Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનુ ઔદ્યોગિક અને ડિજીટલ વિકાસની રાહ પર અગ્રેસર થવા આહવાન

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (Bhupendrabhai Patel) કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ખાતે પોર્ટ બિઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું ઉદઘાટન (Inauguration of Port Biz Industrial Park)કર્યું હતું અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Prime Minister Shri Narendra Modi)એ આજે ડિજિટલ ટેકનોલોજીના ફીફથ જનરેશન(5G)નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો અને આજે કચ્છ ખાતે પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કનુ ઉદઘાટન થયું, તે ડિજિટલ અને ઔદ્યોગિક વિકાસની રાહ પર ગુજરાત અગ્à
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનુ ઔદ્યોગિક અને ડિજીટલ વિકાસની રાહ પર અગ્રેસર થવા આહવાન
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (Bhupendrabhai Patel) કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ખાતે પોર્ટ બિઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું ઉદઘાટન (Inauguration of Port Biz Industrial Park)કર્યું હતું અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Prime Minister Shri Narendra Modi)એ આજે ડિજિટલ ટેકનોલોજીના ફીફથ જનરેશન(5G)નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો અને આજે કચ્છ ખાતે પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કનુ ઉદઘાટન થયું, તે ડિજિટલ અને ઔદ્યોગિક વિકાસની રાહ પર ગુજરાત અગ્રેસર થવા આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી વિસ્તાર એવા કચ્છ (Kutch)ના વિકાસ માટે રાજ્ય સરકારના શક્ય તમામ સહકારની ખાતરી ઉચ્ચારી હતી. અને ઉદ્યોગકારોને કચ્છ ખાતે આજે શરૂ થયેલા પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ સ્થળે આવતાં પહેલાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કિરણ ગૃપ અને અંબાજી ગૃપ દ્વારા કંડલા- મુન્દ્રા હાઈવે પર કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ગામ નજીક નિર્માણ થનારા પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીઅલ પાર્કનુ રીબીન કાપી ઉદઘાટન કર્યું હતું. તથા સભાસ્થળેથી બિઝપાર્કના ભવનનું ભૂમિપૂજન તથા વૃક્ષારોપણ કર્યું હતું. 
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય આમંત્રિતોનુ શાલ, સ્મૃતિચિહ્ન તથા  પુષ્પગૂચ્છથી સ્વાગત કરાયું હતું. પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીઅલ પાર્કની વિગતો દર્શાવતી ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્ય, સંસદસભ્યશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યોશ્રી વાસણભાઈ આહિર અને શ્રી માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, અગ્રણીશ્રી કેશુભાઈ પટેલ અને દિલીપભાઇ ત્રિવેદી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડ, દેશભરના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ સર્વશ્રી દિનેશ ગુપ્તા, મહેશ પુન્જ, નીરજ બંસલ, તેમજ યુવા, અનુભવી તથા મહિલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.