Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

7 વર્ષની ઉંમરે માતા ગુમાવી, 12માંથી 11 ચૂંટણીઓમાં જીત મેળવી, આવી રહી છે કોંગ્રેસના નવા બોસની સફર

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ પાર્ટીના નવા કેપ્ટન બન્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેને 7897 વોટ મળ્યા જ્યારે શશિ થરૂરને લગભગ એક હજાર વોટ મળ્યા. આ રીતે ખડગેએ થરૂરને લગભગ 8 ગણાથી વધુ મતોથી હરાવ્યા. મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ બનનાર બીજા દલિત નેતા બન્યા છે. અગાઉ 1971માં જગજીવન રામ કોંગ્રેસ
7 વર્ષની ઉંમરે માતા ગુમાવી  12માંથી 11 ચૂંટણીઓમાં જીત મેળવી  આવી રહી છે કોંગ્રેસના નવા બોસની સફર
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ પાર્ટીના નવા કેપ્ટન બન્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેને 7897 વોટ મળ્યા જ્યારે શશિ થરૂરને લગભગ એક હજાર વોટ મળ્યા. આ રીતે ખડગેએ થરૂરને લગભગ 8 ગણાથી વધુ મતોથી હરાવ્યા. મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ બનનાર બીજા દલિત નેતા બન્યા છે. અગાઉ 1971માં જગજીવન રામ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ખડગે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના હોવા છતાં, તેમની હિન્દી પર પકડ ખુબજ સુંદર છે.. મલ્લિકાર્જુન ખડગે સતત નવ વખત ધારાસભ્ય રહ્યા છે. એટલું જ નહીં 2014ની ચૂંટણીમાં મોદી લહેરમાં જ્યારે દિગ્ગજો હારતા હતા ત્યારે પણ ખડગેએ જીતનો ઝંડો લહેરાવ્યો હતો. જોકે તેઓ 2019માં લોકસભા ચૂંટણી હારી ગયા હતા.
પ્રેસ કોન્ફરન્સથી લઈને સંસદ સુધી ખડગે પોતાના શબ્દો મોટાભાગે હિન્દીમાં જ લોકો સમક્ષ મુકે છે. 21 જુલાઈ 1942ના રોજ જન્મેલા મલ્લિકાર્જુન ખડગે રાજકારણમાં જોડાતા પહેલા વકીલાતના વ્યવસાયમાં હતા. તેમનો જન્મ કર્ણાટકમાં એક ગરીબ પરિવારમાં થયો હતો.. તેમની એજ્યુકેશનલ ક્વોલિટીની વાત કરીએ તો તેમણે ગ્રેજ્યુએશન બાદ કાયદાનો અભ્યાસ કર્યો છે... મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના બીજા એવા વ્યક્તિ છે જેમણે કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળ્યું છે.આ પહેલા કર્ણાટકના એસ.નિજલિંગપ્પા કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે.
ગાંધી પરિવારના વફાદાર માનવામાં આવે છે
સતત 9 વખત ધારાસભ્ય બનેલા 80 વર્ષીય મલ્લિકાર્જુન ખડગે 50 વર્ષથી વધુ સમયથી રાજકારણમાં સક્રિય છે. તેમને ગાંધી-નેહરુના વફાદાર માનવામાં આવે છે અને તેમણે તાજેતરમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું છે. મલ્લિકાર્જુન ખડગે મહાદલિત સમુદાયમાંથી આવે છે. તેઓ પહેલા માત્ર વકીલાત કરતા હતા. કોંગ્રેસમાં જોડાતા પહેલા ખડગે ડો.બાબાસાહેબ આંબેડકરથી પ્રેરિત હતા..અને  રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયામાંમાં જોડાયા હતા.
વિદ્યાર્થી સંઘના નેતા તરીકે કરિયર શરૂ કરી 
