બીએસએફે સિરક્રીકમાંથી 3 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી
કચ્છ (Kutchch)માં BSF જવાનોએ પેટ્રોલિંગ કરીને સિરક્રીકમાંથી 3 પાકિસ્તાની માછીમારો (Pakistani Fishermen)ની ધરપકડ કરી છે. 1 પાક ફિશિંગ બોટ જપ્ત કરી છે. BSF પેટ્રોલિંગ પાર્ટીએ સરક્રીકના પૂર્વ કિનારે હિલચાલ જોઈ અને તરત જ સ્થળ પર દોડી જઈને માછીમારોને પકડી લીધા હતા.પકડાયેલા પાક માછીમારોમાં સૈયદ ગુલામ મુર્તઝા હસન મોહમ્મદ શાહ, વિલ બાલ્દિયા, બશીર જવાદ, ગર્જે મુશાપરા, અલી અકબર અબ્દુલ ગની ભુટા કેમારીનો સમાવેશ àª
03:07 AM Feb 23, 2023 IST
|
Vipul Pandya
કચ્છ (Kutchch)માં BSF જવાનોએ પેટ્રોલિંગ કરીને સિરક્રીકમાંથી 3 પાકિસ્તાની માછીમારો (Pakistani Fishermen)ની ધરપકડ કરી છે. 1 પાક ફિશિંગ બોટ જપ્ત કરી છે. BSF પેટ્રોલિંગ પાર્ટીએ સરક્રીકના પૂર્વ કિનારે હિલચાલ જોઈ અને તરત જ સ્થળ પર દોડી જઈને માછીમારોને પકડી લીધા હતા.
પકડાયેલા પાક માછીમારોમાં સૈયદ ગુલામ મુર્તઝા હસન મોહમ્મદ શાહ, વિલ બાલ્દિયા, બશીર જવાદ, ગર્જે મુશાપરા, અલી અકબર અબ્દુલ ગની ભુટા કેમારીનો સમાવેશ થાય છે
કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું
પાક માછીમારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની બોટનું એન્જીન તૂટી ગયું હતું અને ભારે ભરતી અને ભારે પવનને કારણે બોટ સિરક્રીક તરફ વહી ગઈ હતી અને તેઓ અજાણતા સરક્રીકની ભારતીય બાજુમાં પ્રવેશ્યા હતા. જપ્ત કરાયેલી બોટની સઘન તપાસ કરવામાં આવી હતી પરંતુ બોટમાંથી કે તેમના કબજામાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.
તમામ એજન્સી એલર્ટ
પ્રાથમિક પૂછપરછ બાદ આ પાકિસ્તાનીઓને નારાયણ સરોવર પોલીસના હવાલે કરવામાં આવશે જ્યાંથી તેઓને ભુજની જે.આઈ. સી.માં મોકલવામાં આવશે. જ્યાં જુદી જુદી એજન્સી તપાસ કરશે. હાલમાં જે પાકિસ્તાની શખ્સો કહી રહ્યા છે તે સત્ય છે કે કેમ તે હજુ તપાસનો વિષય બની જવા પામ્યો છે. હાલ આ કેસને લઈને તમામ એજન્સી એલર્ટ બની છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article