સસ્તુ સોનું પડ્યુ મોંધુ, તમિલનાડુનાં દંપત્તિ સસ્તુ સોનુ લેવા જતા ગુમાવ્યા 43 લાખ
કહેવત છે કે લાલચ બુરી બલા હે. પણ છતાંય અનેક લોકો લાલચમાં આવીને પૈસા ગુમાવી બેસતા હોય છે. તેવામાં સસ્તામાં સોનુ લેવાની લાલચ તમિલનાડુનાં દંપતિને મોંઘી પડી છે.ચેન્નઈમાં જાણીતી કંપનીમાં સીએ તરીકે ફરજ બજાવતાં યુવકની પત્ની સાથે આ લાખો રૂપિયાની છેતરપિંડી અમદાવાદમાં થતા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પોલીસે ત્રણ શખ્સો સામે આ મામલે છેતરપિંડી સહિતની કલમો હેઠળ àª
કહેવત છે કે લાલચ બુરી બલા હે. પણ છતાંય અનેક લોકો લાલચમાં આવીને પૈસા ગુમાવી બેસતા હોય છે. તેવામાં સસ્તામાં સોનુ લેવાની લાલચ તમિલનાડુનાં દંપતિને મોંઘી પડી છે.ચેન્નઈમાં જાણીતી કંપનીમાં સીએ તરીકે ફરજ બજાવતાં યુવકની પત્ની સાથે આ લાખો રૂપિયાની છેતરપિંડી અમદાવાદમાં થતા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પોલીસે ત્રણ શખ્સો સામે આ મામલે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ઝડપવાની તજવીજ હાથ ધરી છે.
તમિલનાડુના ચેન્નઈમાં રહેતાં કિરણ કોંડાવાલાસા શેલ ઇન્ડિયા માર્કેટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં સીએ તરીકે ફરજ બજાવે છે, 7 નવેમ્બર 2021 ના રોજ તેઓની પત્ની ભારતી પટનાયકે ફોન ઉપર યુટ્યૂબમાં ડિસ્કાઉન્ટમાં ગોલ્ડ ખરીદવા અંગે દિવાળી ઓફરનો વીડિયો જોયો હતો, જે વીડિયોમાં સિદ્ધાર્થ નામના વ્યક્તિનો નંબર હતો, જેથી ફરિયાદીની પત્નીએ તે નંબર ઉપર મેસેજ કરી વાતચીત કરી વાત કરતા સિદ્ધાર્થ મહેતા નામનાં વ્યક્તિએ બજાર કિંમત કરતા 10 ટકા સસ્તા ભાવે ગોલ્ડ વેચાણ આપવાનો વિશ્વાસ આપ્યો હતો અને વધારે જથ્થામાં ગોલ્ડ ખરીદો તો 15% ડિસ્કાઉન્ટ કરી આપીશું તે પ્રકારની લાલચ આપી હતી.
ફરિયાદીની પત્નીએ આ સોનું ક્યાંથી લાવો છો, તેવું પુછતાં સિદ્દાર્થે રિફાઇનરીમાં પાછળના દરવાજે સોનું કાઢી લઈએ છીએ, જેથી સસ્તામાં આપીયે છીએ તેવુ જણાવી અમદાવાદમાં ઓગણજ સર્કલ નજીક એસપી રિંગ રોડ મળવા બોલાવ્યા હતા..જેથી ફરિયાદી તેમજ તેમની પત્ની મળવા આવતા ગાડીમાં આવેલા બે શખ્સોએ તેઓને 100 ગ્રામ સોનાનું બિસ્કીટ આપ્યું હતું અને તે ૨૪ કેરેટ સોનાનું બિસ્કીટ છે, તેવું જણાવી તેની કિંમત 5 લાખ 10 હજાર છે, જેમાં 10% ડિસ્કાઉન્ટ કરીને 4 લાખ 70 હજારમાં આપવાની વાત કરી હતી..જોકે ફરિયાદીની પત્નીએ સોનું ખરીદી ચેન્નઈમાં જાણીતા શોરૂમમાં તે સોનાનુ બિસ્કીટ બતાવતા તે 24 કેરેટનું હોવાનું ખુલ્યું હતું.. જેથી કરીને ફરિયાદીની પત્નીએ તે બિસ્કીટ 4 લાખ 90 હજારમાં વેચી દીધું હતું..
જે બાદ ભારતી પટનાયકને લાલચ આવતા તેણે વધુ સોનાનો જથ્થો ખરીદવાનુ નકકી કર્યું હતું..જે માટે ફરિયાદીએ બજાજ ફાઇનાન્સમાંથી 18 લાખની પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડમાંથી ૧૮ લાખ 50 હજારની લોન, તેમજ શેર વેચીને ૪૨ લાખ રૂપિયા ભેગા કર્યા હતા.. જે બાદ કિરણ પટનાયક અને તેઓની પત્ની ચેન્નઈથી ફ્લાઇટમાં અમદાવાદ આવ્યા હતા, અને ઓગણજ પપાસે સિધ્ધાર્થ તેમજ રાજેશ મહેતાને મળવા ગયા હતા, આરોપીઓએ 1 કિલો સોનાનો ભાવ ૫૪ લાખ 20 હજાર જણાવી ૨૦ ટકા ડિસ્કાઉન્ટ કરીને 43 લાખ 34 હજારમાં સોદો કર્યો હતો..
કારમાં આવેલા બન્ને આરોપીઓએ એક વ્યક્તિને ફોન કરીને સોનુ લઈ આવવાનું કહેતા એક વ્યક્તિ એકટીવા લઈને ગાડી પાસે આવ્યો હતો અને પોતાની પાસેથી ૧૦૦ ગ્રામના 10 સોનાના બિસ્કિટ કાઢીને રાજેશ મહેતાને આપ્યા હતા, રાજેશ મહેતાએ આ બિસ્કીટ અસલમ નામના વ્યક્તિને સીજી રોડ પરની દુકાન પર જઈ ટેસ્ટ કરાવીને ફરિયાદી દંપતિેને આપવાનું જણાવી ત્યાંથી નિકળી ગયા હતા. જે બાદ એક્ટીવા ચાલક પણ રફુચક્કર થઈ જતા અને સિદ્ધાર્થ મહેતા નામનાં શખ્સે ફરિયાદીને ગોળ ગોળ ફેરવી અંતે ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું, જેથી કરીને તેઓને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું ધ્યાને આવતા આ સમગ્ર મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં સિદ્ધાર્થ મહેતા, રાજેશ મહેતા અને અસલમ નામનાં શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, આ સમગ્ર મામલે સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.
Advertisement