Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આખા આસામમાંથી AFSPA હટાવી દેવામાં આવશે: ગૃહમંત્રી અમિત શાહ

આસામ પ્રવાસના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) ગુવાહાટીમાં કહ્યું કે આખા આસામમાંથી AFSPA હટાવી દેવામાં આવશે. મોદી સરકારના આઠ વર્ષમાં રાજ્યના 60 ટકા 23 જિલ્લાઓમાંથી AFSPA દૂર કરવામાં આવ્યો છે.અમિત શાહે આસામ પોલીસની પ્રશંસા કરતા કહ્યું કે તેણે પોતાની બંધારણીય જવાબદારી પૂરી કરવા માટે ગોળીનો જવાબ ગોળીથી આપ્યો છે. જે બાદ રાજ્યના યુવાનોને સમજાવવામાં આવ્યા હતા. આતંકવાદીઓ સાથે à
આખા આસામમાંથી afspa હટાવી દેવામાં આવશે  ગૃહમંત્રી અમિત શાહ
આસામ પ્રવાસના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) ગુવાહાટીમાં કહ્યું કે આખા આસામમાંથી AFSPA હટાવી દેવામાં આવશે. મોદી સરકારના આઠ વર્ષમાં રાજ્યના 60 ટકા 23 જિલ્લાઓમાંથી AFSPA દૂર કરવામાં આવ્યો છે.
અમિત શાહે આસામ પોલીસની પ્રશંસા કરતા કહ્યું કે તેણે પોતાની બંધારણીય જવાબદારી પૂરી કરવા માટે ગોળીનો જવાબ ગોળીથી આપ્યો છે. જે બાદ રાજ્યના યુવાનોને સમજાવવામાં આવ્યા હતા. આતંકવાદીઓ સાથે શાંતિ કરાર કરવામાં આવી રહ્યા છે. ગૃહમંત્રીએ કહ્યું કે આસામમાં 1990માં સ્પેશિયલ આર્મ્ડ ફોર્સિસ એક્ટ (AFSPA) લાગુ કરવામાં આવ્યો હતો. જે બાદ તેને 7 વખત લંબાવવામાં આવ્યો હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના આઠ વર્ષના શાસન દરમિયાન અમે આસામને AFSPA મુક્ત રાજ્ય બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.
હાલમાં ઉગ્રવાદ સામેના આ કડક કાયદાને 60 ટકામાંથી હટાવી દેવામાં આવ્યો છે. શાહે કહ્યું કે વિદ્રોહી જૂથો સાથે સતત એક પછી એક કરાર કરવામાં આવી રહ્યા છે. ગેરમાર્ગે દોરાયેલા યુવાનો મુખ્ય પ્રવાહમાં પાછા ફરી રહ્યા છે. 70 વર્ષ જૂના વિવાદને ઉકેલવા માટે પડોશી રાજ્યો સાથે ચર્ચા ચાલી રહી છે. 
એપ્રિલ માસમાં  કેન્દ્ર સરકારે આસામના 23 જિલ્લાઓમાંથી અને આંશિક રીતે એક સબ-ડિવિઝનમાંથી AFSPAને સંપૂર્ણપણે દૂર કરવા માટે એક સૂચના બહાર પાડી હતી. આસામના નવ જિલ્લાઓમાં AFSPA અમલમાં રહેશે - તિનસુકિયા, ડિબ્રુગઢ, ચરાઈદેવ, શિવસાગર, જોરહાટ, ગોલાઘાટ, કારબી  આંગલોંગ, પશ્ચિમ કારબી આંગલોંગ, દિમા હસાઓ અને કચર જિલ્લાના લખીમપુર સબ-ડિવિઝનમાં AFSPA  અમલ રહેશે. 
પૂર્વોત્તરના મોટા ભાગોમાંથી આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) દૂર કરવાના કેન્દ્રના નિર્ણય પછી કાયદો હવે માત્ર 31 જિલ્લામાં અને આંશિક રીતે 12 જિલ્લામાં સંપૂર્ણ રીતે લાગુ  છે. આ જિલ્લાઓને 1 એપ્રિલથી છ મહિના માટે અશાંત  જાહેર કરવામાં આવ્યા છે. આસામ, નાગાલેન્ડ, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં 90 જિલ્લા છે.
 
AFSPA શું છે
AFSPA હેઠળ કોઈ પણ વિસ્તારમાં સશસ્ત્ર દળોને કોઈ ઘટનાને કાબૂમાં લેવા માટે વિશેષ સત્તાઓ હોય છે.  તેમના દ્વારા લેવાયેલા પગલાં કાયદાકીય જવાબદારીથી મુક્ત હોય છે. તેને 2018માં મેઘાલય, 2015માં ત્રિપુરા અને 1980માં મિઝોરમમાંથી સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહે ગુરુવારે પૂર્વોત્તરમાં AFSPA હેઠળ જાહેર કરાયેલા 'અશાંત વિસ્તારો'ની સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.