Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિવાલની પ્લાસ્ટર માટે લોખંડની પાલક બાંધી રહેલા ભાઈ બહેનના વીજ કરંટ બાદ વડોદરામાં મોત

પેટ કરાવે વેટ આ યુક્તિ અહીંયા સાર્થક થઈ રહી છે જેમાં એક મકાનમાં દિવાલના પ્લાસ્ટર માટે મજૂરી કામ અર્થે ભાઈ બેન આવ્યા હતા અને બંને જણા લોખંડની પાલક બાંધી રહ્યા હતા તે દરમિયાન લોખંડની પાલખ ઉપરથી પસાર થતાં વીજ વાયરને અડી જતા બંને ભાઈ-બેને પકડેલી લોખંડની પાલખથી જોરદાર કરંટ લાગતા ગંભીર રીતે ઘવાઈ ગયા હતા અને બંને જણાને વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન àª
03:27 PM Jan 13, 2023 IST | Vipul Pandya
પેટ કરાવે વેટ આ યુક્તિ અહીંયા સાર્થક થઈ રહી છે જેમાં એક મકાનમાં દિવાલના પ્લાસ્ટર માટે મજૂરી કામ અર્થે ભાઈ બેન આવ્યા હતા અને બંને જણા લોખંડની પાલક બાંધી રહ્યા હતા તે દરમિયાન લોખંડની પાલખ ઉપરથી પસાર થતાં વીજ વાયરને અડી જતા બંને ભાઈ-બેને પકડેલી લોખંડની પાલખથી જોરદાર કરંટ લાગતા ગંભીર રીતે ઘવાઈ ગયા હતા અને બંને જણાને વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા
વડોદરા ખાતે રીફર કરવાની ફરજ પડી હતી
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ રોટરી ક્લબની પાછળ દિવાલના પ્લાસ્ટર માટે મજૂરીયાત મહેશભાઈ તીતડીયા મહિડા ઉંમર વર્ષ ૨૫ તેમજ તેની સગી બેન આશાબેન મહિડા ઉંમર વર્ષ 18ની લોખંડની પાલખ મકાન ઉપર બાંધી રહ્યા હતા તે દરમિયાન લોખંડની પાલખ થોડી ઊંચી થતા ઉપરથી પસાર થતી જીવંત વીજ વાયર સાથે લોખંડની પાલખ અડી જવાના કારણે બંને ભાઈ બહેનોને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો અને તેઓ મકાન ઉપર જ પટકાયા હતા. બંને ભાઈ બહેનને બંને હાથો તેમજ શરીર મોઢા સહિત સંપૂર્ણ શરીર ઉપર ગંભીર રીતે દાજી જવાના કારણે તેઓને સૌપ્રથમ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ બંને જણા 70% થી વધુ દાઝી ગયા હોવાના કારણે ગંભીર પરિસ્થિતિમાં સારવાર માટે વડોદરા ખાતે રીફર કરવાની ફરજ પડી હતી અને ત્યાં પણ ટૂંકી સારવાર દરમિયાન બંનેના મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે
ડિવિઝન પોલીસે પણ અકસ્માત ગુનો દાખલ કરી કાર્યવાહી 
ગંભીર રીતે ઘવાયેલા ભાઈ બેનને જોઈને તેના માતા પિતા પણ દોડી આવ્યા હતા અને ઇજાગ્રત ભાઈ બહેનને જોઈને તેઓનું હૈયા ફાટક રુદનથી ભરૂચ સિવિલ પણ ગમગીનીમાં ફેલાઈ ગઈ હતી જોકે સિવિલ હોસ્પિટલમાં બંને ભાઈ-બહેનની સારવાર થઈ શકે તેવી સ્થિતિ ન હોવાના કારણે હાલ તો ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી છે પરંતુ નાના કોન્ટ્રાક્ટરો પણ આવા મજૂરો માટે સેફટીના સાધનો ન ઉપલબ્ધ કરતા હોવાના કારણે આવી દુર્ઘટનાઓ પણ ઘટતી હોવાનું માનવામાં આવે છેગંભીર રીતે ગવાયેલા બંને ભાઈ બહેનના મોત થતા ભરૂચ એ ડિવિઝન પોલીસે પણ અકસ્માત ગુનો દાખલ કરી કાર્યવાહી આરંભી છે
આપણ વાંચો- અંબાજી મંદિરને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BharuchBothbrotherscurrentGujaratFirstHospitaldeathLaborworkStationRoad
Next Article