Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CBSE ધોરણ12નું પરિણામ જાહેર, આ વેબસાઇટ પર તપાસ કરી શકો છો Result

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે ​​22 જુલાઈ, 2022 ના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. આ સાથે પરિણામ માટે વિદ્યાર્થીઓની રાહ પણ પૂરી થઈ ગઈ છે. તમામ વિદ્યાર્થીઓ CBSE ધોરણ 12માં ટર્મ 2નું પરિણામ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in, cbresults.nic.in પર જોઈ શકે છે. પરીક્ષામાં 92.71% વિદ્યાર્થીઓ પાસ થયા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ટર્મ 2 અને અંતિમ પરિણામો જાહેર કરà
cbse ધોરણ12નું પરિણામ જાહેર  આ વેબસાઇટ પર તપાસ કરી શકો છો result
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે ​​22 જુલાઈ, 2022 ના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. આ સાથે પરિણામ માટે વિદ્યાર્થીઓની રાહ પણ પૂરી થઈ ગઈ છે. તમામ વિદ્યાર્થીઓ CBSE ધોરણ 12માં ટર્મ 2નું પરિણામ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in, cbresults.nic.in પર જોઈ શકે છે. પરીક્ષામાં 92.71% વિદ્યાર્થીઓ પાસ થયા છે. 
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ટર્મ 2 અને અંતિમ પરિણામો જાહેર કર્યા છે. પરિણામ સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અને results.cbse.nic.in પર ઉપલબ્ધ છે. એકવાર લિંક સક્રિય થઈ જાય પછી, વિદ્યાર્થીઓ તેમના બોર્ડ પરીક્ષા રોલ નંબર, જન્મ તારીખ અને શાળા કોડનો ઉપયોગ કરીને આ વેબસાઇટ્સ પરથી તેમના સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે. મહત્વનું છે કે, ધોરણ-12ના 94.54% વિદ્યાર્થીનીઓ, 91.25% વિદ્યાર્થીઓ પાસ થયા  છે. 
Advertisement

તમે CBSE ધોરણ-12નું પરિણામ આ વેબસાઇટ્સ પર જોઈ શકો છે
cbseresults.nic.in
results.gov.in
digilocker.gov.in
CBSE 12માં બોર્ડના વિદ્યાર્થીઓને DigiLocker દ્વારા ઘરે બેઠા માર્કશીટ અને અન્ય દસ્તાવેજો ડાઉનલોડ કરવાની તક આપી રહી છે. ડિજિટલ એક્સેસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને એક વિશેષ સુરક્ષા કોડ (6 અંકનો પિન) અથવા સુરક્ષા પિન આપવામાં આવી રહ્યો છે. આ PIN ની મદદથી વિદ્યાર્થીઓ DigiLocker એકાઉન્ટ બનાવી શકે છે અને માર્કશીટ ઓનલાઈન મેળવી શકે છે.

CBSE પરીક્ષા પાસ કરવા માટે, વ્યક્તિએ થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષામાં અલગ-અલગ ઓછામાં ઓછા 33% માર્ક્સ મેળવવાના હોય છે. આ ટકાવારી કરતાં ઓછી ટકાવારી મેળવનાર ઉમેદવારોને રિપીટ, કમ્પાર્ટમેન્ટ અથવા ફેલ તરીકે જાહેર કરવામાં આવશે.
CBSEના પરિણામ આવ્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે, CBSE ધોરણ-12ની પરીક્ષા પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન! આ સિદ્ધિ તમારી મહેનત અને અભ્યાસનું પરિણામ છે. તમારા બધાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ!
તમામ વિદ્યાર્થીઓ નીચે આપેલા સ્ટેપ્સ અનુસરીને CBSE ધોરણ-12નું પરિણામ ચકાસી શકે છે-
સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ- cbse.gov.in, cbresults.nic.in ની મુલાકાત લો
પછી ધોરણ-12 ના પરિણામની લિંક પર ક્લિક કરો
તે પછી રજીસ્ટ્રેશન નંબર અને રોલ નંબર નાખો
ધોરણ-12નું પરિણામ 2022 તમારી સ્ક્રીન પર દેખાશે.
12મા ધોરણનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો, વધુ સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો.
Tags :
Advertisement

.