Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલિવૂડ અભિનેતા વિક્રમ ગોખલેની તબિયત ખરાબ, 15 દિવસથી છે હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલેની હાલત નાજુક છે. 'હમ દિલ દે ચૂકે સનમ' ફેમ અભિનેતા છેલ્લા 15 દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત નાજુક હોવાના સમાચાર મળી રહ્યા છે. અભિનેતાની હાલત પહેલાથી જ નાજુક હતી. જોકે, તબીબો દરેક ક્ષણે તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે અને તેમણે સારવારનો જવાબ આપવાનું બંધ કરી દીધુà
બોલિવૂડ અભિનેતા વિક્રમ ગોખલેની તબિયત ખરાબ  15 દિવસથી છે હોસ્પિટલમાં દાખલ
બોલિવૂડના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલેની હાલત નાજુક છે. 'હમ દિલ દે ચૂકે સનમ' ફેમ અભિનેતા છેલ્લા 15 દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત નાજુક હોવાના સમાચાર મળી રહ્યા છે. અભિનેતાની હાલત પહેલાથી જ નાજુક હતી. જોકે, તબીબો દરેક ક્ષણે તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે અને તેમણે સારવારનો જવાબ આપવાનું બંધ કરી દીધું છે. જોકે, ગોખલેના પરિવારે હજુ સુધી તેમના સ્વાસ્થ્ય અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
વિક્રમ ગોખલેની હાલત ગંભીર
વિક્રમ ગોખલે એક દિગ્ગજ અભિનેતા છે. બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં તેેમણે યાદગાર ભૂમિકાઓ ભજવી છે. હમ દિલ દે ચૂકે સનમ તેમની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં તેમણે ઐશ્વર્યા રાયના પિતાની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તે ભૂલ ભુલૈયા, દે દનાદનમાં પણ જોવા મળ્યા હતા. વળી, અક્ષય કુમારની મિશન મંગલમાં પણ તેમનું પાત્ર ખૂબ જ મહત્વપૂર્ણ હતું, જેમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. 
Advertisement

આઘાત સાથે દિગ્દર્શન શરૂ કર્યું
તેઓ મરાઠી થિયેટર અને ફિલ્મ અભિનેતા ચંદ્રકાંત ગોખલેના પુત્ર છે. વિક્રમ ગોખલે મરાઠી થિયેટર, હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે. તેમણે 2010માં મરાઠી ફિલ્મ આઘાતથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. 90 થી વધુ ફિલ્મો અને નાટકોમાં કામ કર્યા પછી, તેમણે ગળાની બિમારીને કારણે 2016 માં સ્ટેજ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લીધી હતી.
સંઘર્ષના દિવસોમાં મળ્યો અમિતાભ બચ્ચનનો સાથ
વિક્રમ ગોખલે સિનેમા જગતના જાણીતા અભિનેતા છે. તે દરેક બાબતમાં પોતાનો અભિપ્રાય નિર્ભય રીતે રાખે છે. અભિનેતાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતાએ તેમના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું મારા મિત્ર અમિતાભ બચ્ચનનો આભાર માનું છું, જેમણે મને સંઘર્ષના દિવસોમાં સાથ આપ્યો. તેમણે 26 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચનની ફિલ્મ પરવાનાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. હમ દિલ દે ચૂકે સનમ, અગ્નિપથ અને ખુદાગવાહ જેવી ફિલ્મોમાં તેમના કામને ઓળખવામાં આવી હતી. હિન્દી સિવાય તેમણે ઘણી મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનેતાને વર્ષ 2010માં મરાઠી ફિલ્મ ઈશ્તી માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. 2010 માં, તેમણે મરાઠી ફિલ્મ આઘાતથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી. અભિનેતા તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દસાનીની ફિલ્મ નિકમ્મામાં જોવા મળ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.