Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સીધી લીટીના વારસદારને જમીન મેળવવા 22 વર્ષ ઝઝુમવુ પડ્યું, જાણો સમગ્ર મામલો

ભરૂચ (Bharuch) જિલ્લાના વાલીયા તાલુકાના ઈટકલા ગ્રામ પંચાયતની હદમાં સીધી લીટીના વારસદારોને અંધારામાં રાખી બોગસ દસ્તાવેજો (Bogus Documents) અને બોગસ સહયોગ કરી જમીન પચાવી પાડવાના પ્રકરણમાં છેલ્લા 22 વર્ષથી ન્યાય માટે જજુમી રહેલા વારસદારોની ફરિયાદીએ આખરે વાલીયા પોલીસ મથકમાં નોંધાય છે જેમાં ગ્રામ પંચાયતના જે તે વખતના તલાટી અને બોગસ દસ્તાવેજો ઉભા કરનારા 3 મળી 4 લોકો સામે છેતરપિંડી વિશ્વાસઘાત સહિàª
04:53 PM Sep 13, 2022 IST | Vipul Pandya
ભરૂચ (Bharuch) જિલ્લાના વાલીયા તાલુકાના ઈટકલા ગ્રામ પંચાયતની હદમાં સીધી લીટીના વારસદારોને અંધારામાં રાખી બોગસ દસ્તાવેજો (Bogus Documents) અને બોગસ સહયોગ કરી જમીન પચાવી પાડવાના પ્રકરણમાં છેલ્લા 22 વર્ષથી ન્યાય માટે જજુમી રહેલા વારસદારોની ફરિયાદીએ આખરે વાલીયા પોલીસ મથકમાં નોંધાય છે જેમાં ગ્રામ પંચાયતના જે તે વખતના તલાટી અને બોગસ દસ્તાવેજો ઉભા કરનારા 3 મળી 4 લોકો સામે છેતરપિંડી વિશ્વાસઘાત સહિત બોગસ દસ્તાવેજો બનાવવા અંગેનો ગુનો દાખલ થયો છે
વાલીયા પોલીસ મથકે (Walia Police Station) નોંધાયેલી ફરિયાદ અનુસાર ઈટકલા ગામે આવેલ ખાતા નંબર ૨૫૫ જૂનો બ્લોક નંબર ૨૩૩ (અ) નવો બ્લોક નંબર ૭૫ સહિતની વિવિધ ખાતાઓની જમીન આવેલી હતી જે જમીનોમાં આરોપી સાહેબ મરણ જનાર સ્વર્ગસ્થ ભીખાજી ભરૂચનાઓ કોઈ સીધી લીટીના વારસદાર કે આડી લીટી ના વારસદાર નહીં હોવાનું ખોટું સોગંદનામુ રજૂ કરી આરોપી તલાટી ક્રમ મંત્રી એક કલાક ગ્રામ પંચાયતના જે તે વખતના તલાટી ક્રમ મંત્રી સાથે મેળાપીપળું કરી વિવિધ સર્વે નંબર વાળી જમીન ઉપર આરોપી જનકબેન રાજેન્દ્રસિંહ રાઠોડ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રાજેન્દ્રસિંહ મોતીસિંહ રાઠોડ શહીદ ના હોય તલાટી સાથેના મેળાપીપળામાં ખોટા વીલના આધારે સરકારી રેકર ઉપર ખોટી એન્ટ્રીઓ રજૂ કરી જમીનોમાં પોતાના નામો દાખલ કરાવી ખોટી સહયો કરી ખોટા અંગૂઠા કરાવી દસ્તાવેજી પુરાવા ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરી જમીનો પોતાના નામે કરાવી લેતા સીધી લીટી ના વારસદારોએ છેલ્લા ૨૨ વર્ષથી ન્યાયની આશાએ સરકારી કચેરીઓમાં ચપ્પલ ઘસી રહ્યા હતા.
ઈટકલા ગ્રામ પંચાયતમાં તમામ દસ્તાવેજી પુરાવાના આધારે 1989થી પોતાની મિલકત મેળવવા માટે મેળવેલા દસ્તાવેજો બોગસ હોવાનું ફલિત થતાં આખરે 23 વર્ષ બાદ જે તે વખતના તત્કાલીન ઇંટકલા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી સહિત ત્રણ લોકો સામે બોગસ દસ્તાવેજો ઉભા કરવા વિશ્વાસઘાત કરવો છેતરપિંડી સહિત વિવિધ IPCની કલમ હેઠળ ગુનો (FIR) દાખલ કર્યો છે.
Tags :
BharuchBogusDocumentsCrimeGrabbedTheLandGujaratFirst
Next Article