આવેલા મસ્જિદના ટ્રસ્ટી અશરફ અને તેના પુત્રએ બાળકને બાંધી દીધો હોવાની સામે આવી રહ્યું છે. સમગ્ર મામલના જ્યારે પોલીસને જાણ થઇ ત્યારે પોલીસ બાળકને છોડાવવા ગઇ હતી તો કેટલાક લોકોએ મસ્જિદના માઈકમાં એલાન કરી લોકોને એકત્રિત કરી પોલીસની કામગીરીમાં રુકાવટ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.  આ સમગ્ર ઘટનાનો વિડીયો હવે ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. બાળકને માર મારવાના મામલે પોલીસે હવે 5 મહિલા સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Tags :
BanaskanthaGujaratGujaratFirstPalanpur
Next Article