Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વારંવાર રંગ બદલતા ઈટાલિયા, ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કર્યા બાદ હવે મંદિરોના લગાવી રહ્યા છે ચક્કર

આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Assembly Election) યોજાવાની છે. જેને લઇને ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી (AAP) પાર્ટી જનતાને પોતાની તરફ ખેંચવાનો પૂરજોર પ્રયત્ન કરી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો તેના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સતત વિવાદોમાં ફસાતા જોવા મળી રહ્યા છે. તેમના બેક ટૂ બેક વિડીયો સામે આવી રહ્યા છે, જેમા તે ક્યારેક વડાપ્રધાનશ્રી મોદીના માતàª
વારંવાર રંગ બદલતા ઈટાલિયા  ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કર્યા બાદ હવે મંદિરોના લગાવી રહ્યા છે ચક્કર
આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Assembly Election) યોજાવાની છે. જેને લઇને ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી (AAP) પાર્ટી જનતાને પોતાની તરફ ખેંચવાનો પૂરજોર પ્રયત્ન કરી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો તેના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સતત વિવાદોમાં ફસાતા જોવા મળી રહ્યા છે. તેમના બેક ટૂ બેક વિડીયો સામે આવી રહ્યા છે, જેમા તે ક્યારેક વડાપ્રધાનશ્રી મોદીના માતાશ્રી હીરાબા વિશે અપશબ્દો બોલતા તો ક્યારેક ધર્મને લઇને ખરાબ બોલતા જોવા મળે છે.
ઈટાલિયાએ ધર્મને ભોગ-વિલાસ સાથે સરખાવ્યું
ગોપાલ ઈટાલિયા અને વિવાદ એકબીજાન પ્રયાય હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે તે પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સતત વિવાદોમાં ઘેરાઈ રહ્યા છે. તાજેતરમાં તેમનો એક વિડીયો સામે આવ્યો છે જેમા તેઓ કહે છે કે, ધર્મ કે જેમા કોઇ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, તેનાથી માનવનું કલ્યાણ થવાની સંભાવનાઓ હવે ખતમ થઇ ગઇ છે. 2018 ના સંદર્ભમાં વાત કરતા તેમણે કહ્યું કે, ધર્મ એટલે વેપાર, ધર્મ એટલે સત્તા, ધર્મ એટલે વૈભવ, ધર્મ એટલે ભોગ-વિલાસ અને ધર્મ એટલે માણસને પછાત બનાવી રાખવાની ઋઢિચુસ્ત પ્રવૃત્તિથી વિશેષ હવે કઇ વધ્યું હોય તેવું લાગતું નથી. ધર્મ માણસના કલ્યાણ માટે નથી. ધર્મ જે છે તે ભોગ-વિલાસ માટે છે. ધર્મ સત્તા માટે છે. ધર્મ વૈભવ માટે છે. મારા કે તમારા માટે નથી. 
ક્યારેક PM મોદીના માતાશ્રી હીરાબા વિશે અપશબ્દો
એવું નથી કે ગોપાલ ઈટાલિયાનો આવો પહેલો વિડીયો વાયરલ થયો હોય. આ પહેલા પણ તેમના ઘણા વિડીયો વાયરલ થઇ ચુક્યા છે, જેમા તેઓ અપશબ્દો બોલતા જોવા મળી જાય છે. આ પહેલા તેમણે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માતાશ્રી હીરાબા વિશે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેમણે રાજનીતિમાં ક્યારે પણ દખલગીરી કરી નથી. 
હાથીના દાત દેખાડવાના અને ચાવવાના અલગ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાજપની ભાષાને લઇને ઘણીવાર ટિપ્પણી કરતા હોય છે કે આ લોકોની ભાષા તુ જુઓ. શું આ લોકો જે બોલે છે તેવા શબ્દોનો ઉલ્લેખ કરી શકાય. ત્યારે હવે તેમના જ એક નેતા કે જેઓ ન તો મહિલાઓ વિશે ન તો ધર્મ વિશે અને આ બધાથી વધારે વડાપ્રધાન મોદીના માતાશ્રી હીરાબા વિશે અપશબ્દોનો પ્રયોગ કરે છે. સવાલ ઉભો થાય છે કે, શું અરવિંદ કેજરીવાલ તેમના નેતા વિશે મંચ પરથી કઇ કહેશે, કે પછી હાથીના દાત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ જેવું જોવા મળશે. 
શું રોજ અપશબ્દો બોલતા ઈટાલિયાને રાજ્યની જનતા આવકારશે?
વિડીયોમાં આમ આદમી પાર્ટીના (AAP) નેતા ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia) હિંદુ સંસ્કૃતિ અને ધર્મગુરૂઓ માટે અપશબ્દો કહ્યા છે. હિંદુઓની આસ્થા પર પ્રહાર કર્યાં છે ત્યારે સવાલ થઈ રહ્યાં છે કે, રોજ ઝેર ઓકતા ઈટાલિયા સામે કેમ મૌન છે કેજરીવાલ? અસંસ્કારી નેતાઓને ગુજરાતના મતદારો કેવી રીતે આવકારશે? AAP નેતાના આવા નિવેદનો પર ભાજપના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.