Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નાગાલેન્ડના મોન જિલ્લામાં નાગરકોની હત્યા મામલે સેનાના 30 જવાનો સામે ચાર્જશીટ દાખલ

નાગાલેન્ડના મોન જિલ્લાની અંદર સેનાના ગોળીબારમાં થયેલા નાગરિકોના મોતની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની ચાર્જશીટમાં સેનાના સ્પેશિયલ ફોર્સના ત્રીસ જવાનોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ મામલે નાગાલેન્ડ પોલીસ દ્વારા રક્ષા મંત્રાલયને ઔપચારિક પત્ર મોકલવામાં આવ્યો છે. એસઆઈટીની તપાસમાં એવો સંકેત મળ્યો છે કે પેરા સ્પેશિયલ ફોર્સના 21 સૈનિકોએ એમ્બ્યુશ દરમિયાન એસઓપીનà«
નાગાલેન્ડના મોન જિલ્લામાં નાગરકોની હત્યા મામલે સેનાના 30 જવાનો સામે ચાર્જશીટ દાખલ
નાગાલેન્ડના મોન જિલ્લાની અંદર સેનાના ગોળીબારમાં થયેલા નાગરિકોના મોતની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની ચાર્જશીટમાં સેનાના સ્પેશિયલ ફોર્સના ત્રીસ જવાનોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ મામલે નાગાલેન્ડ પોલીસ દ્વારા રક્ષા મંત્રાલયને ઔપચારિક પત્ર મોકલવામાં આવ્યો છે. એસઆઈટીની તપાસમાં એવો સંકેત મળ્યો છે કે પેરા સ્પેશિયલ ફોર્સના 21 સૈનિકોએ એમ્બ્યુશ દરમિયાન એસઓપીનું પાલન નહોતું કર્યું. સૈનિકો દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં છ નાગરિકોના તત્કાલ મોત થયા હતા, જ્યારે બે નાગરિકોના સારવાર દરમિયાન મોત થયા હતા. 
નાગાલેન્ડ સરકારે ચાર્જશીટમાં સામેલ જવાનો સામે કાર્યવાહી કરવા માટે કેન્દ્ર પાસે મંજૂરી માંગી છે. સાથે જ રાજ્ય પોલીસે પણ સંરક્ષણ મંત્રાલયને પત્ર મોકલીને કાર્યવાહી માટે મંજૂરી માંગી છે. ઉલ્લેખનીય છે કે નાગાલેન્ડના મોન જિલ્લાના ઓટીંગ ગામમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં ગોળીબારની ઘટનામાં 14 લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ રાજ્યમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સેનાએ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબારની પ્રથમ ઘટના કદાચ ખોટી ઓળખનો મામલો છે.
નાગાલેન્ડના સીએમએ આ મુદ્દે શું કહ્યું?
આ મુદ્દે નાગાલેન્ડના મુખ્ય પ્રધાન નેફિયુ રિયોએ થોડા સમય પહેલા કહ્યું હતું કે ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યમાં સેનાના પેરા-કમાન્ડો દ્વારા 14 નાગરિકોની કથિત હત્યાની તપાસ માટે રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (SIT)ના પરિણામો કેન્દ્ર સરકાર ગુનેગારો સામે કાર્યવાહી કરવાની પરવાનગી આપશે ત્યારબાદ જાહેર કરી શકાશે. તેમણે મૃતકોના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાંથી AFSPA કાયદો સંપૂર્ણપણે હટાવવો જોઈએ.
તપાસ દરમિયાન ઘણા સબુત મળ્યા
નાગાલેન્ડના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ટી જોન લોંગકુમારે કહ્યું કે આ મામલે તપાસ દરમિયાન વિવિધ અધિકારીઓ અને સૂત્રો પાસેથી મહત્વપૂર્ણ દસ્તાવેજો, સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ગુવાહાટી, હૈદરાબાદ અને ચંદીગઢના વૈજ્ઞાનિક અભિપ્રાય અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ટેકનિકલ પુરાવા સહિત ઘણા બધા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા.
પેરા સ્પેશિયલ ફોર્સના 30 સભ્યો સામે ચાર્જશીટ
ડીજીપીએ કહ્યું કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને જિલ્લાના મદદનીશ સરકારી વકીલ દ્વારા 30 મે, 2022ના રોજ સોમની જિલ્લા અને સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આઈપીસીની વિવિધ કલમો હેઠળ એક મેજર, બે સુબેદાર, આઠ હવાલદાર, ચાર નાઈક, છ લાન્સ નાઈક અને નવ પેરાટ્રોપર્સ સહિત 21 પેરા સ્પેશિયલ ફોર્સની ઓપરેશન ટીમના 30 સભ્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
'કાયદેસરની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ'
ડીજીપીએ કહ્યું કે ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) દ્વારા કાર્યવાહીની મંજૂરી માંગતો રિપોર્ટ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં અને ફરીથી મે મહિનામાં સૈન્ય બાબતોના વિભાગને મોકલવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કાર્યવાહીની મંજૂરીની હજુ રાહ જોવાઈ રહી છે. જ્યાં સુધી 30 આરોપીઓ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં ન આવે ત્યાં સુધીમાં તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.