ભુજ મુકામે વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં દરિયાલાલ જન્મજયંતીની ઉજવણી
શનિવારે ભુજ મુકામે વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં દરિયાલાલ જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ કચ્છમાં સમગ્ર લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ભુજ મુકામે લોહાણા સમાજ ભુજ દ્વારા દરિયા સ્થાન મંદિરમાં દરિયાલાલની પૂજા કરવામાં આવી અને રવાડી કાઢવામાં આવી હતી. જેમાં ભાવપૂર્વક લોકો જોડાયાં હતાં. ઉલ્લેખનીય છે કે દરિયાલાલને વરુ
04:42 PM Apr 02, 2022 IST
|
Vipul Pandya
શનિવારે ભુજ મુકામે વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં દરિયાલાલ જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ કચ્છમાં સમગ્ર લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ભુજ મુકામે લોહાણા સમાજ ભુજ દ્વારા દરિયા સ્થાન મંદિરમાં દરિયાલાલની પૂજા કરવામાં આવી અને રવાડી કાઢવામાં આવી હતી. જેમાં ભાવપૂર્વક લોકો જોડાયાં હતાં. ઉલ્લેખનીય છે કે દરિયાલાલને વરુણદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે .
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, દરિયા દિલ રાખી સમાજના સૌ લોકો દરિયા દેવની પુજા કરે. તેમણે વધુમાં કહ્યું કે, દરિયાલાલ જન્મજયંતિ નિમિત્તે સમાજના સૌ લોકો સાથે મળીને આ ઉત્સવ ઉજવીએ. આ પ્રસંગે ડો. નિમાબેન આચાર્યનું લોહાણા મહાજન દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
આ સિવાય ડો.નિમાબેન આચાર્યના વરદ્ હસ્તે ભુજ ખાતે વી.ડી. હાઇસ્કુલ પાસે જલારામ સર્કલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. તેમણે દરેક લોકોને દરિયાલાલ જન્મજયંતીની હાર્દિક શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, લોહાણા મહાજનના હોદ્દેદારો, દાતા પરિવાર તરીકે ભરતભાઈ કોઠારી અને હિનાબેન કોઠારી તેમજ સમગ્ર લોહાણા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Next Article