રોજગારી મુદ્દે વડાપ્રધાન એક્શન મોડમાં, સચિવોને આપ્યા આ સૂચનો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિભાગોના સચિવોને રોજગાર સર્જન માટે તાત્કાલિક ધોરણે કામ કરવા સૂચના આપી છે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં નવા લોકોને લાવીને ઉત્પાદકતા કેવી રીતે વધારી શકાય તે અંગે વિચાર કરો. સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓની વિગતો એકત્રિત કરો અને તેના પર ભરતી પ્રક્રિયા શરૂ કરો. વડાપ્રધાન મોદીએ નાના ગુનાઓમાં સજાની જોગવાઈ સાથે કાયદાઓનો અભ્યાસ કરવા અને તેને નાબૂà
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિભાગોના સચિવોને રોજગાર સર્જન માટે તાત્કાલિક ધોરણે કામ કરવા સૂચના આપી છે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં નવા લોકોને લાવીને ઉત્પાદકતા કેવી રીતે વધારી શકાય તે અંગે વિચાર કરો. સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓની વિગતો એકત્રિત કરો અને તેના પર ભરતી પ્રક્રિયા શરૂ કરો.
વડાપ્રધાન મોદીએ નાના ગુનાઓમાં સજાની જોગવાઈ સાથે કાયદાઓનો અભ્યાસ કરવા અને તેને નાબૂદ કરવાની અથવા તેમાં સુધારા કરવા અંગે જણાવ્યું છે. અધિકારીઓને ઘણા સૂચનો પણ આપ્યા છે. રાજ્ય સરકારોને રાજકોષીય શિસ્તનું મહત્વ સમજાવવું અને વૈશ્વિક સૂચકાંકો જોઈને તેમની ખામીઓ દૂર કરવી.
શનિવારે વડાપ્રધાન મોદીની આ બેઠકને લઈને કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ તમામ સચિવોને પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 16 સૂત્રીય નિર્દેશોથી માહિતગાર કર્યા છે. આ પત્ર 2 એપ્રિલે વડાપ્રધાન મોદીની સચિવો સાથે થયેલી બેઠક બાદ લખવામાં આવ્યો છે. 4 એપ્રિલે લખવામાં આવેલા આ પત્રમાં આ બેઠકમાં થયેલી ચર્ચા અને વડાપ્રધાન મોદીનાં નિર્દેશોને વિગતવાર લખવામાં આવ્યા છે. આ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, ખાનગી અને સરકારી ક્ષેત્રમાં રોજગાર પેદા કરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. તમામ હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે તમામ મંત્રાલયો અને વિભાગોએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
ચાર કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સચિવો ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા ઉપરાંત કેન્દ્ર સરકારના ટોચના અધિકારીઓ પણ સામેલ થયા હતા. બેઠકમાં વડાપ્રધાન મોદીનો રોજગાર પર ઘણો ભાર હતો. કહ્યું કે, દેશમાં મેન્યુફેક્ચરિંગને ઝડપી બનાવવા અને નવી નોકરીઓનું સર્જન કરવા માટે ખાનગી ક્ષેત્રને સંભાળવું મહત્વપૂર્ણ છે. આમ કરવાથી જ ભારતીય કંપનીઓ વિશ્વની આગેવાન બની શકશે.
વડાપ્રધાને કહ્યું કે દરેક ક્ષેત્રમાં નિકાસની સંભાવનાઓનું મૂલ્યાંકન કર્યા પછી, તે મુજબ નીતિઓમાં જરૂરી સુધારા કરવા જોઈએ. તેમણે વિવિધ ક્ષેત્રોમાં અત્યાધુનિક ટેકનોલોજીનો અભ્યાસ કરવા અને તેને ભારતમાં લાવીને તેનો ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ બનાવવા માટે બેન્ચમાર્ક સેટ કરીને કામ કરવું જોઈએ. વૈશ્વિક સૂચકાંકોમાંથી બોધપાઠ લઈને કામ કરવાની સૂચના પણ આપી હતી, વૈશ્વિક સૂચકાંકોમાં ભારતનું રેન્કિંગ સારું નથી.તેમણે કહ્યું કે જેના કારણે આ રેન્કિંગ ઉપર જઈ શકતું નથી. અધિકારીઓએ તે સમસ્યાઓને સમજવી જોઈએ અને તેને સુધારવા માટે શું પગલાં લઈ શકાય તે જોવું જોઈએ.
વડાપ્રધાને સરહદી ગામોની સમસ્યાઓ દૂર કરવા સૂચનાઓ પણ આપી હતી. તેમણે કહ્યું કે મંત્રાલયોએ તેમના કેટલાક અધિકારીઓને દેશના સરહદી ગામોમાં તૈનાત કરવા જોઈએ. ત્યાંના પડકારો અને વાઈબ્રન્ટ વિલેજ મિશન હેઠળ તેમના વ્યવહારુ પગલાં પર કામ કરવું જોઈએ. આ વર્ષના બજેટમાં વિવ્રાન્ત વિલેજ મિશનની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે સૂચવ્યું કે આ ગામોના બાળકોને નજીકની એનસીસી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે.