Chandrayaan 3 : ISROના વૈજ્ઞાનિકોને સંબોધતા ભાવુક થયા PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi) શનિવારે વહેલી સવારે બેંગલુરુ પહોંચ્યા હતા. તેઓ ઇસરો (ISRO) ખાતે પહોંચી ઇસરોના વૈજ્ઞાનિકોને મળીને ચંદ્રયાનની અભૂતપુર્વ સિદ્ધિ અંગે અભિનંદન આપ્યા હતા. વૈજ્ઞાનિકોને મળીને વડાપ્રધાન ભાવુક થયા હતા તેમણે કહ્યું, તમે દેશને જે ઊંચાઈ પર લઈ ગયા...
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi) શનિવારે વહેલી સવારે બેંગલુરુ પહોંચ્યા હતા. તેઓ ઇસરો (ISRO) ખાતે પહોંચી ઇસરોના વૈજ્ઞાનિકોને મળીને ચંદ્રયાનની અભૂતપુર્વ સિદ્ધિ અંગે અભિનંદન આપ્યા હતા. વૈજ્ઞાનિકોને મળીને વડાપ્રધાન ભાવુક થયા હતા તેમણે કહ્યું, તમે દેશને જે ઊંચાઈ પર લઈ ગયા છો તે સામાન્ય નથી. અમે ત્યાં પહોંચ્યા જ્યાં કોઈ પહોંચ્યું નથી. અમે તે કર્યું જે ક્યારેય કોઈએ કર્યું ન હતું. આ આજનો ભારત છે. નિર્ભય અને લડાયક ભારત. આ ભારત છે, જે નવું વિચારે છે. નવી રીતો વિચારે છે. ડાર્ક ઝોનમાં જઈને તે દુનિયામાં પ્રકાશનું કિરણ ફેલાવે છે. 21મી સદીમાં વિશ્વની સૌથી મોટી સમસ્યાઓનું સમાધાન કરશે.
Advertisement
Advertisement