Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈમાં ત્રણ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ખળભળાટ, અપાયું હાઇ એલર્ટ

મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઈમાં ત્રણ જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મળતી માહિતી  અનુસાર  પોલીસ કંટ્રોલ રૂમ (PoliceControlRoom)માં ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં અંધેરીના ઇન્ફિનિટી મોલ, જુહુના PVR અને સાંતાક્રુઝમાં સહારાની ફાઇવ સ્ટાર હોટલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.પોલીસે તપાસ હાથ ધરીઆ ધમકીભર્યો કોલ મળતા જ પોલીસ વિભાગ પણ સતર્ક બની ગયું હતું અને આ ત્રણેય સ્થળો અને આસપાà
મુંબઈમાં ત્રણ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ખળભળાટ  અપાયું હાઇ એલર્ટ

મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઈમાં ત્રણ જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મળતી માહિતી  અનુસાર  પોલીસ કંટ્રોલ રૂમ (PoliceControlRoom)માં ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં અંધેરીના ઇન્ફિનિટી મોલ, જુહુના PVR અને સાંતાક્રુઝમાં સહારાની ફાઇવ સ્ટાર હોટલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

Advertisement

Advertisement

પોલીસે તપાસ હાથ ધરી
આ ધમકીભર્યો કોલ મળતા જ પોલીસ વિભાગ પણ સતર્ક બની ગયું હતું અને આ ત્રણેય સ્થળો અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. જો કે પોલીસને હજુ સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને રાત્રે 10:30 વાગ્યે હેલ્પલાઈન નંબર 112 પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં તેમને ત્રણ સ્થળોએ બોમ્બ વિસ્ફોટની ચેતવણી આપવામાં આવી હતી. પોલીસ હાલ ફોન કરનારને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે જેથી કેસની યોગ્ય ચકાસણી થઈ શકે.

Advertisement



પહેલા પણ ધમકીભર્યા ફોન આવ્યા હતા
વાસ્તવમાં હાલના સમયમાં મુંબઈ પોલીસને આવા અનેક ધમકીભર્યા કોલ આવી રહ્યા છે, જે તપાસમાં સંપૂર્ણપણે ખોટા નીકળ્યા હતા. અહીં લગભગ એક મહિના પહેલા સાંતાક્રુઝમાં રહેતા એક વ્યક્તિને આવા જ ધમકીભર્યા ફોન આવ્યા હતા, જેમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ વ્યક્તિએ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફોન કરનારે વોટ્સએપ કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, "બોમ્બ બ્લાસ્ટ કરવો છે, ઇન્ડિયામાં તબાહી સર્જવી છે ". જો કે આ ધમકી એકદમ ખોટી સાબિત થઇ હતી.

Tags :
Advertisement

.