Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોર્ટના આદેશ બાદ પણ ઊંટોને રાજસ્થાન ન મોકલાયા, DMએ કહ્યું કે...

વારાણસીના રામગનર પોલીસ મથકના વિસ્તારમાં પશુ તસ્કરોથી  બચાવી  લેવામાં આવેલા 16 ઊંટોમાંથી એકનું આજે રામનગર પોલીસ સ્ટેશનમાં મૃત્યુ થયું હતું. વારાણસીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ ઊંટોને રાજસ્થાનના સિંહોરીમાં આવેલા એનિમલ કેર સેન્ટરમાં મોકલવાની જવાબદારી ડીએમને સોંપી હતી. જે બાદ ડીએમએ કહ્યું હતું કે અમારી પાસે આ માટે કોઈ બજેટ નથી. ઊલટું, તેમણે તો અરજદાર ગૌ-જ્ઞાન ફાઉન્ડે
કોર્ટના આદેશ બાદ પણ ઊંટોને રાજસ્થાન ન મોકલાયા  dmએ કહ્યું કે
વારાણસીના રામગનર પોલીસ મથકના વિસ્તારમાં પશુ તસ્કરોથી  બચાવી  લેવામાં આવેલા 16 ઊંટોમાંથી એકનું આજે રામનગર પોલીસ સ્ટેશનમાં મૃત્યુ થયું હતું. વારાણસીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ ઊંટોને રાજસ્થાનના સિંહોરીમાં આવેલા એનિમલ કેર સેન્ટરમાં મોકલવાની જવાબદારી ડીએમને સોંપી હતી. જે બાદ ડીએમએ કહ્યું હતું કે અમારી પાસે આ માટે કોઈ બજેટ નથી. ઊલટું, તેમણે તો અરજદાર ગૌ-જ્ઞાન ફાઉન્ડેશનને આ કેસમાં પશુઓના પરિવહનનો ખર્ચ ઉઠાવવાનો આદેશ આપ્યો હતો.  જો કે મામલો ફરી કોર્ટમાં ગયો છે. અને ડીએમને જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે આજે એક ઊંટનું મોત થયું છે. 
 જાણો શું છે સમગ્ર મામલો 
આ મામલો 27 જૂન 2022નો છે. પશુ ક્રૂરતા વિરુદ્ધ કામ કરતી સંસ્થા ગૌ-જ્ઞાન ફાઉન્ડેશને પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના રામનગર પોલીસ સ્ટેશનને જાણ કરી કે પશુ દાણચોરો 16 ઊંટોને પશ્ચિમ બંગાળ લઈ જઈ રહ્યા છે. રામનગર પોલીસે 16 ઊંટોને બચાવ્યા અને ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી. ઝડપાયેલા તમામ ઊંટોને રામનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભીટી ગામમાં રાખવામાં આવ્યા હતા. 
ગૌ-જ્ઞાન ફાઉન્ડેશન વતી અંકુર શર્મા અને એડવોકેટ સૌરભ તિવારીએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને આવેદન આપીને જણાવ્યું હતું કે ઊંટ માટે યોગ્ય હવામાન અને વાતાવરણ નથી. તેમણે અરજીમાં જણાવ્યું હતું કે આ ઉંટોને રાજસ્થાનના સિરોહીમાં આવેલા એનિમલ કેર સેન્ટરમાં મોકલવાનો આદેશ આપવામાં આવે. ત્યાં ઊંટની સાનુકૂળ હવામાનમાં સંભાળ રાખવામાં આવશે. અરજી 1 જુલાઈના રોજ દાખલ કરવામાં આવી હતી અને એક સપ્તાહની અંદર, 7 જુલાઈના રોજ, ACJM  નિતેશ કુમાર સિંહાએ ગૌ-જ્ઞાન ફાઉન્ડેશનને કસ્ટડી સોંપી હતી અને આદેશ આપ્યો હતો કે વારાણસીના ડીએમ તમામ ઊંટોને રાજસ્થાન મોકલવાની વ્યવસ્થા ગોઠવે. 
કોર્ટે એમ પણ કહ્યું હતું કે જ્યારે ઊંટને સિરોહી લઈ જવામાં આવે ત્યારે તેની યોગ્ય રીતે સુરક્ષા થવી જોઈએ અને તેની કાળજી લેવાવી જોઈએ. ઉપરાંત ઉંટોના કલર વગેરેની સંપૂર્ણ માહિતી કોર્ટને સોંપવાના આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટના આદેશ છતાં ન તો ઉંટોની કસ્ટડી ફાઉન્ડેશનને સોંપવામાં આવી અને ન તો તેમને સિરોહી મોકલવામાં આવ્યા.
ડીએમએ કહ્યું- અમારી પાસે બજેટ નથી, સંસ્થાએ જ ખર્ચ ઉઠાવવો જોઈએ
13 જુલાઈના રોજ વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ જવાબ આપ્યો કે ઉત્તર પ્રદેશ સરકાર પાસે આવું કોઈ બજેટ નથી. તેમણે કહ્યું કે વેટરનરી ઓફિસરે પણ કહ્યું છે કે આવી કોઈ સરકારી યોજના નથી. આ સિવાય SPCA જેવી સંસ્થામાં પૈસા નથી. આ સાથે જ DMએ આદેશ આપ્યો કે આ કેસમાં અરજદાર સંસ્થા, ગૌ-જ્ઞાન ફાઉન્ડેશનને આદેશ આપવામાં આવે છે કે તેઓ પોતે ખર્ચ ઉઠાવીને વાહનની વ્યવસ્થા કરે અને તમામ ઊંટોને સિરોહી લઈ જાય.જો કે આ બધા વચ્ચે એક ઉંટનું મોત થયું.
જે બાદ ગૌ-જ્ઞાન ફાઉન્ડેશને ડીએમ પર અદાલતની અવમાનનાનું આવેદન કર્યુ છે. જેમાં 19 જૂલાઇએ કોર્ટે આદેશ કર્યો છે કે 26 જૂલાઇ સુધીમાં ડીએમએ જણાવે કે ઉંટોને રાજસ્થાનના સિરોહી મોકલવાની વ્યવસ્થા ગોઠવવામાં કેમ ન આવી.
Advertisement
Tags :
Advertisement

.