ખડગેએ પોતાની રાજકીય કારકિર્દી વિદ્યાર્થી સંઘના નેતા તરીકે શરૂ કરી હતી. તેઓ સરકારી કોલેજ ગુલબર્ગામાં સ્ટુડન્ટ્સ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. 1969માં તેઓ MSK મિલ્સ એમ્પ્લોઈઝ યુનિયનના કાનૂની સલાહકાર બન્યા. તેઓ યુનાઈટેડ મઝદૂર સંઘના પ્રભાવશાળી નેતા પણ હતા અને કામદારોના અધિકારો માટે લડતા અનેક ચળવળોનું નેતૃત્વ કર્યું હતું. 1969 માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને ગુલબર્ગ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા.
ખડગે સતત નવ વખત ધારાસભ્ય રહ્યા છે
ખડગે સૌપ્રથમ 1972માં કર્ણાટક રાજ્યની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને ગુરમિતકલ મતવિસ્તારમાંથી જીત્યા હતા. 1976માં તેઓ પ્રાથમિક શિક્ષણ રાજ્ય મંત્રી તરીકે નિયુક્ત થયા. 1978માં તેઓ બીજી વખત ગુરમિતકલ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજના રાજ્ય મંત્રી તરીકે નિયુક્ત થયા. 1980માં તેઓ ગુંડુ રાવ કેબિનેટમાં મહેસૂલ મંત્રી બન્યા. 1983માં તેઓ ગુરમિતકલથી ત્રીજી વખત કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયા હતા. 1985માં તેઓ ગુરમિતકલથી ચોથી વખત કર્ણાટક વિધાનસભામાં જીત્યા અને કર્ણાટક વિધાનસભામાં વિરોધ પક્ષના ઉપનેતા તરીકે નિયુક્ત થયા. 1989માં તેઓ ગુરમિતકલમાંથી પાંચમી વખત જીતવામાં પણ સફળ રહ્યા. એ જ રીતે ચૂંટણીઓ જીતતા 2004માં ખડગેએ સતત આઠમી વખત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. 2005માં તેમની કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 2008માં તેઓ સતત નવમી વખત ચિતાપુરથી વિધાનસભામાં ચૂંટાયા હતા. ખડગેને 2008માં બીજી વખત વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2009માં ખડગેએ ગુલબર્ગા સંસદીય મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી લડી હતી અને સતત દસમી ચૂંટણી જીતી હતી.
મોદી લહેરમાં પણ ખડગે હાર્યા નહોતા
મોદી લહેર હોવા છતાં, ખડગે 2014ની લોકસભા ચૂંટણીમાં ગુલબર્ગા સંસદીય બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. તેમણે તેમના નજીકના ભાજપના હરીફને 13,404 મતોથી હરાવ્યા હતા. જૂનમાં તેમને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે ખડગે 2019માં જીતી શક્યા ન હતા અને ભાજપના ઉમેદવાર જી. માધવ સામે લગભગ 95 હજાર મતોથી હારી ગયા હતા. આ પછી 12 જૂન 2020ના રોજ ખડગે કર્ણાટકમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા. ખડગેને ફેબ્રુઆરી 2021માં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે યુપીએ સરકારમાં શ્રમ અને રોજગાર તેમજ સામાજિક ન્યાય અને સશક્તિકરણના વિભાગો સંભાળ્યા છે.
ખડગેએ 7 વર્ષની ઉંમરે તેમની માતા ગુમાવી હતી
મલ્લિકાર્જુન ખડગેએ 7 વર્ષની ઉંમરે તેમની માતા અને પરિવારના કેટલાક સભ્યોને ગુમાવ્યા હતા. સાંપ્રદાયિક તણાવને કારણે તેમને તેમનું જન્મસ્થળ છોડીને પડોશી જિલ્લા કલબુર્ગીમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. જે પહેલા ગુલબર્ગા તરીકે ઓળખાતું હતું. તેમણે પોતાના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા સિનેમા થિયેટરમાં નોકરી પણ કરી.તેઓ છેલ્લી 12 ચૂંટણીમાં 11 વખત જીત્યા છે. તેઓ ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા.તેમને 6 ભાષાઓનું જ્ઞાન છે. ખડગેએ 13 મે 1968ના રોજ રાધાબાઈ સાથે લગ્ન કર્યા હતા..અને તેમને બે પુત્રી અને ત્રણ પુત્રો છે.
Advertisement
Tags :
Advertisement

.