ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

અમદાવાદમાં સોના-ચાંદીના વેપારી સાથે છેતરપીંડી , 30 લાખનું સોનું ખરીદ્યુ, 29 લાખની નકલી નોટો આપી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા આરોપીનું નામ મહેન્દ્રસિંગ રાજપુરોહિત છે. આરોપી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લા નો રહેવાસી છે.અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી બાપુનગર યોગેશ્વર પાર્ક સોસાયટ માં રહે છે.ઝડપી પૈસા કમાવવાની લાલચ અને પોતાના પર ચઢેલું દેવું પૂરું કરવાની લાહ્યમાં આરોપી મહેન્દ્રસિંગે વેપારી સાથે છેતરપિંડી આચરવાનો માસ્ટર પ્લાન બનાવી નાંખ્યો...જેમ આરોપી સફળ પણ થયો પરંતુ પોલà«
11:41 AM Feb 01, 2023 IST | Vipul Pandya
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા આરોપીનું નામ મહેન્દ્રસિંગ રાજપુરોહિત છે. આરોપી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લા નો રહેવાસી છે.અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી બાપુનગર યોગેશ્વર પાર્ક સોસાયટ માં રહે છે.ઝડપી પૈસા કમાવવાની લાલચ અને પોતાના પર ચઢેલું દેવું પૂરું કરવાની લાહ્યમાં આરોપી મહેન્દ્રસિંગે વેપારી સાથે છેતરપિંડી આચરવાનો માસ્ટર પ્લાન બનાવી નાંખ્યો...જેમ આરોપી સફળ પણ થયો પરંતુ પોલà«
featuredImage featuredImage
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા આરોપીનું નામ મહેન્દ્રસિંગ રાજપુરોહિત છે. આરોપી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લા નો રહેવાસી છે.અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી બાપુનગર યોગેશ્વર પાર્ક સોસાયટ માં રહે છે.ઝડપી પૈસા કમાવવાની લાલચ અને પોતાના પર ચઢેલું દેવું પૂરું કરવાની લાહ્યમાં આરોપી મહેન્દ્રસિંગે વેપારી સાથે છેતરપિંડી આચરવાનો માસ્ટર પ્લાન બનાવી નાંખ્યો...જેમ આરોપી સફળ પણ થયો પરંતુ પોલીસથી  બચી ન શક્યો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો...

માત્ર ૧ લાખ રૂપિયાની સાચી ચલણી નોટો આપી હતી
ગુનાની વિગતવાર વાત કરવામાં આવે તો આરોપી મહેન્દ્રસિંગ રાજપુરોહિતે માણેકચોકના સોનાના વેપારીને છેતરવાનું નક્કી કર્યુ અને  સોનાંનો વેપારી બની ફોન કરી એક કિલો સોનું ખરીદી માટે બુક કરાવ્યું હતું...પરંતુ વેપારી પાસે માત્ર ૪૦૦ ગ્રામ સોનું હોવાના કારણે તેટલું જ આપ્યું હતું...જેની સામે આરોપી એ રોકડ રકમ જે ચૂકવી હતી જેની કિંમત કુલ ૩૦ લાખ થઈ હતી..જેમાં આરોપી એ માત્ર ૧ લાખ રૂપિયા ની સાચી ચલણી નોટો આપી હતી અને બાકી ૨૯ લાખની નકલી નોટો આપી હતી.

૧૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર 
વેપારી એ તમામ નોટો બંડલ ઓફિસ આવીને ગણતરી કરતા ૨૯ લાખ રૂપિયાની નક્લી નોટો હોવાનું માલુમ પડતાં ખાડિયા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી..જોકે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી પાસેથી  ૧૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ  સુરત મનપામાં હદ વિસ્તરણના અઢી વર્ષ થવા છતા નવા વિસ્તારોના કર્મીઓનું ભવિષ્ય અંધકારમય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadcheatingcurrencydealerfakeGoldgold-silverGujaratFirst