Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુટ્યુબ વિડીયો જોઈને છોકરાએ બનાવ્યો દારૂ; દારુ પીવડાવાથી મિત્રની તબિયત લથડી

કેરળની રાજધાની તિરુવનંતપુરમમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 12 વર્ષના છોકરાએ યુટ્યુબ પર એક વિડીયો જોયા બાદ દ્રાક્ષમાંથી વાઇન બનાવ્યો, જે તેણે તેના મિત્રને આપ્યો. જેના કારણે તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ઘરે  ખરીદેલી દ્રાક્ષનો ઉપયોગ કરીને વાઇન બનાવ્યો રિપોર્ટ અનુસાર દારૂ પીધા બાદ તેને ઉલ્ટી થવા લાગી હતી. તેમની બગડતી તબિયત જોઈને તેમને ચિરાયંકિઝુની હોસ્પિટલમાં દાખલ કરવàª
06:58 AM Jul 31, 2022 IST | Vipul Pandya
કેરળની રાજધાની તિરુવનંતપુરમમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 12 વર્ષના છોકરાએ યુટ્યુબ પર એક વિડીયો જોયા બાદ દ્રાક્ષમાંથી વાઇન બનાવ્યો, જે તેણે તેના મિત્રને આપ્યો. જેના કારણે તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. 
ઘરે  ખરીદેલી દ્રાક્ષનો ઉપયોગ કરીને વાઇન બનાવ્યો 
રિપોર્ટ અનુસાર દારૂ પીધા બાદ તેને ઉલ્ટી થવા લાગી હતી. તેમની બગડતી તબિયત જોઈને તેમને ચિરાયંકિઝુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેની તબિયત સ્થિતિ હોવાનું કહેવાય છે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના શુક્રવારે બની હતી. પોલીસ દ્વારા મળેલી માહિતીના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન, છોકરાએ જણાવ્યું કે તેણે તેના માતાપિતા દ્વારા ખરીદેલી દ્રાક્ષનો ઉપયોગ કરીને વાઇન બનાવ્યો હતો.
દારૂ બનાવ્યા બાદ બોટલને જમીન નીચે દાટી 
અધિકારીના જણાવ્યા મુજબ, છોકરાએ કહ્યું કે તેણે તેમાં અન્ય કોઈ દારૂ કે કેમિકલ ભેળવ્યું નથી. યુટ્યુબ પર જોવા મળેલા વિડીયો મુજબ વાઈન બનાવ્યા બાદ તેણે તેને બોટલમાં ભરી અને તેને જમીનની નીચે દાટી દીધી. પોલીસે જણાવ્યું હતું કે છોકરાની માતાને ખબર હતી કે તે દારૂ બનાવવામાં હાથ અજમાવી રહ્યો હતો, પરંતુ તેણે આ બાબતને  ગંભીરતાથી લીધી ન હતી. પોલીસે દારૂનો નમૂનો તપાસ માટે મોકલી આપ્યા છે.
ટીમે છોકરાએ બનાવેલા દારૂના સેમ્પલ લીધા
પોલીસ ટીમે છોકરાએ બનાવેલા દારૂના સેમ્પલ લીધા અને કોર્ટની પરવાનગીથી કેમિકલ ટેસ્ટ માટે મોકલ્યા. અધિકારીએ કહ્યું કે તપાસ બાદ એ વાતની પુષ્ટિ થશે કે આરોપીઓએ દારૂમાં અન્ય કોઈ કેમિકલ ભેળવ્યું હતું કે નહીં. જો કોઈ ભેળસેળવાળી વસ્તુ મળી આવશે તો જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે.
Tags :
GrapesAlcoholGujaratFirstKeralaWine
Next Article