Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિહારના ભાગલપુરમાં બ્લાસ્ટ માળની ઇમારત ધરાશાયી, 8ના મોત

બિહારના ભાગલપુરમાં ગુરુવારે રાત્રે એક બ્લાસ્ટમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું અને આ ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા છે તથા આસપાસના અન્ય કેટલાંક મકાનોને નુકસાન પહોંચ્યું છે. આસપાસના રહેવાસીઓનું કહેવું છે કે, આ ઘરમાં બોમ્બ બનાવવામાં આવતા હતા તથા પરિવાર ફટાકડા બનાવવાનો વ્યવસાય કરે છે.એક મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટનામાં કુલ સાત લોકોના મૃત્યુ થયા છે. આ વિસ્ફોટ તતારપુર પોલીસ સà«
બિહારના ભાગલપુરમાં બ્લાસ્ટ માળની ઇમારત ધરાશાયી  8ના મોત
બિહારના ભાગલપુરમાં ગુરુવારે રાત્રે એક બ્લાસ્ટમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું અને આ ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા છે તથા આસપાસના અન્ય કેટલાંક મકાનોને નુકસાન પહોંચ્યું છે. આસપાસના રહેવાસીઓનું કહેવું છે કે, આ ઘરમાં બોમ્બ બનાવવામાં આવતા હતા તથા પરિવાર ફટાકડા બનાવવાનો વ્યવસાય કરે છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટનામાં કુલ સાત લોકોના મૃત્યુ થયા છે. આ વિસ્ફોટ તતારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. ભાગલપુરના કલેક્ટર સુબ્રત કુમાર સેને જણાવ્યું કે, વિસ્ફોટના કારણે બે મકાનોને નુકસાન થયું છે. કેસની તપાસ ચાલી રહી છે. આ ઘટના કાજવલીચક વિસ્તારમાં અનાથાશ્રમ પાસે બની હતી.
અહેવાલ અનુસાર આ ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે. જે ઘરમાં બ્લાસ્ટ થયો હતો તે ઘર કોતવાલીથી માત્ર 100 મીટર દૂર છે. ભાગલપુર ડીઆઈજી સુજીત કુમારે કહ્યું કે, પ્રાથમિક તપાસમાં ગનપાઉડર, ગેરકાયદે ફટાકડા અને દેશી બનાવટના બોમ્બથી વિસ્ફોટ થયાની વાત સામે આવી છે. તેમણે કહ્યું કે એફએસએલ ટીમની તપાસ બાદ બ્લાસ્ટ કયા કારણોસર થયો તે નક્કી થશે.
મળતી માહિતી મુજબ, આ ઘટના ગુરુવારે રાત્રે 11.30 વાગ્યે બની હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ત્રણ  માળનું મકાન ઉડી ગયું હતું. વિસ્ફોટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘટનાસ્થળથી ચાર કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ઘરમાં હાજર લોકોએ ભૂકંપ જેવો આંચકો અનુભવ્યો હતો. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. જેના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવીને સ્થિતિને સંભાળવી પડી હતી.
2008માં પણ થયો હતો વિસ્ફોટ
કાજવલીચક 14 વર્ષ પછી ફરી એક ભયાનક વિસ્ફોટનું સાક્ષી બન્યું છે. કાજવલીચક વિસ્તારમાં ગુરુવારે રાત્રે જ્યાં બ્લાસ્ટ થયો હતો. તે જ જગ્યા પર વર્ષ 2008માં પણ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. 
Advertisement
Tags :
Advertisement

.