Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્રમાંથી મળી AK-47 ભરેલી બોટ ઓસ્ટ્રેલિયાની, હજુ સુધી કોઈ આતંકવાદી એંગલ ન મળ્યો

મહારાષ્ટ્રના દરિયાકિનારે મળી આવેલી વિદેશી બોટમાંથી ત્રણ એકે-47 રાઈફલ અને અન્ય હથિયારો મળી આવ્યા બાદ  દેશમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ભયનો માહોલ સર્જાયો હતો. હજુ આ બાબતે તપાસ ચાલુ છે. જો કે હજુ સુધી આ ઘટનામાં કોઈ આતંકવાદી એંગલ મળ્યો નથી. મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી મળી આવેલ સંગિદધ વિદેશી બોટમાંથી ત્રણ એકે-47 રાઈફલ અને અન્ય હથિયારો મળી આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને ભયનો માહોલ સર
મહારાષ્ટ્રમાંથી મળી ak 47 ભરેલી બોટ ઓસ્ટ્રેલિયાની  હજુ સુધી કોઈ આતંકવાદી એંગલ ન મળ્યો
મહારાષ્ટ્રના દરિયાકિનારે મળી આવેલી વિદેશી બોટમાંથી ત્રણ એકે-47 રાઈફલ અને અન્ય હથિયારો મળી આવ્યા બાદ  દેશમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ભયનો માહોલ સર્જાયો હતો. હજુ આ બાબતે તપાસ ચાલુ છે. જો કે હજુ સુધી આ ઘટનામાં કોઈ આતંકવાદી એંગલ મળ્યો નથી. 
મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી મળી આવેલ સંગિદધ વિદેશી બોટમાંથી ત્રણ એકે-47 રાઈફલ અને અન્ય હથિયારો મળી આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને ભયનો માહોલ સર્જાયો હતો. બાબતે તપાસ ચાલુ છે. જો કે હજુ સુધી આ ઘટનામાં કોઈ આતંકવાદી એંગલ જાણવા મળ્યું નથી. આ બોટમાં એક પણ વ્યક્તિ નહોતો.
મુંબઈથી 190 કિમીથી વધુ દૂર આવેલા શ્રીવર્ધન વિસ્તારમાં કેટલાક સ્થાનિકોએ બોટને જોઈ અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી. બોટમાં ત્રણ એકે 47 અને અન્ય હથિયારો હતા. તે હરિહરેશ્વર બીચ નજીક માછીમારોને મળી આવી હતી.
Advertisement

આ મામલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, રાયગઢ જિલ્લાના દરિયાકાંઠેથી એક ઓસ્ટ્રેલિયન મહિલાની માલિકીની બોટ મળી આવી છે. સત્તાવાર નિવેદન અનુસાર, સ્થાનિક માછીમારોને રાયગઢ કિનારે 16 મીટર લાંબી બોટ ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી હતી. પોલીસ અધિકારીઓને જાણ કર્યા બાદ બોટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ બોટનો ઉપયોગ ખાનગી સુરક્ષા માટે કરવામાં આવ્યો હતો. દરિયાઈ દુર્ઘટનાનો ભોગ બન્યા બાદ આ બોટ મહારાષ્ટ્રના દરિયામાં આવી છે. શોધ દરમિયાન બોટમાંથી એક લાઈફ બોટ પણ મળી આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
બોટમાંથી ત્રણ એકે રાઈફલ, કારતૂસ અને બોટને લગતા દસ્તાવેજો મળી આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ દરિયાકાંઠે નાકાબંધી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સંબંધિત એજન્સીઓ પણ તાત્કાલિક પહોંચી ગઈ હતી.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ બોટનું નામ "લાદિહાન" છે અને તે ઓસ્ટ્રેલિયન નાગરિક હાના લોર્ડોર્ગન નામની મહિલાની માલિકીની છે. તેમના પતિ જેમ્સ હોબર્ટ આ બોટના કેપ્ટન છે જે 26/06/2022 ના રોજ સવારે 10.00 વાગ્યે મસ્કતથી યુરોપ જઈ રહી હતી. જ્યાં 13.00 વાગ્યાની આસપાસ બોટનું એન્જિન બગડ્યું હતું તેથી ખલાસીઓએને મદદ માટે બોલાવ્યા હતા. કોરિયાના એક યુદ્ધ જહાજે નાવિકોને બોટમાંથી બચાવીને ઓમાનને સોંપ્યા હતા.  દરિયાના મોજાના કારણે બોટ "લદીહાન" કિનારે લાંગરવામાં નિષ્ફળતા મળી હતી. દરિયાના નીચવા પ્રવાહમાં ફસાઇ જવાથી આ બોટ મહારાષ્ટ્ર હરિહરેશ્વર કિનારે આવી પહોંચી હતી. બોટ મુંબઈથી 190 કિમી દૂર મળી આવી હતી. ઘટનાની માહિતી મળતાં જ રાયગઢના એસપી અશોક દુધે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી.
 
સ્થાનિક પોલીસ અને એન્ટી ટેરેરિસ્ટ સ્કોર્ડ બંને આ ઘટનાની વિસ્તૃત તપાસ કરી રહી છે. આવનાર સમયમાં મહારાષ્ટ્રમાં ગણેશઉત્સવ આવશે. ગણેશ વિસર્જન સમયે આ વિસ્તારમાં મોટી સંખ્યમાં માનવ મહેરામણ ઉમટે છે તેથી આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને તમામ પોલીસ એજન્સીઓને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને તપાસ કરી રહી છે. 
આ પહેલા રાયગઢના ધારાસભ્ય અદિતિ તટકરેએ કહ્યું હતું કે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની ભલામણ કરી છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે આ સુરક્ષા માટે મોટો ખતરો હોઈ શકે છે, કારણ કે મહારાષ્ટ્રમાં ઘણા મોટા તહેવારો, ખાસ કરીને ગણેશ ચતુર્થી આવી રહી છે. તેમણે કહ્યું કે, દહીં હાંડીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. ગણેશોત્સવને હવે માત્ર 10 દિવસ બાકી છે. લોકો અહીં તહેવારમાં આવે છે. આ બાબતને હળવાશથી ન લઈ શકાય.
Tags :
Advertisement

.