Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હર હર નર્મદે, હર હર મહાદેવના નારા સાથે કાવડયાત્રીઓએ નર્મદા નદીમાં લગાવી ડૂબકી

ભારતીય સંસ્કૃતિમાં તહેવારો સાથે ધાર્મિક ઉત્સવનું પણ મહત્વ રહેલું છે. ત્યારે શ્રાવણ માસ શિવજીનો પવિત્ર માસ માનવામાં આવે છે અને આ મહિનામાં શિવજીની આરાધનાનો અનેરો મહિમા હોય છે. પવિત્ર નદીઓનું જળ કાવડમાં લઈ કાવડ યાત્રીઓ પવિત્ર જળથી શિવજીને જળા અભિષેક કરાવી શ્રાવણ માસમાં શિવજીની કૃપાદ્રષ્ટિ મેળવવાના પ્રયાસો કરતા હોય છે. ત્યારે ભરૂચનો દશાશ્વમેઘ ઘાટ સુરતના કાવડ યાત્રીઓથી ઉભરાઈ ઉ
હર હર નર્મદે  હર હર મહાદેવના નારા સાથે કાવડયાત્રીઓએ નર્મદા નદીમાં લગાવી ડૂબકી
ભારતીય સંસ્કૃતિમાં તહેવારો સાથે ધાર્મિક ઉત્સવનું પણ મહત્વ રહેલું છે. ત્યારે શ્રાવણ માસ શિવજીનો પવિત્ર માસ માનવામાં આવે છે અને આ મહિનામાં શિવજીની આરાધનાનો અનેરો મહિમા હોય છે. પવિત્ર નદીઓનું જળ કાવડમાં લઈ કાવડ યાત્રીઓ પવિત્ર જળથી શિવજીને જળા અભિષેક કરાવી શ્રાવણ માસમાં શિવજીની કૃપાદ્રષ્ટિ મેળવવાના પ્રયાસો કરતા હોય છે. ત્યારે ભરૂચનો દશાશ્વમેઘ ઘાટ સુરતના કાવડ યાત્રીઓથી ઉભરાઈ ઉઠ્યો હતો.
સુરત ખાતેથી વિશાલ આદર્શ કાવડ પદયાત્રા છેલ્લા 32 વર્ષથી દર શ્રાવણ માસમાં આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રથમ કાવડ યાત્રા યોજવામાં આવી હતી જેમાં સુરતથી મોટી માત્રામાં કાવડ યાત્રીઓ ભરૂચની પવિત્ર ભૂમિ દશાશ્વમેઘ ઘાટ કે જે બલિરાજાની પવિત્ર ભૂમિ માનવામાં આવે છે અને આ ઘાટ ઉપર હજારો કાવડ યાત્રીઓએ નર્મદા નદીના પવિત્ર જળમાં હર હર નર્મદે અને હર હર મહાદેવના નારા સાથે નર્મદા સ્નાનની ડૂબકી મારી ધન્યતા અનુભવી હતી. સાથે જ કાવડ એટલે કે (તાંબાના લોટા) માં નર્મદા નદીનું પવિત્ર જળ લઈ નર્મદા નદીના ઘાટ ઉપર સમૂહમાં મોટી માત્રામાં કાવડ યાત્રીઓએ શિવજીની આરાધના સાથે આરતી પૂજા અર્ચના કરી પોતાની કાવડ યાત્રાને નર્મદા નદીના ઘાટથી પ્રસ્થાન કરાવી સુરત તરફ રવાના થયા હતા.
મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ નર્મદા નદીના કાંઠેથી જાહેર માર્ગો ઉપરથી પસાર થતા ભક્તો પણ હર હર મહાદેવના નારાથી કાવડ યાત્રીઓને પ્રોત્સાહન આપી રહ્યા હતા. ભરૂચના જાહેર માર્ગો ઉપરથી કાવડ યાત્રીઓ હર હર મહાદેવના નારા સાથે નીકળતા ભરૂચ પણ ભક્તિમય મહોલમાં રંગાયું હતું. કાવડમાં રહેલા નર્મદા નદીના પવિત્ર જળથી શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે હરીનગર ઉધના સુરતના શિવજી મંદિરે શિવજીને પવિત્ર નર્મદા નદીના જળથી જળાઅભિષેક કરી કાવડ યાત્રાનું સમાપન કરવામાં આવશે. જ્યારે હજુ એક કાવડ યાત્રા આગામી 01/08/2022ના રોજ યોજાવાની છે. જ્યારે અંતિમ કાવડ યાત્રા 06/08/2022ના રોજ યોજવામાં આવવાની છે. આમ વિવિધ જિલ્લાઓમાંથી હજારો કાવડ યાત્રીઓ ભરૂચની પવિત્ર નર્મદા નદીનું જળ લઈ કાવડ યાત્રાના ભાગરૂપે નીકળી શિવજીને જળાઅભિષેક કરી શ્રાવણ માસમાં ભગવાન શિવજીની કૃપાદ્રષ્ટિ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.