Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાન સિકરના પ્રખ્યાત ખાટુશ્યામ મંદિરમાં અફરાતફરી- ત્રણના મોત, અનેક ઘાયલ

રાજસ્થાનના પ્રખ્યાત ખાટુશ્યામજીના માસિક મેળામાં આજે સવારે અવ્યવસ્થાના કારણે નાસભાગ મચી ગઈ હતી. ભીડ એટલી વધુ હતી કે અફરાતફરી થતા સીકર જિલ્લામાં સ્થિત આ મંદિરમાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અનેક લોકો ભાગદોડમાં ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  હાલમાં દેશભરમાં તહેવારોના સિઝન છે પવિત્ર શ્રાવણ માસમાં અનેક મંદà
રાજસ્થાન સિકરના પ્રખ્યાત ખાટુશ્યામ મંદિરમાં અફરાતફરી  ત્રણના મોત  અનેક ઘાયલ
રાજસ્થાનના પ્રખ્યાત ખાટુશ્યામજીના માસિક મેળામાં આજે સવારે અવ્યવસ્થાના કારણે નાસભાગ મચી ગઈ હતી. ભીડ એટલી વધુ હતી કે અફરાતફરી થતા સીકર જિલ્લામાં સ્થિત આ મંદિરમાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અનેક લોકો ભાગદોડમાં ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  હાલમાં દેશભરમાં તહેવારોના સિઝન છે પવિત્ર શ્રાવણ માસમાં અનેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ રહે છે. આ તમામ લોકો માટે ચેતવણી સમાન કિસ્સો છે. તમામ ધાર્મિક પ્રસાશન અને સ્થાનિત તંત્ર અને આવનાર દર્શનાર્થીઓ પણ તમામ સુરક્ષા કર્મીઓને સાથ સહકાર આપવો તેમજ યોગય વ્યવસ્થા જાળવી જોઇએ. ખોટી ઉતાવળ અને ભીડભાડના કારણે આ અક્માત નોંધાયો છે. આપહેલાં પણ રાજસ્થાનનો પ્રખ્યાત જોધપુરના કિલ્લામાં આવો જ અક્માત થયો હતો ત્યારે પણ અનેક ભક્તોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 
મંદિર વિસ્તાર નાનો હોવાને કારણે અને દર્શનની પૂરતી સુવિધાના અભાવે અકસ્માત
એવું કહેવામાં આવ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે સવારે મંદિરનો પ્રવેશદ્વાર ખૂલતાની સાથે જ દર્શનાર્થીઓમાં  નાસભાગ મચી ગઈ હતી. હાલ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર અકસ્માતનો તાગ મેળવી રહ્યાં છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોરોના કાળ પછી હવે ખાટુશ્યામમાં દર મહિને યોજાતા માસિક મેળામાં ભક્તોની સંખ્યા લાખોમાં રહી છે. પરંતુ મંદિરનો વિસ્તાર નાનો હોવાને કારણે અને દર્શનની પૂરતી સુવિધાના અભાવે અહીં દરરોજ છૂટાછવાયા અકસ્માતો થતા રહે છે. 



ભારે ભીડ ધક્કામુક્કી અને દબાણને કારણે નાસભાગ મચી 
સાથે જ  ન્યૂઝ એજન્સી ANIએ પણ ઘટનાસ્થળની કેટલીક તસવીરો શેર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધું ત્યારે થયું જ્યારે સોમવારે સવારે 5 વાગ્યે મંદિરનો પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડના વધી હતી અને ભારે ધક્કામુક્કી અને દબાણને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન અનેક મહિલા અને પુરૂષ ભક્તો નીચે પડી ગયા હતા અને તેમને ઉઠવાનો મોકો મળ્યો નહોતો.  અજારકતા એટલ હતી કે સ્થળ પર ચગદાઇ જવાથી  ત્રણ મહિલાઓના મોત થયા હતા.
સુરક્ષા વ્યવસ્થામાં રોકાયેલા કર્મચારીઓએ મોરચો સંભાળ્યો 
આ ઘટના બનતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્રણના મોત ઉપરાંત અન્ય ઘણા લોકો પડી જવાથી ઘાયલ પણ થયા છે. સુરક્ષા વ્યવસ્થામાં રોકાયેલા કર્મચારીઓએ મોરચો સંભાળ્યો અને ઘાયલોને હોસ્પિટલમાં રિફર કર્યા છે. માહિતી મળતા જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મૃતક મહિલામાંથી એકની ઓળખ થઈ ગઈ છે. જ્યારે અન્ય લોકોની સારવાર ચાલુ છે. સાથે જ  સ્થાનિક પોલીસે પણ સમગ્ર ઘટનાક્રમ અને હોનારતના કારણો જાણવાની કોશિશ કરાઇ રહી છે.આ પહેલાં પણ અહીં ભીડઆડનાા કારણે ઘણીવાર અફરા તફરીનો માહોલ સર્જાય છે.  આ વખતે સર્જાયેલી આ હોનારતથી તંત્ર સફાળું જાગ્યું છે.  સાથે જ આ કેસ સંબંધે આગળની  કાર્યવાહી ચાલુ છે. 
Tags :
Advertisement

.