Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય મિસાઈલનો પ્રહાર, થોડી જ ક્ષણોમાં યુદ્ધ જહાજ થયું ધ્વસ્ત, જુઓ બ્રહ્મોસની તાકાત

ભારતીય વાયુસેનાએ મંગળવારે બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ પૂર્વી સમુદ્ર તટ પર સુખોઈ 30 એમકેઆઈ એરક્રાફ્ટથી કરવામાં આવ્યું છે. આ ત્યારે થયું જ્યારે ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળના સંકલનમાં આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બ્રહ્મોસ મિસાઈલનું ફાયરિંગ સુખોઈ 30 એમકેઆઈ એરક્રાફ્ટથી કરવામાં આવ્યું હતું. આ વિશે માહિતી આપતા ભારતીય વાયુસેનાએ કહ્યુà
ભારતીય મિસાઈલનો પ્રહાર  થોડી જ ક્ષણોમાં યુદ્ધ જહાજ થયું ધ્વસ્ત  જુઓ બ્રહ્મોસની તાકાત

ભારતીય વાયુસેનાએ મંગળવારે બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું
હતું. આ પરીક્ષણ પૂર્વી સમુદ્ર તટ પર સુખોઈ
30 એમકેઆઈ એરક્રાફ્ટથી કરવામાં આવ્યું છે. આ ત્યારે થયું જ્યારે ભારતીય
વાયુસેના અને ભારતીય નૌકાદળના સંકલનમાં આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન
બ્રહ્મોસ મિસાઈલનું ફાયરિંગ સુખોઈ
30 એમકેઆઈ
એરક્રાફ્ટથી કરવામાં આવ્યું હતું.

Advertisement

આ વિશે માહિતી આપતા ભારતીય વાયુસેનાએ કહ્યું કે પૂર્વીય સમુદ્રતટ પર વાયુસેનાએ સુખોઈ 30 એમકેઆઈ એરક્રાફ્ટથી બ્રહ્મોસ મિસાઈલનું ફાયરિંગ કર્યું. આ મિસાઈલ
નિષ્ક્રિય ભારતીય નૌકાદળના જહાજના નિશાન પર સીધ
જ અથડાઈ હતી
અને જહાજને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું. આ મિશન ભારતીય નૌકાદળના
સંકલનમાં શરૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

ગયા મહિનાની શરૂઆતમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું આંદામાન અને નિકોબારમાં
સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને રશિયાના
NPO Machostroyenia
અને ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન
દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. તે રશિયાની પી-
800 ઓન્કિસ ક્રૂઝ મિસાઈલની ટેક્નોલોજી પર આધારિત છે.

Advertisement

બ્રહ્મોસ ટૂંકા અંતરની રામજેટ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ છે. તેને
સબમરીન
, જહાજ, એરક્રાફ્ટ અથવા તો જમીન પરથી લોન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલ IAFને દિવસ કે રાત અને તમામ હવામાન પરિસ્થિતિઓમાં ચોકસાઈ સાથે વિશાળ
સ્ટેન્ડ-ઓફ રેન્જથી સમુદ્ર અથવા જમીન પરના કોઈપણ લક્ષ્યને પ્રહાર કરવાની ક્ષમતા
આપે છે.

Tags :
Advertisement

.