Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તારંગા હિલ, આબુ અને અંબાજીને રેલ નેટવર્ક સાથે જોડવાની કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

દેશમાં રેલ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે આજે તારંગા હિલ, આબુ અને યાત્રાધામ અંબાજીને રેલ નેટવર્ક સાથે જોડવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આજે કેન્દ્રીય કેબિનેટે કનેક્ટિવિટી પ્રદાન કરવા અને ગતિશીલતા સુધારવા માટે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનના પ્રસ્તાવને મંજૂરી આપી છે. અનુર
11:33 AM Jul 13, 2022 IST | Vipul Pandya
દેશમાં રેલ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે આજે તારંગા હિલ, આબુ અને યાત્રાધામ અંબાજીને રેલ નેટવર્ક સાથે જોડવાની મંજૂરી આપી છે. 
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આજે કેન્દ્રીય કેબિનેટે કનેક્ટિવિટી પ્રદાન કરવા અને ગતિશીલતા સુધારવા માટે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનના પ્રસ્તાવને મંજૂરી આપી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 2798.16 કરોડ થશે, જે 2026-27 સુધીમાં પૂર્ણ થશે.
 તારંગા હિલ-અંબાજી-આબુ રોડને રેલ નેટવર્ક સાથે જોડવાની સરકારની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે આ રેલ નેટવર્કને જોડવાનું કામ શરૂ કરવામાં આવશે. આ રેલ નેટવર્ક શરૂ થવાથી ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને તેનાથી ઘણી સુવિધા મળશે.
આ ઉપરાંત, કેન્દ્રીય કેબિનેટે વડોદરા સ્થિત રેલ્વે સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે. અહીં રેલ્વેને લગતી તાલીમ આપવામાં આવે છે. આ રેલ્વે સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો આપવાની સાથે તેનું નામ પણ બદલવામાં આવ્યું છે. યુનિવર્સિટીનો દરજ્જો મળ્યા બાદ તેનું નામ 'ગતિ શક્તિ યુનિવર્સિટી' રાખવામાં આવ્યું છે.
Tags :
AbuAmbajiCentralCabinetGujaratFirstRailNetworkTarangaHill
Next Article