પોરબંદરના મોકર ગામે બોગસ તબીબ ઝડપાયો, 12 વર્ષથી ચલાવતો હતો દવાખાનું
પોરબંદરના મોકર ગામે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને એક બોગસ ડોક્ટરન ઝડપી લઈને તેની પાસેથી વિવિધ દવા સહિતનો રુ.૨૧ હજારનો મેડિકલ મુદ્દામાલ કબ્જે કરી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પોરબંદર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ ચાઉં તથા મોહિતભાઈ ગોરાણીયાને બાતમી મળી હતી કે, મોકર ગામે પ્લોટ વિસ્તારમાં આવેલા કાનાભાઈ ખીમજી
પોરબંદરના મોકર ગામે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને એક બોગસ ડોક્ટરન ઝડપી લઈને તેની પાસેથી વિવિધ દવા સહિતનો રુ.૨૧ હજારનો મેડિકલ મુદ્દામાલ કબ્જે કરી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ ચાઉં તથા મોહિતભાઈ ગોરાણીયાને બાતમી મળી હતી કે, મોકર ગામે પ્લોટ વિસ્તારમાં આવેલા કાનાભાઈ ખીમજીભાઈ ટુકડિયાના મકાનમાં કેતન ગંગારામ નેનુજી નામનો શખ્સ પોતાની પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ પ્રેક્ટિસની ડિગ્રી ન હોવા છતાં માનવ જીંદગીઓને જોખમમાં મૂકીને બોગસ ડોક્ટર બનીને જન આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે.
SOGના સ્ટાફે મોકર ગામે દરોડો પાડ્યો હતો અને બોગસ ડોક્ટર તરીકે દવા આપવાની હાટડી ચલાવી રહેલાં કેતન ગંગારામ નેનુજી (રહે. કડિયા પ્લોટ, શેરી નં.૭, પોરબંદર)ને ઝડપી લઈને તેની પાસેથી વિવિધ કેપ્સ્યૂલ્સ, ઈન્જેક્શન તથા અન્ય દવાઓ મળી કુલ રુ.૨૧૦૨૭નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આ શખ્સ છેલ્લા ૧૨ વર્ષથી કોઈપણ જાતની ડિગ્રી વિના જ દવાખાનું ચલાવતો હતો. અગાઉ પોરબંદરમાં એક વિખ્યાત તબીબને ત્યાં કામ કરતા આ શખ્સે બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે અને તબીબને ત્યાં કામના અનુભવના આધારે તેણે બોગસ તબીબ તરીકે દવાની હાટડી શરુ કરી દીધી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement