ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના કાર્યક્રમમાં ફૂટ્યો બોમ્બ, માત્ર 15 ફૂટ હતા દૂર

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની સુરક્ષામાં ફરી એક વખત મોટી ખામી જોવા મળી છે. બિહારના નાલંદામાં તેમના સામૂહિક સંવાદ કાર્યક્રમ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો છે. આ પહેલા 27 માર્ચે પટનાના બખ્તિયારપુરમાં નીતિશ કુમારને મુક્કો મારવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી  નીતિશ કુમાર સતત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે, આ જ કડીમાં તેમનો કાર્યક્રમ નાલંદામાં હતો. જ્યાં બોમ્બ
12:02 PM Apr 12, 2022 IST | Vipul Pandya
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની સુરક્ષામાં ફરી એક વખત મોટી ખામી જોવા મળી છે. બિહારના નાલંદામાં તેમના સામૂહિક સંવાદ કાર્યક્રમ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો છે. આ પહેલા 27 માર્ચે પટનાના બખ્તિયારપુરમાં નીતિશ કુમારને મુક્કો મારવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી  નીતિશ કુમાર સતત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે, આ જ કડીમાં તેમનો કાર્યક્રમ નાલંદામાં હતો. જ્યાં બોમ્બ વિસ્ફોટની ઘટના બની છે. જોકે નીતિશ કુમાર સંપૂર્ણપણે સુરક્ષિત છે.
સિલાવની ગાંધી હાઈસ્કૂલમાં કાર્યક્રમ દરમિયાન કોઈએ ફટાકડાનો બોમ્બ ફોડ્યો હતો. સીએમ નીતિશ કુમારથી માત્ર 15થી 18 ફૂટ દૂર બોમ્બ વિસ્ફોટ થયો હતો. ઈવેન્ટ દરમિયાન લોકોને મળી રહેલા નીતીશ કુમારના પગ સ્પર્શ કરવાના બહાને એક યુવકે તેમની નજીક જઈને વિસ્ફોટ કર્યો હતો. સદ્ભાગ્યે તે ફટાકડો હતા, જે નીતિશ કુમારથી થોડે દૂર પડ્યો હતા. જેના કારણે ત્યાંની કાર્પેટ સળગી હતી. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા.

પહેલા લાગ્યું કે ફાયરિંગ થયું છે, બાદમાં ફટાકડા ફોડવાનો મામલો સામે આવ્યો. પોલીસે આરોપીને ઝડપી લીધો છે. તેની ઓળખ નાલંદાના ઈસ્લામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સત્યારગંજના રહેવાસી 22 વર્ષીય શુભમ આદિત્ય તરીકે થઈ છે. પોલીસ તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી રહી છે. તેના કબજામાંથી જપ્ત કરાયેલા ફટાકડા અને માચીસ મળી આવ્યા હતા. નોંધનીય છે કે, તાજેતરના દિવસોમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થામાં વધુ એક મોટી ભૂલ સામે આવી છે. 
સ્નિફર ડોગ્સ પણ વિસ્ફોટકોને સૂંઘી ના શક્યા
નાલંદામાં બનેલી ઘટના બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. તોફાની તત્વ ડી એરિયામાં માચીસ અને વિસ્ફોટકો સાથે ઘૂસી ગયા હતા, પરંતુ સુરક્ષાકર્મીઓની નજર સુદ્ધાં પડી ન હતી. મુખ્યમંત્રી સ્થળ પર ત્રણ-સ્તરીય સુરક્ષામાં હતા. જ્યાં સ્પેશિયલ બ્રાંચના પીઆઇથી લઇને કોન્સ્ટેબલો તહેનાત હતા. ઉપરાંત બે એસપી અને એએસપી રેન્કના અધિકારીઓ હતા. નિયમ મુજબ ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટના પહેલા સ્થળનું નિરીક્ષણ કરે છે. બંને ટુકડીઓ કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ત્યાં જ રહે છે. આ ઘટના બાદ બંને ટુકડીઓની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્નિફર ડોગ્સ પણ વિસ્ફોટકની ગંધ ના લઇ શક્યા.
Tags :
BiharBombGujaratFirstnitishkumar
Next Article