Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જહાંગીરપુરીમાં પણ ચાલશે બુલડોઝર, લોકોએ સામાન હટાવવાનું શરુ કર્યુ, સમગ્રે વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો

દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. હાલમાં ત્યાં શાંતિપૂર્ણ માહોલ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ અર્ધલશ્કરી દળ પણ તહેનાત કરવામાં આવ્યા છે. આ તમામ સ્થિતિ વચ્ચે આજથી આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અને દબાણ પર બુલડોઝર ચલાવવામાં આવનાર છે. જેથી સ્થાàª
05:04 AM Apr 20, 2022 IST | Vipul Pandya
દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. હાલમાં ત્યાં શાંતિપૂર્ણ માહોલ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ અર્ધલશ્કરી દળ પણ તહેનાત કરવામાં આવ્યા છે. આ તમામ સ્થિતિ વચ્ચે આજથી આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અને દબાણ પર બુલડોઝર ચલાવવામાં આવનાર છે. જેથી સ્થાનિક લોકો તેમનો સામાન હટાવી રહ્યા છે. 
છતથી લઈને રસ્તા સુધી ભારે સુરક્ષા વ્યવસ્થા
ભાજપે હિંસાના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાની માંગ કરી હતી.ત્યારબાદ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાની જાહેરાત કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર કબજો હટાવવાની કાર્યવાહીને ધ્યાને રાખીને બુધવારે સવારથી જહાંગીરપુરી વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પથ્થરબાજી અને વિરોધની અગાઉની ઘટનાઓને જોતા આજે છતથી લઈને રસ્તા સુધી ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, જેથી કોઈપણ અઘટિત ઘટનાને ટાળી શકાય.

MCD એ આ સમયગાળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે દિલ્હી પોલીસ પાસેથી 400 જવાનોની માગણી કરી છે, જેઓ કાયદો અને વ્યવસ્થા સંભાળશે. જહાંગીરપુરીમાં હિંસા બાદ ઉત્તર MCDના કડક આદેશો અને ગૃહ મંત્રાલયના કડક પગલાં લેવાના આદેશ બાદ જહાંગીરપુરી વિસ્તારમાં રસ્તાઓ પર દબાણ કરનારા તમામ લોકો સવારથી જ સામાન હટાવવા માટે આવી ગયા હતા. જે લોકોએ રસ્તા પર દબાણ કર્યું હતું તે તમામ લોકો પોતાનો સામાન રસ્તા પરથી હટાવવા પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે જહાંગીરપુરી ખૂબ જ વ્યસ્ત વિસ્તાર છે. અહીં લોકોએ રસ્તાઓ પર દબાણ કર્યું છે. લોકોનો સામાન રસ્તાઓ પર વેરવિખેર પડ્યો છે. જેના કારણે અવર-જવરમાં સમસ્યા સર્જાય છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. સાથે જ હિંસા જેવી ઘટનાઓ વખતે પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ બની જાય છે. તેવામાં પ્રશાસને હવે દબાણ સામે કડક વલણ અપનાવ્યું છે.

7 જેસીબી મશીન મોકલાયા
ઉત્તર MCDએ જહાંગીરપુરીમાં અતિક્રમણ દૂર કરવા માટે 7 JCB મશીનો અને સ્ટાફ મોકલ્યો છે. નોર્થ MCDના મેયર રાજા ઈકબાલ સિંહનું કહેવું છે કે અમે કાયદાના દાયરામાં રહીને જ કામ કરીશું, ફક્ત ગેરકાયદે બાંધકામો જ દૂર કરવામાં આવશે. ગેરકાયદેસર બાંધકામ દરમિયાન રાયદો ્ને શાંતિપૂર્મ માહોલ જળવાઇ રહે તે માટે સુરક્ષા દળોએ થોડા સમય પહેલા ફ્લેગ માર્ચ પણ કરી હતી.
ભાજપ દિલ્હીનું વાતાવરણ બગાડવા માંગે છેઃ અમાનતુલ્લા
AAP ધારાસભ્ય અમાનતુલ્લાએ કહ્યું કે, અમિત શાહ અને ભાજપ દિલ્હીના શાંતિપૂર્ણ વાતાવરણને બગાડવા માંગે છે. એમસીડીનો ઉપયોગ કરીને હવે જહાંગીરપુરીમાં દબાણના નામે બુલડોઝર ચલાવવા અને ચોક્કસ સમુદાય પર અત્યાચાર કરવા માટે નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જો તેના પર સમયસર અંકુશ નહીં આવે તો આ સસ્તી રાજનીતિ દેશને ડુબાડી દેશે!
શું આ દિવસ માટે મત આપ્યા હતા? : ઓવૈસીનો કેજરીવાલને સવાલ
AIMIM નેતા ઓવૈસીએ કહ્યું કે, ભાજપે ગરીબો સામે યુદ્ધ છેડ્યું છે. યુપી અને એમપીની જેમ દિલ્હીમાં પણ દબાણના નામે મકાનો તોડી પાડવામાં આવશે. કોઈ નોટિસ નહીં, કોર્ટમાં જવાની કોઈ તક નહીં. તે ગરીબ મુસ્લિમો માટે માત્ર સજા છે. કેજરીવાલે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ. 
ઓવૈસીએ કેજરીવાલને પૂછ્યું કે શું તેમની સરકારનો PWD વિભાગ આમાં સામેલ છે? શું જહાંગીરપુરીના લોકોએ આવા વિશ્વાસઘાત અને કાયરતા માટે તેમને મત આપ્યા હતા?
Tags :
BulldozerDelhiGujaratFirstJahangirpuriJahangirpuriViolenceજહાંગીરપુરીહિંસાબુલડોઝર
Next Article