અબુ ઈબ્રાહીમના મોત બાદ અબુ અલ હસન બન્યો ISISનો નવો વડો
અબુ અલ-બકર બગદાદીના મૃત્યુ બાદ અબુ ઈબ્રાહિમને સંગઠનનો નવો નેતા બનાવવામાં આવ્યો હતો. ISISએ હવે અબુ અલ-હસન અલ-હાશ્મી અલ-કુરૈશીને તેના નવા નેતા તરીકે જાહેર કર્યો છે. ખતરનાક આતંકવાદી સંગઠન ISISના નેતા અબુ ઇબ્રાહિમ અલ-હાશ્મી અલ-કુરૈશી અને તેના પ્રવક્તા અબુ હમઝા અલ-કુરેશી માર્યો ગયો છે. ISISએ ગુરુવારે બંનેના મોતની પુષ્ટિ કરી હતી. ફેબ્રુઆરીમાં સીરિયામાં યુએસ સ્પેશિયલ ફોર્સ દ્વારા તેની હત્યા àª
અબુ અલ-બકર બગદાદીના મૃત્યુ બાદ અબુ ઈબ્રાહિમને સંગઠનનો નવો નેતા બનાવવામાં આવ્યો હતો. ISISએ હવે અબુ અલ-હસન અલ-હાશ્મી અલ-કુરૈશીને તેના નવા નેતા તરીકે જાહેર કર્યો છે.
ખતરનાક આતંકવાદી સંગઠન ISISના નેતા અબુ ઇબ્રાહિમ અલ-હાશ્મી અલ-કુરૈશી અને તેના પ્રવક્તા અબુ હમઝા અલ-કુરેશી માર્યો ગયો છે. ISISએ ગુરુવારે બંનેના મોતની પુષ્ટિ કરી હતી. ફેબ્રુઆરીમાં સીરિયામાં યુએસ સ્પેશિયલ ફોર્સ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી.
અબુ અલ-બકર બગદાદીના મૃત્યુ બાદ અબુ ઈબ્રાહિમને સંગઠનનો નવો નેતા બનાવવામાં આવ્યો હતો. ISISએ હવે અબુ અલ-હસન અલ-હાશ્મી અલ-કુરૈશીને તેના નવા વડા તરીકે જાહેર કર્યો છે. અબુ ઇબ્રાહિમનું મોત ISIS માટે વધુ એક ફટકો છે. જ્યારે યુએસએ ફેબ્રુઆરીમાં તેના મૃત્યુનો દાવો કર્યો હતો, ત્યારે આ આતંકવાદી સંગઠને તેનો ઇનકાર કર્યો હતો. ગુરુવારે ISISના પ્રવક્તા અબુ ઉમર અલ-મુજાહિરે નિવેદનમાં સમાચારની પુષ્ટિ કરી. તેણે કહ્યું કે અબુ ઈબ્રાહિમની છેલ્લી લડાઈ ઉત્તર સીરિયાની એક જેલમાં થઈ હતી.
આ પહેલા 3 ફેબ્રુઆરીના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનએ કહ્યું હતું કે અમેરિકી સેનાએ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS)ના વડા અબુ ઈબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરેશીને સ્પેશિયલ ઓપરેશનમાં ઠાર કાર્ય છે. ઓપરેશનમાં સામેલ સ્પેશિયલ અમેરિકન ફોર્સના જવાનો સુરક્ષિત રીતે પરત ફર્યા છે.
આ રીતે અબુ ઈબ્રાહિમને કર્યો હતો ઠાર
પૂર્વ આઈએસ ચીફ બગદાદીના મોત બાદ 31 ઓક્ટોબર 2019ના રોજ અબુ ઈબ્રાહિમે આઈએસની કમાન સંભાળી હતી. તેઓ અમીક મોહમ્મદ સૈદ અબ્દાલ રહેમાન અલ-માવલા તરીકે પણ જણીતો હતો યુએસ સેનાએ આ ઓપરેશન તે જ જગ્યાએ કર્યું હતું જ્યાં 2019માં અબુ બકર અલ-બગદાદીને ઠાર કર્યો હતો. એક અધિકારીએ દાવો કર્યો હતો કે અબુ ઈબ્રાહિમે પોતાને ઘેરાયેલા જોઈને બગદાદીની જેમ જ પોતાના આત્મઘાતી પટ્ટા પરનું બટન દબાવીને પોતાની જાતને ઉડાવી દીધી હતી. જેમાં તેની સાથે તેના પરિવારના સભ્યોના પણ મોત થયા હતા.
Advertisement