Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બનાસકાંઠા જિલ્લાના વડગામથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવનો કરાવ્યો પ્રારંભ

કોરોના મહામારીના કારણે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ બંધ હતો. કોઈ જ કાર્યક્રમ વગર બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવતો હતો. આ વર્ષે શાળા પ્રવેશોત્સવની ફરી શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બનાસકાંઠા જિલ્લાના વડગામથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. આજથી 2 દિવસ એટલેકે 25 તારીખ સુધી રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્વના કાર્યક્રમો યોà
03:56 AM Jun 23, 2022 IST | Vipul Pandya

કોરોના મહામારીના કારણે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ બંધ હતો. કોઈ જ કાર્યક્રમ વગર બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવતો હતો. આ વર્ષે શાળા પ્રવેશોત્સવની ફરી શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બનાસકાંઠા જિલ્લાના વડગામથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. આજથી 2 દિવસ એટલેકે 25 તારીખ સુધી રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્વના કાર્યક્રમો યોજાશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વડગામની મહેમદપુરા શાળા ખાતે ઢોલ નગારા વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા વડગામની શાળામાં બાળકોને પ્રવેશ અપાવી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી દ્વારા બાળકોને બેગ અને ચોકલેટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રી બાળકો સાથે બેન્ચ પર બેસી અને સંવાદ કર્યો હતો. ત્યારબાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે,  ગ્રોથ એન્જિનની ગતિ વધારવા સરકાર કાર્યરત છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની પાયાની જરૂરિયાત પૂરી કરવા સરકાર કટિબદ્ધ છે. શિક્ષણનો પાયો મજબૂત કરવો જરૂરી છે. ડ્રોપ આઉટ રેશિયો બનાસકાંઠા જિલ્લામાં 50 ટકા હતો જે ઘટીને આજે 3 ટકા થયો. શિક્ષકોને શાળા પ્રવેશોત્સવમાં મુશ્કેલી પડતી હોય તે દૂર કરીશું. વૃદ્ધ માટે ઘરે બેઠા સ્વાસ્થ્ય તપાસની વ્યવસ્થા સરકારે કરી છે. શિક્ષણ માટે સૌ સજાગ બને તે જરૂરી છે. 
 
રાજ્યની 32,013 શાળાઓમાં બાળકોને કરાવાશે શાળા પ્રવેશ
ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ યોજવામાં આવતા ન હતા. 2 વર્ષ બાદ આજથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે. તારીખ 25 જૂન સુધીમાં રાજ્યના 18000 ગામની 32013 શાળાઓમાં બાળકોને કરાવાશે શાળા પ્રવેશ. વર્ષ 2004 અને 2005માં ક્રોસ એન્વાયરોમેન્ટ રેસિયો 95.65 ટકા હતો જે વધીને 99. 06 ટકા થઈ ગયો છે. આ વખતે ખાસ કરીને અલગ અલગ નવા વિષયો પણ ઉમેરવામાં આવ્યા છે.  અધિકારીઓ અને પદાધિકારીઓને શાળાની પ્રવેશોત્સવની તાલુકા પ્રમાણેની જવાબદારી પણ સોંપી દેવમાં આવી છે. ગુજરાત સરકારના વિવિધ મંત્રીઓ પણ આ કાર્યમાં જોડાશે. 
સુરતમાં આ વર્ષેનો પ્રવેશોત્સવ રહેશે યાદગાર  
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.  સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 1માં પ્રવેશ લેનાર ભૂલકાંઓના પગની છાપ લેવાશે. શાળામાં પ્રથમ પગલું મુકતા કંકુ પગલાંના ફોટા પાડવામાં અવશે. ફોટો ફ્રેમ તૈયાર કરીને  શિક્ષણ સમિતિ દ્વારા બાળકોના વાલીઓને આપવામાં આવશે.  બાળકના શાળામાં પ્રથમ ડગલાની યાદગીરીસ્વરૂપે આ ફોટો ફ્રેમ તૈયાર કરવામાં આવશે. 
વર્ષ 2003થી શાળા પ્રવેશોત્સવની થઈ હતી શરૂઆત 
દેશના વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતનાં મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવના પરિણામે રાજ્યમાં વર્ષ 1990-91માં  જે ડ્રોપ આઉટ રેટ 64.48 ટકા જેટલો ઊંચો હતો તે ઘટીને 2020-21માં 3.7 ટકા જેટલો નીચો આવી ગયો છે. એટલું જ નહિ,  વર્ષ 2004-5માં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 95.65 ટકા હતો તે વધીને વર્ષ 2020-21માં 99.02 ટકા જેટલો ઊંચો ગયો છે. 
રાજકોટ જીલ્લામાં પણ યોજાયો પ્રવેશોત્સવ 
 
ધોરાજીની શાળા નં.8માં પ્રવેશોત્સવ યોજાયો જેમાં ધોરાજીના ચીફ ઓફિસર દ્વારા નાના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશોત્સવ અંતર્ગત શાળામાં હાલ કુલ 41 કુમાર અને 108 કન્યા એમ કુલ 149 બાળકો અભ્યાસ કરે છે ત્યારે આજે  ધોરણ -1 માં 14 કુમાર અને 15 કન્યા એમ કુલ 29 પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ કન્યા એમ આપી ગુણવત્તા સભર શિક્ષણ આપવા શાળા પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
શાળા પ્રવેશોત્સવમાં જેતપુર તાલુકાના પેઢલા મંડલિકપુર મોટા ગુંદાળા પ્રાથમિક શાળા ખાતે અગ્રણી સુભાષ ભાઈ બાંભરોલીયાની  ઉપસ્થિતિમાં મામલતદાર જેતપુર ગ્રામ્ય ડી. એ. ગીનીયાં એ શાળા તથા આંગળવાડીમાં  પ્રવેશ લેતા  ૧૨૪ બાળકોનું નામાંકન કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો

Tags :
CMCMBhupendraPatelCoronaGujaratGujaratFirstNarendraModiPMModiSchoolShalaPraveshotsav
Next Article