આ બિમારી તમારી નિર્ણય શક્તિનો કરે છે નાશ, જાણો લક્ષણો અને ઉપાય
બદલાતી જીવનશૈલી અને વધતા માનસિક તણાવને કારણે આજકાલ લોકો બ્રેઈન ફોગ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બ્રેઈન ફોગ (Brain Fog) એ કોઈ મેડિકલ કંડીશન નથી પણ અન્ય મેડિકલ કંન્ડિશનના લક્ષણ છે. તે યાદશક્તિ ઘટવી, માનસિક સ્પષ્ટતાનો અભાવ, ફોકસ કરવામાં મુશ્કેલી, ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતાનો સમાવેશ થાય છે. આ સ્થિતિમાં વ્યક્તિ હંમેશા મૂંઝવણ અનુભવે છે અને કોઈ નિર્ણય લઈ શકતો નથી.બ્રેઈન ફોગના કા
05:05 PM Oct 11, 2022 IST
|
Vipul Pandya
બદલાતી જીવનશૈલી અને વધતા માનસિક તણાવને કારણે આજકાલ લોકો બ્રેઈન ફોગ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બ્રેઈન ફોગ (Brain Fog) એ કોઈ મેડિકલ કંડીશન નથી પણ અન્ય મેડિકલ કંન્ડિશનના લક્ષણ છે. તે યાદશક્તિ ઘટવી, માનસિક સ્પષ્ટતાનો અભાવ, ફોકસ કરવામાં મુશ્કેલી, ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતાનો સમાવેશ થાય છે. આ સ્થિતિમાં વ્યક્તિ હંમેશા મૂંઝવણ અનુભવે છે અને કોઈ નિર્ણય લઈ શકતો નથી.
બ્રેઈન ફોગના કારણો
ક્રોનિક સ્ટ્રેસ બ્લડ પ્રેશરને વધારી શકે છે. રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે અને ડિપ્રેશન વધારી શકે છે. તેનાથી માનસિક થાક અનુભવાય છે. બ્રેન ફોગ થવાથી મગજને વિચારવા, સમજવા, પોતાની વાત રાખવા અને ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી આવે છે. પુરતી ઉંઘ નહી લેવાથી તમારા મગજની કામ કરવાની ક્ષમતા પર વિઘ્ન નાખી શકે છે. તેથી દરરોજ 8 થી 9 કલાક ઉંઘ લેવી જરૂરી છે. ખુબ ઓછું ઉંઘવાથી ફોકસ ઘટે છે અને બ્રેન ફોગની સ્થિતિ નિર્માણ પામે છે.
લક્ષણ
થાક, ભૂલવાની આદત, ઉદાસી અને એકલતા લાગવી, વિચારો ના આવવા, અનિદ્રા, માથાનો દુ:ખાવો, ઈરિટેશન, ફોક્સ કરવામાં મુશ્કેલી, મૂડમાં વારેવારે ફેરફાર થવા
ઈલાજ
- બ્રેઈન ફોગનો ઈલાજ તેના કારણો પર નિર્ભર કરે છે. જીવનશૈલીમાં ફેરફારથી પણ આ સ્થિતિમાં મદદ મળી શકે છે.
- કોમ્પ્યુટર અને મોબાઈલ ફોનમાં ઓછો સમય વિતાવો
- પૌષ્ટિક ખોરાક લેવો
- કસરત કરવી
- પુરતી ઊંઘ લેવું
- દારૂ, ધુમ્રપાન અને વધારે પડતી કૉફી પીવાનું ટાળો
- જે કામ કરવામાં મજા આવે તેમાં પોતાની જાતને વ્યસ્ત રાખો
Next Article