Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભરુચના મહિલા કોર્પોરેટરના પતિની ગુંડાગીરી, જાણો શું કર્યું

ભરૂચ નગરપાલિકાનાના વોર્ડ નંબર 3ની મહિલા નગર સેવિકાના બુટલેગર પતિ કર્તવ્ય રાણાએ બે લોકો ઉપર ચપ્પુ વડે હુમલો કરતા એકની હાલત અત્યંત ગંભીર ગણાવાઇ છે. પોલીસે મહિલા કોર્પોરેટરના પતિ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.ભરૂચમાં વોર્ડ નંબર 3 ની ભાજપની મહિલા સેવકના પતિએ અંગત અદાવતે બે યુવાનો ઉપર શક્તિનાથ વિસ્તારમાં ચપ્પુ પડે હુમલો કરતા બંને યુવાનો પૈકી પ્à
12:10 PM Apr 19, 2022 IST | Vipul Pandya
ભરૂચ નગરપાલિકાનાના વોર્ડ નંબર 3ની મહિલા નગર સેવિકાના બુટલેગર પતિ કર્તવ્ય રાણાએ બે લોકો ઉપર ચપ્પુ વડે હુમલો કરતા એકની હાલત અત્યંત ગંભીર ગણાવાઇ છે. પોલીસે મહિલા કોર્પોરેટરના પતિ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ભરૂચમાં વોર્ડ નંબર 3 ની ભાજપની મહિલા સેવકના પતિએ અંગત અદાવતે બે યુવાનો ઉપર શક્તિનાથ વિસ્તારમાં ચપ્પુ પડે હુમલો કરતા બંને યુવાનો પૈકી પ્રિયાંક ઉર્ફે પ્રિન્સ મહંતની હાલત અત્યંત ગંભીર જણાતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે . બનાવ સંદર્ભે પોલીસે કર્તવ્ય ઉર્ફે મોન્ટુ રાણા સામે હત્યાના પ્રયાસ કરવાનો ગુનો દાખલ કર્યો છે.શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિયાંક ઉર્ફે પ્રિન્સ મહંત સાથે કર્તવ્યને મળવા ગયા હતા જ્યાં ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંનેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા જેમાં મેહુલને પગની જાંઘ ઉપર ચપ્પુ મારી દીધું હતું તથા પ્રિન્સ ઉર્ફે પ્રિયાંકને પેટમાં ચપ્પુ મારી દેતા પેટમાંથી આતંરડા બહાર આવી ગયા હતા.જેના પગલે બંને ઈજાગ્રસ્તોને લોહી લુહાણ અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેવામાં આવ્યા હતા.જ્યાં પ્રિન્સ ઉર્ફે પ્રિયાંકની હાલત અત્યંત ગંભીર બનતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદનના આધારે હુમલાખોર કર્તવ્ય ઉર્ફે મોન્ટુ પ્રવિણભાઈ રાણા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

ઉલ્લેખનિય છે કે  ભરૂચના લીંકરોડ ઉપર ઈંડાની લારી ઉપર વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરી હતી અને ઈંડાની લારી ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. દારૂનો જથ્થો ભાજપની મહિલા સેવિકાના પતિ કર્તવ્ય ઉર્ફે મોન્ટુ રાણાનો હોવાનું સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.

ચપ્પુથી હુમલો કરનાર કર્તવ્ય ઉર્ફે મોન્ટુ રાણા ગંભીર રીતે ઘવાયેલા પ્રિયાંક ઉર્ફે પ્રિન્સ મહંત અને મેહુલ અંગત મિત્રો હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક માં નોંધાયેલ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે મેહુલ ચૌહાણની પત્નીને કર્તવ્ય ઉર્ફે મોન્ટુ  કસમયે અવારનવાર મેસેજ કરી હેરાન પરેશાન કરતો હોવાથી જેથી તેને સમજાવવા માટે જતાં રીસ રાખી મેહુલ ચૌહાણ અને પ્રિયાંક ઉર્ફે પ્રિન્સ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ કર્યો છે.

Tags :
attempttomurderBharuchbharuchwomencorporeterGujaratFirstpolice
Next Article