Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોરાજીમાં ફાઈનાન્સ કંપનીની દાદાગીરી,દવાખાનામાં સારવાર હેઠળ પરિવારના ઘરને માર્યા તાળા

એક બાજુ વિજય માલ્યા અને નિરવ મોદી જેવા ઉદ્યોગપતિઓ બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડીને વિદેશમાં ફરાર થઈ જવા પામ્યા છે.તો બીજી તરફ રાજકોટના ધોરાજીમાં ફાઇનાન્સમાંથી લાખોની લોન લેનાર અને દવાખાનામાં સારવાર હેઠળ લોન ધારક પરિવારના પરિવારજનોને મકાન બહાર કાઢી મૂકીને મકાનને તાળા માર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.આ સાથે જ પરિવારજનોની હાલત જાય તો ક્યાં જાય જેવી થવા પામી છેધોરાજી પટà«
ધોરાજીમાં ફાઈનાન્સ કંપનીની દાદાગીરી દવાખાનામાં સારવાર હેઠળ પરિવારના ઘરને માર્યા તાળા
એક બાજુ વિજય માલ્યા અને નિરવ મોદી જેવા ઉદ્યોગપતિઓ બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડીને વિદેશમાં ફરાર થઈ જવા પામ્યા છે.તો બીજી તરફ રાજકોટના ધોરાજીમાં ફાઇનાન્સમાંથી લાખોની લોન લેનાર અને દવાખાનામાં સારવાર હેઠળ લોન ધારક પરિવારના પરિવારજનોને મકાન બહાર કાઢી મૂકીને મકાનને તાળા માર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.આ સાથે જ પરિવારજનોની હાલત જાય તો ક્યાં જાય જેવી થવા પામી છે
ધોરાજી પટેલ પરિવાર  ઘર વગરના  થયા 
ધોરાજી બસ સ્ટેન્ડ પાસે રહેતા પટેલ પરિવારના મુકેશભાઈ વઘાસીયાએ પોતા મકાન બનાવવા એયુ ફાઈનાન્સમાંથી રૂપિયા 40 લાખની લોન લીધી હતી.લોન લીધા બાદ મુકેશભાઈ રેગ્યુલર હપ્તા પણ ભરતા હતા. પરંતું  મુકેશભાઈના પરિવારે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યા બાદ જાણે કુદરતને પણ આ મંજુર ન હોય તેમ મૂકેશભાઈ ખૂદ પેરાલીસીસનો ભોગ બન્યા અને તેમના પત્નીની બંને કિડની ફેઈલ થઈ જતા ડાયાલીસીસ કરવાની નોબત આવી હતી.જેમને લઈને મુકેશભાઈ લોનના હપ્તા ન ભરી શક્તા ફાઈનાન્સર કંપનીના અધિકારીઓએ આજે બિમાર માતા અને તેમની પુત્રીને ઘર બહાર કાઢી મૂકીને મકાનને તાળા મારી દેતા ચકચાર મચીજવા પામી હતી.લોન ધારક સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય અને પત્ની પણ બિમાર હોય એવા સંજોઘોમાં એયુ ફાઈનાન્સર ફંપનીના કર્મચારીઓએ માનવતા નેવે મૂકીને મકાનને તાળા મારી દેતા ધોરાજી શહેરમાં ચકચાર મચીજવા પામી હતી.આ સાથે જ મુકેશભાઈના પરિવારજનો રસ્તા પર આવી જતા તેમની  હાલત ઉપર આભ અને નીચે ધરતી જેવી થવા પામી છે.પટેલ પરિવાર ઉપર ઓચિંતા આવેલ આવેલી આવી માંદગીની આફતને લઈને બિમાર માતાપુત્રી નોધારા બન્યા છે
ફાઈનાન્સર કંપનીઓ કે બેંક સત્તાવાળાઓ દબંગીરી ઉપર ઉતરી આવે છે
