Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

India-Canada Relations: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ એકવાર ફરી ભારતે નિશાને લીધું

ભારતને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનાને લઈને અમેરિકાની ચેતવણી કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર ભારત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનાને લઈને અમેરિકાની ચેતવણી બાદ ભારતના સૂર બદલાઈ ગયા છે. ટ્રુડોએ...
india canada relations  કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ એકવાર ફરી ભારતે નિશાને લીધું

ભારતને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનાને લઈને અમેરિકાની ચેતવણી

Advertisement

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર ભારત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનાને લઈને અમેરિકાની ચેતવણી બાદ ભારતના સૂર બદલાઈ ગયા છે.

ટ્રુડોએ કહ્યું કે તેમને લાગે છે કે જ્યારથી અમેરિકાએ પન્નુની હત્યાના કથિત કાવતરામાં ભારતીય નાગરિકની સંડોવણી અંગે ભારતને ચેતવણી આપી છે. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો થોડા નરમ પડ્યા છે અને ભારતનો સૂર બદલાયો છે. ટ્રુડોએ કહ્યું કે ભારત હવે સમજી ગયું છે કે કેનેડા સામે મોરચો ખોલવાથી સમસ્યાઓનું સમાધાન નહીં થાય.

Advertisement

ભારતે કથિત રીતે ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું

અમેરિકાએ ગયા મહિને દાવો કર્યો હતો કે ભારતે કથિત રીતે ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેને નિષ્ફળ કરવામાં આવ્યું હતું. પન્નુ અમેરિકન નાગરિક છે. જ્યારે ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો છે. ભારતમાં પન્નુ વિરુદ્ધ બે ડઝન કેસ નોંધાયેલા છે.

Advertisement

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ મામલે ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ કેસ દાખલ કર્યો છે. જેમાં નિખિલ ગુપ્તા નામના ભારતીય નાગરિક અને એક અજાણ્યા ભારતીય સરકારી અધિકારી પર પન્નુની હત્યા કરવાની યોજનાનો આરોપ લગાવવામાં આવ્યા છે.

ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલા આરોપ મુજબ, નિખિલ ગુપ્તા પર ન્યૂયોર્કમાં એક અમેરિકન નાગરિકની હત્યાનો કોન્ટ્રાક્ટ એક લાખ ડોલર રોકડના બદલામાં આપવાનો આરોપ છે. આરોપ છે કે આ હત્યા માટે ભારત સરકારના એક અધિકારીએ ગુપ્તાને રાખ્યો હતો. આમાં સરકારી અધિકારીનું નામ લેવામાં આવ્યું નથી. તેને CC-1 નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ન્યુ જર્સીમાં હેલિકોપ્ટર ક્રેસ થયું, પાયલોટ સહિત બેનાં મોત, જાણો વિગત

Tags :
Advertisement

.