દિવાળી પર શરૂ કરો આ 5 બિઝનેઝ, કરી શકો છો લાખોમાં કમાણી, જાણો
આજના સમયમાં મોટાભાગના લોકો પાસે તેમની 9 થી 5 નોકરી છોડીને બિઝનેસ સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારતા હોય છે પણ કોઈ પણ સ્ટાર્ટઅપની શરૂઆત કરવી અને પૈસા કમાવવાએ વાતો અને વિચાર કરવામાં સરળ છે પણ અમલ કરવો ખુબ અઘરો થઈ જાય છે. પરંતુ તહેવારોની સિઝનમાં આજે અમે તમને આવા જ કેટલાક બિઝનેસ આઈડિયા આપવા જઈ રહ્યા છીએ. જેમાં ઓછા રોકાણ અને ઓછી જગ્યામાં તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો છો અને સારો એવો નફો પણ કમાà
આજના સમયમાં મોટાભાગના લોકો પાસે તેમની 9 થી 5 નોકરી છોડીને બિઝનેસ સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારતા હોય છે પણ કોઈ પણ સ્ટાર્ટઅપની શરૂઆત કરવી અને પૈસા કમાવવાએ વાતો અને વિચાર કરવામાં સરળ છે પણ અમલ કરવો ખુબ અઘરો થઈ જાય છે. પરંતુ તહેવારોની સિઝનમાં આજે અમે તમને આવા જ કેટલાક બિઝનેસ આઈડિયા આપવા જઈ રહ્યા છીએ. જેમાં ઓછા રોકાણ અને ઓછી જગ્યામાં તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો છો અને સારો એવો નફો પણ કમાઈ શકો છો.
હાલ દિવાળીનો તહેવાર નજીક છે દિવાળીમાં લોકો ઘરની સજાવટ, લાઈટીંગ, મીઠાઈઓની વધારે પ્રમાણમાં ખરીદી કરતા હોય છે ત્યારે દિવાળીના સમયમાં જે ચીજ-વસ્તુઓની ભારે ડિમાન્ડ રહે છે તેનો તમે નાના રોકાણથી બિઝનેસ શરૂ કરી શકો છે અને તેમાં કોઈ મોટું નુકસાન જવાની પણ શક્યતા નહીવત્ છે. આવો તમને જણાવીએ આ બિઝનેસ આઈડિયા....
ઘરની સજાવટની વસ્તુ
દિવાળી 2022ના તહેવાર પહેલા લોકો ઘરને શણગારે છે ત્યારે તમે ડેકોરેશન મટિરિયલ વેચવાનો બિઝનેસ શરૂ કરી શકો છો. લોકોના ઘરમાં વિવિધ પ્રકારના ઝુમ્મર, દીવા, મીણબત્તીઓ, સ્ટીકરો અને લાઇટ જેવી અન્ય એક્સેસરીઝના વ્યવસાયની શરૂઆત કરી શકો છો જે આ સિઝનમાં તમે સરળતાથી વેચી પણ શકશો.
ગ્રીન ફટાકડા
વધતા પ્રદૂષણને કારણેનો લોકો ગ્રીન ફટાકડા તરફ વળ્યા છે. ગ્રીન ફટાકડા વેચવાની પરવાનગી સરકારે આપેલી છે. આ ફટાકડા પ્રદૂષણ ફેલાવતા નથી અને તમે તેને વેચીને સારી કમાણી કરી શકો છો. જો તમારી પાસે ફટાકડા વેચવાનું લાયસન્સ ન હોય તો પણ તમે લાઇસન્સ વિના 100 કિલો સુધીના ફટાકડા વેચી શકો છો. ફટાકડાનો બિઝનેસ 10 હજાર રૂપિયાથી શરૂ કરી શકાય છે. નાના ઉદ્યોગ સાહસિકો (ગ્રીન ફાયર ક્રેકર્સ બિઝનેસ) માટે આ નફાકારક વ્યવસાય છે.
રંગ અને સાફસફાઈની સર્વિસ આપવાની સેવા
દિવાળીમાં લોકો ઘરમાં રંગરોગાન અને સાફસાફાઈ કરાવી પેન્ટિંગ્સ બનાતા હોય છે પરંતુ દિવાળીમાં રંગરોગાન અને સાફસફાઈ કરતા કારીગરો માંગના લીધે સરળતાથી મળતા નથી. તમે લોકોનો સંપર્ક કરીને, તમે આ વ્યવસાય (સફાઈ અને પેઇન્ટિંગ વ્યવસાય) શરૂ કરી શકો છો. આ માટે, તમારે રંગ અને સ્વચ્છતામાં કુશળ લોકો સાથે સંપર્કમાં રહેવું પડશે. તમે કમિશનના રૂપમાં તમારી આવક મેળવી શકો છો.
મીઠાઈનો વ્યવસાય
દિવાળીની કલ્પના મિઠાઈઓ વિના શક્ય જ નથી એવામાં દિવાળીમાં મિઠાઈની ખુબ માંગ રહે છે. દિવાળી પર તમે મિઠાઈનો વ્યવસાય શરૂ કરી મોટો નફો કમાઈ શકો છો. મીઠાઈ, ચોકલેટ, ફ્રુટી, કોલ્ડ ડ્રિંક્સ વગેરે વેચી શકો છો. તમે ઘણી કોર્પોરેટ કંપનીઓમાં જોડાઈ શકો છો કારણ કે મોટાભાગની કંપનીઓ દિવાળી 2022ની ઉજવણી કર્મચારીઓને ભેટ આપવા માટે અમે મોટા પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સ અને મીઠાઈઓ મંગાવે છે અને તેની સાથે જોડાઈ જવાથી તમે બમ્પર કમાણી કરી શકો છો.
દીવડાં-મીણબત્તીનો વ્યવસાય
દિવાળી એટલે પ્રકાશનું પર્વ અને આ દિવસે કોઈના ઘરે દિવડો ના થાય તે શક્ય જ નથી. આવી સ્થિતિમાં દીવા અને મીણબત્તીની લોકો ધુમ ખરીદી કરે છે. તમે મીણમાંથી વિવિધ ડિઝાઈનના દિવડા બનાવી તમારી આસપાસના લોકોમાં જ વેચાણ કરો તો પણ સારી એવી કમાણી થશે. આ વ્યવસાયની ખાસ વાત એ છે કે નાના રોકાણમાં આ વ્યવસાય તમે શરૂ કરી શકો છો અને સરકારની એવી અનેક યોજના છે જે તમારા આ વ્યવસાયમાં મદદરૂપ થઈ શકે છે.
Advertisement