Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વ્યાજખોરીના આતંકને ડામવા માટેની ઝુંબેશ માત્ર પોકળ વાયદાઓ સમાન, એક્શન પ્લાન પર પોલીસની ઉદાસીનતા

વ્યાજખોરીના આતંકને નાથવા માટે શહેર પોલીસ કમિશ્નરનો એક્શન પ્લાન બનાવ્યો છે પણ તેના પર શહેર પોલીસની (Ahmedabad Police) ઉદાસીનતા જોવા મળી રહી  છે. વ્યાજખોરો સામે શહેર પોલીસ કમિશનરે 04 જાન્યુઆરીના રોજ આદેશ કર્યો હતો. અમદાવાદ શહેરમાં કુલ 48 પોલીસ સ્ટેશન અને 07 ઝોન આવેલા છે.7 ગુના નોંધાયાઅમદાવાદ શહેરના (Ahmedabad City) ક્યાં પોલીસ સ્ટેશનમાં કેટલી ફરિયાદ નોંધાઈ કઈ તારીખે કેટલી ફરિયાદ નોંધાઈ તેની તમામ વિગતો છà
વ્યાજખોરીના આતંકને ડામવા માટેની ઝુંબેશ માત્ર પોકળ વાયદાઓ સમાન  એક્શન પ્લાન પર પોલીસની ઉદાસીનતા
વ્યાજખોરીના આતંકને નાથવા માટે શહેર પોલીસ કમિશ્નરનો એક્શન પ્લાન બનાવ્યો છે પણ તેના પર શહેર પોલીસની (Ahmedabad Police) ઉદાસીનતા જોવા મળી રહી  છે. વ્યાજખોરો સામે શહેર પોલીસ કમિશનરે 04 જાન્યુઆરીના રોજ આદેશ કર્યો હતો. અમદાવાદ શહેરમાં કુલ 48 પોલીસ સ્ટેશન અને 07 ઝોન આવેલા છે.
7 ગુના નોંધાયા
અમદાવાદ શહેરના (Ahmedabad City) ક્યાં પોલીસ સ્ટેશનમાં કેટલી ફરિયાદ નોંધાઈ કઈ તારીખે કેટલી ફરિયાદ નોંધાઈ તેની તમામ વિગતો છે માત્ર ગુજરાત ફર્સ્ટ ન્યુઝ પાસે છે. અમદાવાદ શહેરમાં 05-01-2023 થી આજના દિવસ સુધી શહેરમાં માત્ર 07 જેટલા ગુનાઓ સત્તાવાર રીતે નોંધાયા છે. 05 જાન્યુઆરીથી વ્યાજખોરીના આતંકને ડામવા માટેની ઝુંબેશ શરૂ કરાઇ છે.
એક્શન પ્લાન કાગળ પર
11 જાન્યુઆરી સુધીમાં આખા શહેર માંથી માત્ર 07 જેટલા ગુનાઓ નોંધાઈ શક્યા છે. વ્યાજખોરીના આતંકને ડામવા માટે થઈને પોલીસ કમિશનરનો એક્શન પ્લાન માત્ર કાગળ પર ઘોડા દોડવાવા સમાન જોવા મળી રહ્યો છે.
આ રહી ફરિયાદની વિગત...
01) 06-1-2023ના રોજ ઇસનપુર પોલીસ મથકે 02 વ્યાજખોરો વિરુદ્ધ નોંધાયો ગુનો.
ફરિયાદીએ રૂપિયા 20 હજાર લીધા બાદ આરોપીઓએ 15 ટકે વ્યાજ સાથે રૂપિયા વસુલતા હતા.
02) 08-01-2023ના રોજ ઓઢવ પોલીસ મથકે 03 વ્યાજખોરો વિરુદ્ધ નોંધાયો ગુનો.
વર્ષ 2018માં ફરિયાદીએ આરોપીઓ પાસેથી ટુકડે ટુકડે રૂપિયા લીધાં હતાં. આરોપીઓએ ફરિયાદી પાસેથી 08 ટકા અને10 ટકા લેખે રૂપિયાની ઉઘરાણી કરતા હતા. આખરે કંટાળીને ફરિયાદીએ પોતાના હાથમાં તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
03) 09-01-2023ના રોજ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પણ 03 વ્યાજખોરો વિરુદ્ધ નોંધાયો ગુનો. ફરિયાદીએ વ્યાજે લીધેલા પૈસાની ડબલ વ્યાજ સાથે રૂપિયાની ઉઘરાણી કરીને ધમકીઓ આપતા હતા આરોપીઓ
04) 10-01-2023ના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 01 વ્યાજખોર વિરૂદ્ધ નોંધાયો ગુનો. ફરિયાદીએ લીધેલા રૂપિયાની માંગણી ડબલ વ્યાજ સાથે આરોપીઓ કરતાં હતાં.
05) 09-01-2023ના રોજ રામોલ પોલીસ સ્ટેશનમાં 03 વ્યાજખોરો વિરુદ્ધ નોંધાયો ગુનો. 15 લાખ રૂપિયા ફરિયાદીએ લીધા બાદ ઊંચા વ્યાજની માંગણી કરીને ફરિયાદી ને લોખંડનો સળિયો અને મોઢા પર લોખંડનો પંચ માર્યો હતો.
06) 10-01-2023ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં 01 વ્યાજખોર વિરુદ્ધ નોંધાયો ગુનો. રૂ. 1 લાખની સામે 02 લાખ રૂપિયાનો માંગણી કરવામાં આવતી હતી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવતી હતી
07) 10-01-2022ના રોજ કાગડપીઠ પોલીસ સ્ટેશનમાં 01 વ્યાજખોરો વિરૂદ્ધ નોંધાયો ગુનો. રૂપિયા 25 હજાર વ્યાજે લીધા બાદ ફરિયાદીએ વ્યાજ સાથે રૂપિયા ચૂકવી દીધા હતા તે છતાંય આરોપીએ ફરિયાદી પાસેથી વધુ વ્યાજની માંગણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.