ભારતના આ શહેરમાં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ, મહારાષ્ટ્રના આ શહેરમાં સૌથી મોંઘુ
છેલ્લા ઘણા સમયથી દેશના લોકો મોંઘવારીન માર સહન કરી રહ્યા છે. ખાસ કરીને દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવે લોકોનું બજેટ બગાડ્યું છે. ત્યારે ભારતમાં એક એવું શહેર છે જ્યાં પેટ્રોલના ભાવ હજુ પણ રાહત આપે તેવા જ છે. ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ આ શહેરમાં અત્યારે વેચાઇ રહ્યું છે. આ શહેરમાં લગભગ 2 અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. આ શહેરનું નામ છે પોર્ટ બ્લેયર. અંદમાન દ્વિપà
Advertisement
છેલ્લા ઘણા સમયથી દેશના લોકો મોંઘવારીન માર સહન કરી રહ્યા છે. ખાસ કરીને દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવે લોકોનું બજેટ બગાડ્યું છે. ત્યારે ભારતમાં એક એવું શહેર છે જ્યાં પેટ્રોલના ભાવ હજુ પણ રાહત આપે તેવા જ છે. ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ આ શહેરમાં અત્યારે વેચાઇ રહ્યું છે. આ શહેરમાં લગભગ 2 અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. આ શહેરનું નામ છે પોર્ટ બ્લેયર.
અંદમાન દ્વિપની રાજધાની એવા પોર્ટ બ્લેયરમાં ભારતનું સૌથી સસ્તું પેટ્રોલ મળી રહ્યું છે. જેની કિંમત 91.45 રૂપિયા પ્રતિ લિટર છે. બીજી તરફ ભારતનું સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્રના પરભણીમાં વેચાઈ રહ્યું છે, જ્યાં તેની કિંમત 123.47 રૂપિયા પ્રતિ લિટર છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો સોમવારે ત્યાં એક લિટર પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા પ્રતિ લિટર છે.
અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
ડીઝલની કિંમત પર નજર કરીએ તો રાજધાની દિલ્હીમાં 96.67 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે મુંબઈમાં ડીઝલ 104.77 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 115.12 પ્રતિ લિટર પહોંચી છે, જ્યારે ડીઝલ 99.83 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલના પ્રતિ લીટર ભાવ અનુક્રમે 110.85 રૂપિયા અને 100.94 રૂપિયા છે.
સરકારે ભાવ વધારાનું કારણ શું આપ્યું?
કેન્દ્ર સરકારે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટાપાયે વધારાને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે. જો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના નીચા ભાવને કારણે ભારતમાં ઈંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. ભારતમાં માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, CNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે સામાન્ય લોકો માટે મોટી સમસ્યા બની ગયા છે, આવી સ્થિતિમાં સરકારે તેમના પરના ટેક્સમાં કોઈ ઘટાડો કરવાની જાહેરાત કરી નથી.