Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બ્રિટિશ PM ઋષિ સુનકે કહ્યું બાળપણમાં રંગભેદનો સામનો કર્યો છે, તે શબ્દો બહુ પીડા આપતા

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે બકિંગહામ પેલેસમાં રંગભેદના આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે. જોકે તેમણે તેનો સીધો ઉલ્લેખ કર્યો નથી. સુનકે કહ્યું કે આપણે રંગભેદ સામે અવાજ ઉઠાવવો જોઈએ. જ્યાં પણ આવા આક્ષેપો થયા છે તેની તપાસ થવી જોઈએ.ઋષિ સુનકે કહ્યું બાળપણમાં રંગભેદનો સામનો કર્યો છે ભારતીય મૂળના સુનકે કહ્યું મેં બાળપણમાં રંગભેદનો સામનો કર્યો છે. તેમણે કહ્યું જ્યારે નાના ભાઈ-બહેનોની સàª
11:44 AM Dec 03, 2022 IST | Vipul Pandya
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે બકિંગહામ પેલેસમાં રંગભેદના આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે. જોકે તેમણે તેનો સીધો ઉલ્લેખ કર્યો નથી. સુનકે કહ્યું કે આપણે રંગભેદ સામે અવાજ ઉઠાવવો જોઈએ. જ્યાં પણ આવા આક્ષેપો થયા છે તેની તપાસ થવી જોઈએ.
ઋષિ સુનકે કહ્યું બાળપણમાં રંગભેદનો સામનો કર્યો છે 
ભારતીય મૂળના સુનકે કહ્યું મેં બાળપણમાં રંગભેદનો સામનો કર્યો છે. તેમણે કહ્યું જ્યારે નાના ભાઈ-બહેનોની સામે આ પ્રકારનું વર્તન થતું ત્યારે તેમને વધુ ખરાબ લાગતું હતું.. જો કે તેમણે ઉમેર્યુ કે મને એ કહેતા આનંદ થાય છે કે બાળપણમાં મને જેવો અનુભવ થયો છે, એવો અનુભવ આજે કોઇને પણ ન થઇ શકે. કારણ કે રંગભેદનો સામનો કરવામાં બ્રિટને  ઘણી પ્રગતિ કરી છે...આ સાથે તેમણે એમ પણ કહ્યું કે રંગભેદનો સામનો કરવા માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. 
રંગભેદના થોડા જ શબ્દો હૃદયને વિંધી નાંખતા 
રંગભેદની મામલે તેમણે કહ્યું  માત્ર થોડા જ શબ્દો બોલવામાં આવતા, પરંતુ એ શબ્દો જેટલી પીડા આપતા હતા તેટલી પીડા બીજી કોઇ વસ્તુ ન આપી શકે, આ શબ્દો આપના  હૃદયને વીંધી નાંખે છે . એક અલ્પ સંખ્યક સમુદાય હોય છે જે હમેંશા એવું સમજીને ચાલે છે કે તેના પ્રત્યે જાતિવાદી વલણ અપનાવવામાં આવી રહ્યું છે,પરંતુ હું મારા દેશની આવી છબી રજૂ કરવા માંગતો નથી.
આ પણ વાંચો -  ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરનારા દેશોની યાદીમાં ચીન અને પાકિસ્તાન સહિત 12 દેશનો સમાવેશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
apartheidBritishchildfacedGujaratFirsthurtRishiSunak
Next Article