જેતપુરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણી; ભવ્ય શોભાયાત્રા નિકળી, જયેશ રાદડિયા પણ જોડાયા
જેતપુરમાં ચેટીચાંદ (ઝુલેલાલ જયંતી)ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શનિવારે સવારથી જ શહેરના ઝુલેલાલ મંદીરે ભીડ જોવા મળી હતી. સિંધી સમાજના ભાઇઓ બહેનોએ જુલેલાલ મંદીરે દર્શન તથા પુજા આરતી કર્યા હતા. આ સિવાય ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં સિંધી સમાજ ઉપરાાંત અન્ય સમાજના લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ઝુલેલાલ સેવા મંડળ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોને ધજા à
જેતપુરમાં ચેટીચાંદ (ઝુલેલાલ જયંતી)ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શનિવારે સવારથી જ શહેરના ઝુલેલાલ મંદીરે ભીડ જોવા મળી હતી. સિંધી સમાજના ભાઇઓ બહેનોએ જુલેલાલ મંદીરે દર્શન તથા પુજા આરતી કર્યા હતા. આ સિવાય ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં સિંધી સમાજ ઉપરાાંત અન્ય સમાજના લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ઝુલેલાલ સેવા મંડળ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોને ધજા પતાકાથી શણગારવામાં આવ્યા હતા. ચેટીચાંદની ઉજવણીને લઇને છેલ્લા 15 દિવસથી તૈયારીઓ કરવામાં આવતી હતી. ત્યારે સિંધી સમાજના નુતન વર્ષની ઉજવણી ખુબ જ ઉત્સાહપુર્વક ઉજવામાં આવી. સવારે ઝુલેલાલ મંદીરે આરતી, પુજા અર્ચન કરવામાં આવ્યા તેમજ બપોરે 12 વાગે સમુહ પ્રસાદનું આયોજન પમ કરાયું હતું.
4 વાગે ઝુલેલાલ મંદિરથી મોટી સંખ્યામાં આકર્ષક ફલોટસ સાથે શોભાયાત્રા નિકળી હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને સાંજે 8 વાગે જુલેલાલ ભગવાનની જયોતથને ભાદર નદીમાં વિસર્જીત કરવામાં આવી હતી. શહેરના અને ખાસ કરીને સિંધી સમાજના વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા અને ઉજવણીમાં સાામેલ થયાા હતા. આ તકે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓ શોભાયાત્રામાં ભાવવિભોર બની યુવાનો સાથે નાચ્યા હતા.
Advertisement