Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભરૂચ જિલ્લાના જંબુસરના પિલુદ્રા ગામના બોરમાંથી કેમિકલ યુક્ત પાણી નીકળ્યું

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદ્રા ગામના બોરમાંથી લાલ કલરનું પાણી આવતા ભૂગર્ભજળ પ્રદુષિત થયા હોવાના આક્ષેપ સાથે હવે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે .ભૂગર્ભ જળ પ્રદૂષિત થયા હોય તો ખેતીને પણ નુકસાન કરી શકે તેવો ભય પણ ખેડૂતોને સતાવી રહ્યો છે. લાલ કલરનું પાણી નીકળતા ગ્રામજનોએ પણ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે ખેડૂતના ખેતરમા
11:44 AM May 13, 2022 IST | Vipul Pandya
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદ્રા ગામના બોરમાંથી લાલ કલરનું પાણી આવતા ભૂગર્ભજળ પ્રદુષિત થયા હોવાના આક્ષેપ સાથે હવે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે .ભૂગર્ભ જળ પ્રદૂષિત થયા હોય તો ખેતીને પણ નુકસાન કરી શકે તેવો ભય પણ ખેડૂતોને સતાવી રહ્યો છે. લાલ કલરનું પાણી નીકળતા ગ્રામજનોએ પણ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે ખેડૂતના ખેતરમાં રહેલા બોરવેલ માંથી લાલ કલરનું પ્રદૂષિત પાણી નીકળતાં ભૂગર્ભજળ પ્રદુષિત થયા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. કેમિકલ માફિયાઓના કારણે હવે જમીન પણ પ્રદુષિત બની રહી છે.ત્યારે જંબુસરના પિલુદ્રા ગામે એક ખેડૂતે પોતાના ખેતરમાં રહેલા બોરનો વાલ ખોલતાં તેમાંથી લાલ કલરનું પ્રદૂષિત પાણી આવતા ખેડૂત ચિંતામાં મુકાઇ ગયો હતો. આજુબાજુના રહીશોને જાણ કરતાં લોકો દોડી આવ્યા હતા.
જમીનમાંથી લાલ કલરનું પ્રદૂષિત પાણી નીકળતાં એક સમયે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. જમીનના બોરવેલ માંથી નીકળતું પાણી લાલ કલરનું આવતા લોકોએ મોબાઇલ વીડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યા હતા ત્યારે જંબુસરના પિલુદ્રા ગામે જે ખેડૂતના ખેતરમાંથી ભૂગર્ભજળ લાલ કલરના નીકળ્યા છે તે અંગેની ઝીણવટ ભરી તપાસ ભરૂચ અંકલેશ્વર જી.પી.સી.બી દ્વારા થાય તે પણ જરૂરી છે.
Tags :
BharuchchemcialldengardenGujaratFirstGujratjamnusar
Next Article