આપણા દેશમાં ઉદ્યોગપતિઓ બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશમાં ફરાર થઈ જાય છે.તો બીજી તરફ લોન લઈને રેગ્યુલર હપ્તા ભરતા સામાન્ય માણસનો પરિવાર જ્યારે બિમારીમાં સપડાય છે.અને લોન ભરી શકતો નથી ત્યારે ફાઈનાન્સર કંપનીઓ કે બેંક સત્તાવાળાઓ દબંગીરી ઉપર ઉતરી આવે છે.જેમને લઈને ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ આ બિમાર પરિવાર સાથે સહનાભૂતિ બતાવીને લોન અંગે ઘટતું કરવાની માંગ કરીને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાનું જણાવ્યું હતું
પોતાના જ ઘર બહાર ભણવા બેસવું પડ્યું
હાલમાં બિમાર પતિપત્ની સાથે વઘાસીયા પટેલ પરિવાર લોન ભરી ન શકતા ઘર વિહોણો બન્યો છે.ત્યારે દરેક સમાજમાં લાખો કરોડો રૂપિયાનું દાન કરતા પટેલ સમાજના આગેવાનોએ પણ આવા પરિવારને મદદ કરવી પણ જરૂરી બની છે. એક તરફ રાજ્યની સંવેદનશીલ ગણાતી સરકાર કન્યા કેળવણીની વાતો કરે ત્યારે બીજી તરફ કુમળી વય ધરાવતી વિદ્યાર્થિની એ પોતાના જ ઘર બહાર ભણવા બેસવું પડ્યું. જેને મહત્વનું કહી શકાય તેવું ધોરણ 12 નું શિક્ષણ મેળવી રહી છે. તેવા કારકિર્દીનાં વર્ષમાં પોતાના ઘર પર બેંકનો કબજો અને ઘરના દરવાજે લાભ શુભની જગ્યાએ બેંકના તાળા લટકતા જોઈ આ બાળ વિદ્યાર્થીની મનોદશા કેટલી હદે ખરાબ થતી હશે અને પોતાના જ ઘરની બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર થતુંઆ કુમળું માનસ કારકિર્દીના મહત્વના વર્ષમાં પોતાના અભ્યાસમાં કેવી રીતે ધ્યાન આપી શકે ? આ પ્રશ્નનો જવાબ સંવેદનશીલ સરકાર આપશે 
 પોતાના જ ઘર બહાર ભણવા બેસવું પડ્યું
એક તરફ રાજ્યની સંવેદનશીલ ગણાતી સરકાર કન્યા કેળવણીની વાતો કરે ત્યારે બીજી તરફ કુમળી વય ધરાવતી વિદ્યાર્થિની એ પોતાના જ ઘર બહાર ભણવા બેસવું પડ્યું.  જેને મહત્વનું કહી શકાય તેવું ધોરણ 12નું શિક્ષણ મેળવી રહી છે. તેવા કારકિર્દીનાં વર્ષમાં પોતાના ઘર પર બેંકનો કબજો અને ઘરના દરવાજે લાભ શુભ ની જગ્યાએ બેંકના તાળા લટકતા જોઈ આ બાળ વિદ્યાર્થીની મનોદશા કેટલી હદે ખરાબ થતી હશે 
એક તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ગરીબ અને મધ્યમ પરિવારને ઘરના ઘરનું સ્વપ્ન બતાવી રહ્યા છે ત્યારે બીજી તરફ ઘરનું ઘર લૂંટાવાની વેદના અસહ્ય છે. ઘરનું ઘર બનાવે તેને જો સરકાર સહાયની રકમ ચુકવતી હોય અને મહિલાઓના નામે લેવાતી મિલકતમાં સરકાર ટેક્સની માફી આપતી હોય ત્યારે સિક્કાની બીજી બાજુ બનેલા ઘટનામાં ઘરના ઘર પર બેંકનો કબજો લાગે અને જેમની ટેક્સ માફી થાય એવી મહિલાએ ઘરની બહાર ફૂટપાથ પર બેસી રહેવું પડે તે ખૂબ જ હૃદય દ્રાવક ગણી શકાય.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.